તરતી દેખાઈ ગાડીઓ, ડૂબી ગઈ બસ અને કડડભૂસ થયા મકાનો, ફોટામાં જોઈ લો તબાહીની નિશાનીઓ

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે તો દક્ષિણ ભારતમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. કેરળમાં ઘણા લોકોને મોતની ખબરની વચ્ચે પુર જેવી સ્થિતિ બનેલી છે. જોખમ વર્ષ 2018 જેવી વિનાશકારી પુર જેવું દેખાઈ રહી છે.

પાણીમાં વહયું ઘર.

image soucre

ભારે વરસાદના કારણે કેરળમાં કોટ્ટાયમ જિલ્લામાં આવેલા મુંડકાયમમાં બનેલું આ ઘર વહી ગયું. આ સ્થાનીય નદીના જલસ્તર એટલું વધી ગયું કે પાણી એ ઘરને જ વહાવી ગયું.

ફસાઈ ગઈ કાર

image socure

હાલત એ હદ સુધી થઈ ગઈ કે શું બસ અને શું કાર જે પણ પુરની આ સ્થિતિમાં આવ્યું એ એમાં સમાઈ ગયું.

જાન બચી તો લાખો પાયે

image socure

આ ફોટો પણ દક્ષિણ ભારતનો છે જ્યાં એક વ્યક્તિ કંઈક આ રીતે પરેશાન દેખાઈ રહ્યો છે.

હાલતને જોતો જવાન

image socure

દક્ષિણ ભારતના ઘણા શહેરોમાં હાલત બગડ્યા તો એનડીઆરએફ સાથે સેનાના જવાનોને મોરચો સંભળાવો પડ્યો
આ ફોટો દર્શાવે છે કે કુદરતનો કહેર આગળ કોઈનું નથી ચાલતું

ભૂસખલનથી તબાહી.

image socure

ભારે વરસાદના કારણે દેશના ઘણા ભાગોમાં ભૂસખલનની ઘટનાઓ જોવા મળી. કેરળનો આ ફોટો જોઈને પણ હાલતનો અંદાજો લગાવી શકાય છે.
તો ઉત્તરાખંડમાં પણ આજે અને કાલે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. 11 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચમોલીમાં સવારથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે લોકોને સાવધાની રાખવા અને પહાડી વિસ્તારમાં આવતા 48 કલાક સુધી અવરજવર ન કરવાની સલાહ આપી છે.

દુકાન મકાન બધું ડૂબી ગયું.

image socure

તમને જણાવી દઈએ કે ભારે વરસાદ પછી પુર અને લેન્ડ સ્લાઇડમાં અત્યાર સુધી 27 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. રાહત અને બચાવ કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કેરળની સ્થિતિ ચકાસવા માટે કેરળના મુખ્યમંત્રી પીનરઇ વિજયન સાથે પણ વાત કરી છે અને દરેક બનતી મદદ કરવાનું વચન આપ્યું છે.

image socure

ભારે વરસાદથી પઠાનમથિટ્ટાના પહાડી વિસ્તારમાં પુરથી વધુ પ્રભાવિત છે. સેના અને એરફોર્સની ટીમ રાહત બચાવ કાર્યમાં જોડાયેલી છે. તિરુવંતપુરમ, કોલલ્મ સહિત 7 જિલ્લામાં યેલો એલર્ટ છે. તો પઠાનમથીટ્ટા સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોઈ લો દક્ષિણ ભારતમાં એક બસ પણ પાણીમાં ડૂબી ગઈ. જેને ઘણા લોકોએ દોરડું ખેંચીને બહાર કાઢી.

image socure

ઘણા શહેરોમાં સતત પડતા વરસાદના કારણે પારો નીચો ઉતર્યો છે. તો ઓફીસ જનારને ટ્રાફિકજામના કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
કેરળમાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં આજે પણ ઓરેંજ એલર્ટ જાહેર છે. રાહત બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે..

image socure

આજે કેરળના પઠાનમથીટ્ટાના નીચાણવાળા વિસ્તારોમાં પુરની શકયતાઓ છે. તો એનડીઆરએફની ટીમ તૈનાત કરવાંમાં આવી છે. જાણકારી અનુસાર પમ્બા નદી પર બનેલા કાક્કી4 બંધના ગેટ ખોલવામાં આવશે. બંધમાંથી આવતું પાણી નીચાણવાળા વિસ્તારને પ્રભાવિત કરી શકે છે જેનાથી સ્થિતિ ગંભીર થઈ શકે છે.

image soucre

કેરળમાં ઘણા દિવસોથી થઈ રહેલી ભારે વરસાદ પછી પુરની હાલત થઈ છે.ફોજ અને એનડીઆરએફ સતત પ્રયત્ન કરી રહ્યા છે.