કિશોર કુમારનો ફેન છે આ ખાસ ચા વાળો, ચા સાથે આ વસ્તુઓની પણ કરાવશે મજા, જાણો અનોખી સ્ટોરી

જો તમે ચા અને કિશોર કુમારના ચાહક છો તો આ સમાચાર તમને જરૂરથી ગમશે. કારણ કે આજે તમને એક એવા ચાવાળા વિશે જાણવા મળશે જે પણ કિશોર કુમારનો મોટો ચાહક છે અને તે પોતાના ગ્રાહકોને ચા કિશોર કુમારના ગીતો સાથે પીરસે છે. કિશોર કુમારના મધુર ગીત અને કડક મીઠી ચાનું કોમ્બીનેશન જોરદાર રીતે લોકોને મજા કરાવે છે.

હિંદી ફિલ્મોના પ્રખ્યાત અદાકાર અને ગાયક કિશોર કુમાર ખુદ પણ ચાના શોખીન હતા. તેમનું સપનું હતું કે તેઓ મુંબઈના પોતાના ઘરની બહાર એક નહેરનું નિર્માણ કરાવે અને જેમાં ગંડોલા નાવ ચલાવી શકાય, જેમ ઈટલીના વેનિસમાં ચાલે છે. તેઓ આ નાવમાં પોતાના મિત્રો સાથે બેસી ચાની ચુસ્કી લઈ શકે. પરંતુ કિશોર કુમારનું આ સપનું પુરું થઈ શક્યું નહીં.

જો કે આ સપનાની જેમ ચા વેંચવાનું કામ કરે છે કલકત્તાના 56 વર્ષના વ્યક્તિ. તેમનું નામ પલટન નાગ છે. તેઓ અનોખા અંદાજમાં ચા વેંચે છે. આ વ્યક્તિ 40 વર્ષોથી કિશોર કુમારના ગીત ગાય રહ્યા છે અને તેઓ કિશોર કુમારને ગુરુ તેમજ આદર્શ માને છે. તેમના માટે ગાયકી તેમનું પેશન છે. તેઓ હંમેશાથી ગાયક બનવા ઈચ્છતા હતા. પરંતુ નાની ઉંમરમાં પિતાનું મોત થતા તેમણે ચાની દુકાન સંભાળવી પડી. પરંતુ તેમ છતાં કિશોર કુમાર પાછળનો તેમને પ્રેમ અકબંધ છે. તેમનો અંદાજ એવો છે કે તેની દુકાને ચા પીનારા લોકોની ભીડ સતત વધતી રહે છે.

આ ચા વાળાને રાતોરાત ફેમસ કરી દીધા કિશોર કુમારના ગીત મે શાયર બદનામે.. આ ગીતથી કલકત્તાના પલટન નાગની ગાયિકી એવી ફેમસ થઈ કે તે દેશભરમાં છવાઈ ગયા. પલટન નાગની દુકાન અને કામ સામાન્ય છે પરંતુ તેનું પેશન અસામાન્ય છે અને તેના કારણે અહીં ચા તેમજ કિશોર કુમારના ચાહકોની ભીડ રહે છે. પલટનને ગીત માટે કોઈ તાલીમ મળી નથી તે કિશોર કુમારને ભગવાન માને છે.

ઈંસ્ટ્રુમેંટલ મ્યૂઝિક પર પલટન કિશોર કુમારના ગીતો ગાય છે. કિશોર કુમારના જન્મદિવસ પર અરિજીત નામના વ્યક્તિએ તેમનો એક વીડિયો બનાવ્યો હતો. તેના દ્વારા તેઓ રાતોરાત સ્ટાર બની ગયા. પલટનને હાલ પણ તક મળે તો તેઓ પ્લેબેક સિંગિંગ કરવા ઈચ્છે છે. જો કે તે સારેગામાપામાં કુમાર શાનૂ સાથે પણ ગીત ગાય ચુક્યા છે.