બોલિવુડને વધુ એક સૌથી મોટો ઝટકો, મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન

બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજખાનનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન

image source

ફિલ્મ જગતના ખ્યાતનામ કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક એરેસ્ટના કારણે મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી અસ્વસ્થ હતા, તેમને બાન્દ્રા સ્થિત એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે તેમની તબિયત લથડતા શુક્રવારે તેમનું નિધન થયું હતું. તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ 71 વર્ષના હતા.

image source

સરોજ ખાનને ગુરુ નાનક હોસ્પિટલમાં શ્વાસની તકલીફના કારણે 20મી જૂને એડમિટ કરવામા આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થતા પહેલાં તેમનો કોવિડ ટેસ્ટ કરવામા આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાનના કુટુંબ સાથે જોડાયેલા સુત્રોએ દાવો કર્યો હતો કે તેમની તબિયત ધીમે ધીમે સુધી રહી હતી. તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળવાની હતી, પણ અચાનક મોડી રાત્રે તેમની તબીયત બગડી હતી અને તેમને બચાવી શકાયા નહોતા.

સરોજ ખાનના અંતિમ સંસ્કાર શુક્રવારે મુંબઈ સ્થિત મલાડના માલવાણીમાં થશે.

image source

ચાર દાયકાની લાંબી કેરિયર દરમિયાન સરોજ ખાને 2000 ગીતો કરતાં પણ વધારે કોરિયોગ્રાફી કરી છે. સરોજ ખાનને પોતાની કોરિયોગ્રાફીની કળા માટે ત્રણ વાર નેશનલ અવોર્ડ મળી ચુક્યા છે. સંજય લીલા ભણસાળીની ફિલ્મ દેવદાસમાં ડોલા-રે-ડોલા ગીતની કોરિયોગ્રાફી માટે તેમને નેશનલ અવોર્ડ મળ્યો હતો.

માધુરી દિક્ષીતની ફિલ્મ તેજાબના યાદગાર આઇટમ સોન્ગ એક-દો-તીન અને વર્ષ 2007માં આવેલી ફિલ્મ જબ વી મેટના ગીત યે ઇશ્ક… માટે પણ તેમને નેશનલ અવોર્ડ મળી ચુક્યો છે.

image source

સરેજ ખાને છેલ્લી વાર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ કલંકમાં તબાહ હો ગએ ગીત પર કોરિયોગ્રાફી કરી હતી. આ ગીતમાં માધુરી દિક્ષીત હતા. આ ફિલ્મ 2019માં રિલિઝ થઈ હતી.

સરોજ ખાનના જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મોટો ઝાટકો લાગ્યો છે. એક પછી એક આવી રહેલી દુઃખદ ખબરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે. સરોજખાનના ગયા બાદ બોલીવૂડ સેલેબ્રીટીઝથી લઈને સામાન્ય લોકો પણ સોશલ મિડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. એક્ટર સુનીલ ગ્રોવરે ટ્વીટ કરતા લખ્યુ હતું, ‘સરોજ ખાનના નીધનની ખબરથી હું આઘાતમાં છું. તેમના જવાથી એક યુગ સમાપ્ત થઈ ગયો. છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સરોજ ખાનના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. જો કે અમિતાભે સરજો ખાનનું નામ તો નથી લખ્યુ પણ તેમના પોસ્ટથી સમજી શકાય છે કે તેઓ કોરિયોગ્રાફરના મૃત્યુથી દુઃખી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું, ‘હાથ જોડાયેલા છે, મન અશાંત’

તો બોલીવૂડ એક્ટર અક્ષય કુમારે ટ્વીટમાં લખ્યુ, ‘આ ખરાબ સમાચારથી જાગ્યો છું કે કોરિયોગ્રાફર સરોજ ખાનજી હવે નથી રહ્યા. તેમણે ડાન્સને ખૂબ જ સરળ બનાવી દીધો હતો જાણે કોઈ પણ ડાન્સ કરી શકે. ઇન્ડસ્ટ્રીને એક મોટું નુકસાન. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત