જૂન મહિનાને લઇને એમ્સના ડોક્ટરે કરી આ મોટી વાત, જે જાણીને ઝાટકો લાગશે તમને પણ
એમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે જુન મહિનામાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સૌથી વધારે થશે. આ સાથે જ તેમનું કહેવું છે કે, લોકડાઉનના ફાયદા મળ્યા છે અને લોકડાઉનમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધારે નથી વધી શક્યા.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે એમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે જુન મહિનામાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવી શકે છે. આ સાથે જ રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, લોકડાઉનના ફાયદા મળ્યા છે અને લોકડાઉનમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધારે પડતા વધી શક્યા નથી.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ વાતચીત કરતા જણાવ્યું છે કે, ‘જેવી રીતે ટ્રેંડ જોવા મળી રહ્યો છે, કોરોના વાયરસ સંક્રમણના કેસ જુન મહિનામાં પીક પર હશે. જો કે, એવું બિલકુલ નથી કે બીમારી એક જ વારમાં ખતમ થઈ જશે. આપણે કોરોના વાયરસની સાથે જીવવાનું રહેશે. ધીરે ધીરે કોરોના વાયરસ સંક્રમણના કેસ ઓછા થતા જશે.’

ડોક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે લોકડાઉનના ફાયદા મળ્યા છે. લોકડાઉનના કારણથી જ કોરોના વાયરસ સંક્રમણના કેસ વધારે પડતા વધી શક્યા નથી. અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઓછા કેસ વધ્યા છે. હોસ્પિટલોએ લોકડાઉનમાં પોતાની તૈયારી કરી લીધી છે. ડોક્ટર્સને તાલીમ આપવામાં આવી રહી છે. પીપીઈ કીટ્સ, વેન્ટીલેટર અને અન્ય જરૂરી મેડીકલ ઉપકરણોની પણ વ્યવસ્થા કરી લીધેલ છે. કોરોના વાયરસની તપાસ વધી રહી છે.
ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે ક્યાં સુધી કોરોના વાયરસ સંક્રમણના કેસ ચાલશે, કેટલું લાંબુ આ બધું ચાલશે, એ પણ કહી શકવું શક્ય નથી. પરંતુ એટલું જરૂર છે કે જયારે ચરમ સીમા પર કોઈ વસ્તુ આવી જાય છે તો ત્યાંથી જ તેના ડાઉન થવાની શરુઆત થઈ જાય છે. હવે એ જ આશા કરવામાં આવી રહી છે કે, જુન મહિનામાં જયારે કોરોના વાયરસ સંક્રમણના કેસ ચરમ સીમા પર થશે તો ત્યાર પછીથી જ કોરોના વાયરસ સંક્રમણના કેસ ધીરે ધીરે નીચા જવાનું શરુ થશે.

દેશમાં કેટલા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ છે?
આપને જણાવી એ કે, દેશમાં રોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાના અંકમાં વધારો જ થતો જઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ૫૨ હજારથી વધારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઈ ગઈ છે. આ સાથે જ કોરોના વાયરસ સંક્રમણના કારણે થતા મૃત્યુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ૧૭૮૩ વ્યક્તિઓના કોરોના વાયરસ સંક્રમણના કારણે મૃત્યુ થઈ ગઈ છે.
source : aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત