ATMમાં આવે છે આ તકલીફ તો બેંક ગ્રાહકને રોજ આપશે ૧૦૦ રૂ.,જાણી લો નવો નિયમ અને લઈ લો લાભ

એટીએમ નો ઉપયોગ આજકાલ દરેક વ્યક્તિ કરે છે. અને સરકાર કેશલેશ ટ્રાન્ઝેક્શન કરવાં માટે લોકો ને પ્રેરણા પણ આપે છે. તમે તમારા એટીએમ/ડેબીટ કાર્ડ થી ઓનલાઈન શોપિંગ, તેમજ મોટા મોલ અને મોટી દુકાનો પર થી ખરીદી કરી શકો છો.

image soucre

એટીએમ કાર્ડ વડે તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ વગેરે પણ ભરાવી શકો છો. મોટે ભાગે દરેક જગ્યા પર તમે એટીએમ વાપરી ને છુટા પૈસાની ઝંઝટ માંથી છુટકારો મેળવી શકો છો. છતાં પણ ઘણી વાર તમને રોકડ રકમની જરૂર પડે તો તમે એટીએમ મશીન માંથી પૈસા ઉપાડી શકો છો.

તમે બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો, અને ક્યારેક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ પૈસા બહાર આવતા નથી. જોકે, એવું કહેવાય છે કે, કોઈ ફરિયાદ કર્યા વિના પણ બેંક થોડા દિવસોમાં ખાતામાં પૈસા પાછા ક્રેડિટ કરે છે, અને તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો.

image soucre

જો ફરિયાદ બાદ પણ તમારી ફરિયાદ પર કામ ન થાય તો બેંકે તમને પાછા આપવા પડશે. એટીએમમાંથી પૈસા ન ઉપાડવામાં આવે અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય તો તમે ગ્રાહક કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકમાં ફરિયાદ કરી શકો છો. જો તમે અન્ય બેંકો ના એટીએમ થી ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમે ફરિયાદ પણ કરી શકો છો.

કેટલા દિવસમાં બેંક ફરિયાદ નો નિકાલ કરશે ?

image soucre

આરબીઆઈ ના આદેશ મુજબ, બેંકો એ ફરિયાદ મળ્યાના મહત્તમ બાર કાર્યકારી દિવસોમાં આવી ભૂલ સુધારવી પડશે અને બાર દિવસ ની અંદર પૈસા જમા કરાવવા પડશે.

૧૨ દિવસમાં ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થાય તો શું કરવું ?

image soucre

બેંકો એ એક જુલાઈ, ૨૦૧૧થી ફરિયાદ મળ્યાના સાત કાર્યકારી દિવસો બાદ વિલંબ માટે ગ્રાહકો ને દરરોજ સો રૂપિયા ચૂકવવા પડે છે. ગ્રાહક ના દાવા વિના તેને ગ્રાહકના ખાતામાં જમા કરવા પડશે. કોઈ પણ ગ્રાહક વિલંબ માટે આવા વળતર માટે હકદાર હશે જો તે વ્યવહાર ના ત્રીસ દિવસ ની અંદર જારી કરતી બેંક સાથે દાવો કરે.

માંગ મુજબ પૈસા પરત ન આવે તો ગ્રાહક પાસે શું વિકલ્પ છે ?

આવી તમામ ફરિયાદો માટે જ્યારે બેંક ને જવાબ ન મળે ત્યારે ગ્રાહક સ્થાનિક બેંકિંગ લોકપાલ પાસે પણ ફરિયાદ નોંધાવી શકે છે.