કેટ અને વિકિના લગ્નનો વેન્યુ વિડીયો થયો લીક, જોઈ લો કેવુ ભવ્ય સ્વાગત

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બંને લગ્નના બંધનમાં બંધાયેલા જોવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને પોતાના લગ્ન માટે પોતપોતાના પરિવાર સાથે જયપુર જવા રવાના થયા છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નનું ફંક્શન 7મી ડિસેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગયું છે. જો અહેવાલોનું માનીએ તો, આજે અને કાલે કેટરિના મહેંદી, હલ્દી અને અન્ય ફંક્શન કરશે, ત્યારબાદ તે 9મી ડિસેમ્બરે ખૂબ જ ધામધૂમથી વિકી કૌશલ સાથે સાત ફેરા લેશે.

વિક્કી કેટરીનાનું થયું જોરદાર સ્વાગત

image source

જો કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ તેમના લગ્નને દરેક રીતે ખાનગી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગત રાત્રે કેટરિના લગભગ 11 વાગે સવાઈ માધોપુર જિલ્લાના ચોથ કા બરવાડા સ્થિત હોટેલ સિક્સ સેન્સ ફોર્ટ પહોંચી હતી. કેટરિના તેના પરિવાર સાથે કડક પોલીસ સુરક્ષા વચ્ચે હોટલમાં પ્રવેશી હતી. કેટરિના કૈફ અને વિકી કૌશલ હોટલમાં પ્રવેશ્યા કે તરત જ મેનેજમેન્ટ ટીમે કપલનું ભવ્ય સ્વાગત કર્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

જો કે કેટરિના અને વિકી કૌશલ દરેક રીતે પ્રયાસ કરી રહ્યા છે કે તેમના લગ્નની કોઈ તસવીર કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ન થાય, પરંતુ હાલમાં જ તેમના લગ્ન સ્થળની તસવીર સામે આવી છે. કેટરિના હોટલમાં પહોંચતા જ તેનું કલ્ચર ડાન્સ અને ફટાકડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેને ફૂલોની માળા પહેરાવીને તિલક કરવામાં આવ્યું હતું.

આજે થશે મહેંદી સેરેમની

image source

કેટરિના અને વિકી રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટમાં એકબીજા સાથે સાત ફેરા લેવાના છે. આ ક્રમમાં આજે એટલે કે મંગળવારથી મહેંદી સાથે બંનેના લગ્નનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આ શાહી લગ્નની ગુપ્તતા જાળવવા માટે લગ્નમાં આવનાર દરેક મહેમાનોએ ઝીરો મોબાઈલ પોલિસી અપનાવવી પડશે. આનો અર્થ એ છે કે લગ્ન દરમિયાન કોઈપણ મહેમાનને મોબાઈલ ફોન અંદર લઈ જવા દેવામાં આવશે નહીં.

શાહી અંદાજમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે મંડપ

image source

લગ્નને ખાસ બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ અને વિકી કૌશલના વેડિંગ મંડપને ખાસ શાહી અંદાજમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, તે એક મોહક મંડપ છે, જે સંપૂર્ણપણે કાચમાંથી બનેલું છે. આ ઉપરાંત હોટલની બહારના મુખ્ય માર્ગ પર VIP મહેમાનોની અવરજવરને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

આ સેલિબ્રિટી કપલના લગ્નમાં કુલ 120 મહેમાનો આવવાના અહેવાલ છે. સુરક્ષાના કારણોસર તમામ મહેમાનોને સિક્રેટ કોડ પણ આપવામાં આવશે. મહેમાનોને આ કોડ મળ્યા પછી જ લગ્નમાં એન્ટ્રી આપવામાં આવશે. આ સિવાય મહેમાનો કોઈ પણ સંજોગોમાં ફોટો કે વીડિયો લઈ શકશે નહીં. આ સાથે જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વિસ્તારની સુરક્ષા માટે ખાનગી બાઉન્સરો ઉપરાંત પોલીસ પણ તૈનાત રહેશે.