જ્યારે શાહરુખ ખાનના નામ પર મળ્યું ડિસ્કાઉન્ટ, વાયરલ થયો કિંગ ખાન સાથે જોડાયેલો કિસ્સો

શાહરૂખ ખાનને એમ જ ‘કિંગ ખાન’ કહેવામાં આવતું નથી. શાહરૂખ ખાન દુનિયાભરના કરોડો દિલો પર રાજ કરે છે. તેમની ફિલ્મો જોવા માટે લાંબી લાઈનો લાગે છે. કલાકાર જ્યાં જાય છે ત્યાં દૂર-દૂરથી લોકો તેમને જોવા માટે આવે છે. શાહરૂખ ખાનના ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે કે તેઓ તેના માટે કંઈ પણ કરી શકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી જ્યારે ઇજિપ્તના એક ચાહકે એડવાન્સ પેમેન્ટ વિના ભારતીય પ્રોફેસરની ફ્લાઈટ બુક કરી હતી

image soucre

પ્રોફેસરે ટ્વીટ કરીને શાહરૂખના ફેન્સના આ વિશ્વાસની પ્રશંસા કરી છે. પ્રોફેસરે કહ્યું- ‘એક ટ્રાવેલ એજન્ટે ઇજિપ્તમાં પૈસા ટ્રાન્સફર કરવાના હતા. પરંતુ ટ્રાન્સફર કરવામાં સમસ્યા થઈ રહી હતી. તેણે કહ્યું- તમે શાહરૂખ ખાનના દેશના છો, મને તમારા પર વિશ્વાસ છે. મેં ભાગ્યે જ કોઈ અન્ય જગ્યા માટે આવું કર્યું હશે, પરંતુ શાહરૂખ ખાન માટે કંઈપણ કરીશ. અને તેણે કર્યું!’ પ્રોફેસરે તાજના ઈમોજી સાથે શાહરૂખ ખાનને કિંગ પણ ગણાવ્યો છે.

પ્રોફેસર સાથેની આ ઘટના પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું- ‘આ શાહરૂખ ખાનની પહોંચ વિશે જણાવે છે. તે આપણા દેશ માટે અદ્ભુત એમ્બેસેડર છે અને જ્યારે કોઈ વિદેશ જાય છે ત્યારે તેને તેનો અહેસાસ થાય છે. એક યુઝરે જણાવ્યું કે શાહરૂખ ખાનને રશિયામાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

એક યુઝરે કૈરોમાં તેની સાથે થયેલા એક સુંદર ઘટનાનો ઉલ્લેખ કર્યો. “મારી સાથે પણ એવું જ થયું જ્યારે હું કેરોમાં પિઝા લઈ રહ્યો હતો…જ્યારે ડિલિવરી બોયને ખબર પડી કે હું ભારતીય છું, ત્યારે તેણે મને શાહરુખે DDLJમાં જે રીતે હાથ ફેલાવ્યો હતો તે રીતે હાથ ફેલાવવાની વિનંતી કરી. અને પછી તેણે મારા અંતિમ ઓર્ડર પર ડિસ્કાઉન્ટ પણ આપ્યું. લોકોના જવાબોથી એક વાત સ્પષ્ટ થાય છે કે, શાહરૂખની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના દરેક ખૂણે છે.

શાહરૂખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘પઠાણ’ અને ફિલ્મ ‘લાયન’નું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ મેકર્સે શૂટિંગ થોડા સમય માટે રોકી દીધું હતું. જો કે તેનો પુત્ર આર્યન ખાન જામીન બાદ ઘરે પરત ફર્યો છે. તે છેલ્લે 3 વર્ષ પહેલા ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળી હતી.