કેળાના પાન પર ભોજન ખાવાથી થાય છે અઢળક લાભ, આ કારણે આજે પણ દક્ષિણ ભારતમાં છે લોકપ્રિય

પહેલાના સમયમાં કોઈ પણ મોટા પ્રસંગમાં તે પછી લગ્નનો પ્રસંગ હોય કે પછી મરણનો પ્રસંગ હોય. જ્યારે પણ મોટી સંખ્યામાં મહેમાનોને જમવાનું આમંત્રણ આપવામા આવતું ત્યારે મહેમાનોને પતરાળામાં ભોજન પિરસવામા આવતુ હતું. પણ છેલ્લા દોઢથી બે દાયકામાં પતરાળા સાવ જ ગાયબ જ થઈ ગયા છે અને હવે લોકોને પ્લાસ્ટિકની ડીસ્પોઝેબલ પ્લેટ્સમાં ખાવાનું પિરસવામાં આવે છે. જે ઘણા લોકોને પસંદ નથી હોતું.

image source

દક્ષિણ ભારતમાં આજે પણ કેળાના પાંદડા પર ભોજન પીરસવાનું ચલણ છે. ધાતુની થાળીની સરખામણીએ કેળાના પાન પર ખાવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. કેળાના પાન પર ખાવું ભારતની પ્રાચીન પરંપરાનો એક ભાગ રહ્યો છે. જુના જમાનામાં લોકો સ્વસ્થ રૂટીનનું પાલન કરતા હતા. સ્વાસ્થ્ય માટે તેમનો મોટા ભાગનો ફોકસ, સ્વચ્છ, સ્વસ્થ અને તાજા ખોરાક પર રહેતો હતો. માટે કેળાના પાનનો ઉપયોગ તે દિવસોમાં વધારે કરવામાં આવતો હતો.

image source

આપણા દેશમાં કેળાના પાનને ઘણા હેલ્ધી અને શુભ માનવામાં આવ્યા છે અને ભગવાનને પ્રસાદ ધરવા માટે પણ કેળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે કેળાના પાન આપણને શું લાભ પહોંચાડે છે.

કેળાના પાનમાં એન્ટિ ઓક્સીડન્ટ્સ હોય છે

image source

કેળાના પાન પર ખાવાથી એક મુખ્ય ફાયદો આપણા સ્વાસ્થ્યને એ થાય છે કે તે તેમાંથી હેલ્ધી પોષક તત્ત્વ મળે છે. એન્ટી ઓક્સીડન્ટ્સ તેમાં સમાયેલા હેવાથી પણ તે વધારે લોકપ્રિય છે અને માટે તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં સાઉથ ઇન્ડિયામાં કરવામા આવે છે. આ પાન છોડ આધારિત યૌગિકો જેમ કે એપિગાલોકેટેચિન ગેલેટ અને અન્ય શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે. તે તમારી
ઇમ્યુનીટી વધારવામાં અને ફૂડને પોષણથી ભરપૂર બનાવવામાં મદદ કરે છે. કેળાના પાન સીધા ખાવામાં નથી આવતા પણ તેના પર ખાવાનું પીરસીને તે પત્તામાંથી ભોજનમાં તેના ગુણો અવશોષિત થાય છે અને માટે તેમાં પીરસેલું ભોજન વધારે હેલ્ધી બની જાય છે.

તે રોગાણુઓને દૂર કરે છે

image source

માનવામાં આવે છે કે કેળાના પાનમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ સમાયેલા હોય છે. આ ગુણ બેક્ટેરિયા કે પછી રોગાણુઓથી બરબાદ થતા ખોરાકની રક્ષા કરવામાં મદદ કરે છે. પાન પર હાજર ફૂડ રોગાણુઓ કે દૂષણથી મુક્ત થાય છે અને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બીમાર પડવાનું જોખમ પણ ઘટાડે છે.

આ ભોજનની સ્વચ્છ રીત છે

image source

કેળાના પાન નિશ્ચિત રીતે ખાવાની સૌથી સ્વચ્છ રીત છે. સામાન્ય રીતે વાસણોને સાબુથી ધોવામાં આવે છે અને આ સાબુ કેમિકલ યુક્ત હોય છે અને તેના કેટલાક અંશ થાળીમાં કે વાસણમાં રહી જાય છે જ્યારે આપણે આવી મેટલની પ્લેટ પર ખાતા હોઈએ છીએ ત્યારે આપણું ફૂડ તે કેમિકલ અવશોષિત કરી લે છે. બીજી તરફ, કેળાના પાન ધૂળ તેમજ ગંદકીને દૂર રાખે છે. આ ઉપરાંત પત્તા સાબુ વગર માત્ર સાદા
પાણીથી જ સાફ થઈ જતા હોય છે. અને સૌથી મોટી વાત તો એ કે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ વાસણો વાપરવાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે જ્યારે કેળાના પાન પર ભોજન કરવાથી પર્યાવરણને કોઈ જ નુકસાન નથી થતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત