કેબિનેટ મંત્રી બનનાર કુંવરજી બાવળિયા નવા મંત્રીમંડળમાં ફેંકાઇ ગયા હતા, બાવળિયાએ કહ્યું હતું કે, જો ટિકિટ નહીં મળે તો ત્યારે જોઇ લઇશું.

ભાજપમાં પરિવર્તનનો દૌર ચાલ્યો, અને કેટલાય નેતાઓ નારાજ થયા.. ત્યાં સુધી કે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ નારાજ થયા, પરંતુ થોડા સમયમાં નારાજગીના સૂરને ઠંડો પાડી દેવામાં આવ્યો. જો કે તે તો મૂળ ભાજપના જ હતા માટે ઘીના ઠામમાં ઘી ઠરી ગયું. પરંતુ જેમને મોટા મોટા સ્વપ્ના બતાવીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા, અને તેમના પત્તા કપાયા તો નારાજગી હવે ઘમકીના સ્વરૂપમાં બદલાઇ ગઇ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને સીધું કેબિનેટનુ પદ મળી ગયું. તો ખૂબ રાજી રાજી થઇ ગયા. અને તે જ નેતાને સત્તા વિનાના કરી નાંખ્યા તો હવે ધમકીના સૂર રેલાવવા લાગ્યા. વાત છે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવી સીધા જ કેબિનેટ મંત્રી બનનાર કુંવરજી બાવળિયાની.. કે જે નવા મંત્રીમંડળમાં સાવ ફેંકાઇ ગયા, ભાજપની નો રિપીટ થિયરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ લાગુ પડે તો અનેક ધારાસભ્યો પર જોખમ ઊભું થઇ શકે તેમ છે.. અને તેવા સંજોગોમાં બાવળિયાએ કહ્યું હતું કે, જો ટિકિટ નહીં મળે તો ત્યારે જોઇ લઇશું.

તીરની જેમ શબ્દો નીકળી ગયા બાદ બાવળિયાએ મૌન સેવી લીધું

image soucre

ટિકિટ માટે પોતાની દાવેદારીને મજબૂત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની આઠ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો તેને વિધાનસભાની સીટો ગુમાવવાનો વારો આવશે.

image soucre

આ શબ્દો બોલ્યા બાદ બાવળિયાને વાસ્તવિક સ્થિતિ સમજાઇ હતી અને મૌન સેવી લીધું હતું, જોકે આ શબ્દોના ઘેરા પડઘા પડવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાજપના મોવડી મંડળને દબાવવાના પ્રયાસરૂપે બાવળિયા ઉત્સાહમાં જે બોલી ગયા બાદ તેમણે એવું પણ કહ્યું હતું કે, પોતે હાલમાં ભાજપમાં જ છે અને ભાજપ તેમને ટિકિટ આપશે.

image soucre

ભાજપ શિસ્તમા માનનારી પાર્ટી છે, અને માટે જ કોઇપણ નેતા પોતાની નારાજગી ખુલ્લેઆમ દર્શાવી શક્તા નથી. પરંતુ કદાચ કુંવરજી બાવળીયા આ વાત ભૂલીને પોતાની જૂની પાર્ટીની જેમ નેતાગીરીનુ નાક દબાવવા ગયા. પરંતુ પછી જાણે તેમને ભાન થયું હોય તેમ વાતને વાળી લીધી અને કહેવુ પડ્યું કે પોતે હાલ ભાજપમાં જ છે અ ભાજપ તેમને ટિકિટ આપશે. હવે સવાલ એ થાય કે જો કુંવરજી બાવળીયાનુ પત્તુ કપાયુ તો શું ભાજપમાં પણ કોંગ્રેસ વાળી થશે.?