Tata મોટર્સનું ઓગસ્ટ 2021 માં વેંચાણ વધ્યું, આ સમયગાળામાં ગત વર્ષ કરતા 51 ટકા વધુ સેલ્સ

ટાટા મોટર્સ (Tata Motors) ની સેલ્સ હાલના સમયમાં ટોપ ગિયર પર છે. ગત ઓગસ્ટ મહિનામાં કંપનીનું કુલ વેંચાણ 53 ટકા જેટલું વધવા પામ્યું છે. ટાટા કંપનીએ ઓગસ્ટ 2021 માં કુલ 54190 ગાડીઓનું વેંચાણ કર્યું હતું જ્યારે આ મહિના વર્ષની સરખામણીએ કંપનીએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એટલે એક ઓગસ્ટ 2020 માં 35420 ગાડીઓનું વેંચાણ કર્યું હતું.

image soucre

એ પણ ખાસ ઉલ્લેખનીય છે કે ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન બનાવતી કંપની ટાટા મોટર્સ (Tata Motors) એ પોતાની ગાડીઓની કિંમતમાં ભાવ વધારો કરવાની તૈયારી પણ કરી લીધી છે. ટાટા મોટર્સ આગામી 1 ઓક્ટોબરથી પોતાના કોમર્શિયલ વાહનોની કિંમતોમાં ભાવ વધારો કરી રહી છે. ટાટા મોટર્સ દ્વારા એકસચેન્જ ફાઈલિંગમાં કહેવામાં આવ્યું હતું કે તે પોતાના કોમર્શિયલ વાહનોની કિંમતમાં 2 ટકાનો વધારો કરશે. સ્ટીલ સહિત અન્ય કાચો માલ મોંઘો થવાને કારણે આ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.

image soucre

કંપનીના કહેવા અનુસાર તેણે મેન્યુફેક્ચરિંગના અનેક સ્તરોમાં ઉત્પાદન ખર્ચ ઘટે તે માટે પ્રયાસો કર્યા છે. વધી રહેલા ઉત્પાદન ખર્ચને કારણે અનેક ઓટોમેકર્સ કંપનીઓ પોતાના વાહનોમાં ભાવ વધારો કર્યો છે. ટાટા મોટર્સએ આ પહેલા ઓગસ્ટ મહિનામાં પોતાના પેસેન્જર વાહનોના ભાવમાં કર્યો હતો. એટલું જ નહીં આ મહિને જ એટલે કે ઓગસ્ટ મહિનામાં જ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પણ ત્રીજી વખત પોતાના બધા મોડલોના વેરીએન્ટના ભાવમાં વધારો કર્યો હતો. મારુતિ સુઝુકીએ જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં પણ ભાવ વધારો કર્યો હતો. અને આ રીતે બધું મળીને મારુતિ સુઝુકી કંપનીએ તેના વાહનોની કિંમતમાં અંદાજે 3.5 ટકાનો ભાવ વધારો કર્યો હતો.

image soucre

ત્યારે જેમ આપણે ઉપર વાત કરી તેમ ટાટા મોટર્સની સેલ્સ હાલના સમયમાં ટોપ ગિયર પર છે. ગત ઓગસ્ટ મહિનામાં કંપનીનું કુલ વેંચાણ 53 ટકા જેટલું વધવા પામ્યું છે. ટાટા કંપનીએ ઓગસ્ટ 2021 માં કુલ 54190 ગાડીઓનું વેંચાણ કર્યું હતું જ્યારે આ મહિના વર્ષની સરખામણીએ કંપનીએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એટલે એક ઓગસ્ટ 2020 માં 35420 ગાડીઓનું વેંચાણ કર્યું હતું.

image soucre

ઓટો કંપનીએ જણાવ્યું હતું કે ડોમેસ્ટિક માર્કેટ એટલે કે ઘરેલુ બજારમાં તેના પેસેન્જર વાહનોનું વેંચાણ ઓગસ્ટ મહિનામાં 28018 રહ્યું હતું જે ગયા વર્ષમાં આ જ મહિને થયેલ કુલ વેંચાણ કરતા વધારે છે. ઓગસ્ટ 2020 માં કંપનીના 18583 પેસેન્જર વાહનોનું વેંચાણ થયું હતું. આ રીતે ગણતરી કરીએ તો ઓગસ્ટ 2020 ની સરખામણીએ કંપનીએ ઓગસ્ટ 2021 માં 51 ટકા જેટલું વધારે વેંચાણ કર્યું હતું.