એકવાર ખાતામાંથી કપાશે 12 રૂપિયા અને મળશે 12 લાખની મદદ

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન (Corona pandemic) લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારેને વધારે જાગૃત થયા છે. આ બધા દરમિયાન જીવન વીમા (Life Insurance Plan) ના મહત્વને વધારી દીધી છે. મોટી સંખ્યામાં લોકો વીમા કરાવી રહ્યા છે. જો કે, આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમને કેટલાક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. એવામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana- PMSBY) ઘણા ઓછા પ્રીમિયમમાં જીવન વીમો પ્રદાન કરે છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જેની હેઠળ ફક્ત ૧૨ રૂપિયામાં ખાતાધારકને ૨ લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ કવર મળે છે.

મે મહિનાના અંતમાં આવે છે પ્રીમિયમ.

image soucre

કેન્દ્ર સરકારએ કેટલાક વર્ષ પહેલા ખૂબ જ મામુલી પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરવામાં આવી હતી. PMSBY નું વાર્ષિક પ્રીમિયમ ફક્ત ૧૨ રૂપિયા છે. મે મહિનાના અંતમાં આપને આ પ્રીમિયમની ચુકવણી કરવાની આવે છે. આપના બેન્ક એકાઉન્ટ માંથી તા. ૩૧ મે ના રોજ આ રકમ જાતે જ કપાઈ જાય છે. જો આપે PMSBY લીધી છે તો આપના બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ જરૂરથી રાખવું જોઈએ. હવે જાણીશું આ સ્કીમ વિશે…

જાણીશું PMSBY ની શરતો વિશે.

image soucre

PMSBY યોજનાના લાભ ૧૮- ૭૦ વર્ષની ઉંમર ધરાવતા લોકો ઉઠાવી શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત ૧૨ રૂપિયા છે. પીએમએસબીવાય પોલિસીનું પ્રીમિયમ પણ સીધું જ બેન્ક એકાઉન્ટ માંથી કપાઈ જાય છે. પોલિસી ખરીદતા સમયે જ બેન્ક એકાઉન્ટને પીએમએસબીવાય સાથે લિંક કરાવવામાં આવે છે. પીએમએસબીવાય પોલિસી મુજબ, વીમો ખરીદનાર વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે કે પછી વિકલાંગ થઈ જાય છે તો ૨ લાખ રૂપિયાની રકમ આશ્રિત વ્યક્તિને આપવામાં આવે છે.

આવી રીતે કરો રજીસ્ટ્રેશન.

image socure

બેંકની કોઈપણ શાખામાં જઈને આપ આ પોલિસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્ર પણ પીએમએસબીવાય ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહી છે. વીમા એજન્ટની સાથે સંપર્ક કરી શકાય છે. સરકારી વીમા કંપનીઓ અને પ્રાઈવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ કેન્દ્ર સરકારના આ પ્લાનને લોકો સુધી પહોચાડવામાં અને વેચવામાં મદદ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત