કોથમીર વડી (મહારાષ્ટ્રીયન ડીશ) – આ વડી તમે બે દિવસ સુધી ખાઈ શકો છો તો આ દિવસોમાં ખાસ બનાવજો..

કોથમીર વડી (મહારાષ્ટ્રીયન ડીશ)

સામાન્ય રીતે કોથમીર જ્યારે કોઇ વાનગીમાં ઉમેરવામાં આવે ત્યારે તે વાનગીની યોગ્યતામાં વધારો કરે છે. જ્યારે અહીં વપરાયેલા મસાલા કરતા વધુ તેની મધુર ખુશ્બુ આ કોથમીર ને સુવાસિત બનાવે છે. આ કોથમીર વડી બનાવવામાં પણ બહુ સરળ છે અને તેમાં વપરાતા મસાલા આપણા રસોડામાં હાથવગા મળી રહે એવા છે એટલે તે ગમે ત્યારે બનાવી શકાય એમ છે, અને તેને દરરોજની જરૂરીયાત જેવી પણ ગણી શકાય.

મિત્રો અમે તમારા માટે અવાર નવાર અલગ અલગ વાનગીઓની રેસીપી લઈને આવતા રહીએ છે. જેથી તમે તમારા સમય અનુસાર નવી નવી વાનગીઓ બનાવીને આખા પરિવાર સાથે એનો આનંદ માણી શકો.આને આ શ્રેણીમાં આજે અમે એક નવી વાનગીની રેસીપી ઉમેરવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે આ વાનગી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે.

અને આ હેલ્ધી પણ છે. તો મિત્રો આજે અમે તમારા માટે કોથમીર વડી બનાવવાની રેસીપી લઈને આવ્યા છે. આને બનાવવી પણ સરળ છે અને એનો સ્વાદ પણ ઘણો મસ્ત હોય છે. તો આવો તમને જણાવીએ કે, કઈ રીતે તમે કોથમીર વડી ઘરે જ બનાવી શકો છો.

સામગ્રી

  • – ૧ કપ ઝીણી સમારેલી કોથમીર
  • – ૧.૧/૨ બેસન
  • – અડધી ચમચી હળદર
  • -૧ ચમચી લાલ મરચું પાવડર
  • – અડધી ચમચી આદુની પેસ્ટ
  • – અડધી ચમચી મરચાની પેસ્ટ
  • – પા ચમચી હિંગ
  • – એક ચમચી તેલ
  • – મીઠુ સ્વાદ મુજબ
  • – પા કપ શેકેલા સિંગદાણાનો ભૂકો
  • – તેલ તળવા માટે
  • – પાણી જરૂર મુજબ

બનાવવાની રીત:

○ સૌપ્રથમ એક બાઉલમાં બેસન કોથમીર હળદર લાલ મરચું પાવડર આદુ મરચાની પેસ્ટ હિંગ તેલ મીઠું સીંગદાણાનો ભૂકો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો …

○હવે તેમાં પાણી ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ ખમણનું ખીરૂં ની consistency તૈયાર કરી લો …

○હવે આ ખીરું ને ગ્રીસ કરેલી થાળી માં પાથરી ઢોકળાના કુકરમાં 12 થી 15 મિનિટ માટે બાફી લો બફાઈ જાય એટલે તેને ચોરસ એકસરખા પીસ પાડીને ઠંડા કરી તેને તેલમાં તળી લો પછી તેને મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો…

○ કોથમીર વળી ને એકથી બે દિવસ માટે તમે સાચવી શકો છો અને ઠંડી ખાવાથી પણ ખૂબ જ સારી લાગે છે…

નોંધ :

– સાતમ માં આ ડીશ બનાવી શકીયે છે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.