ડાઈવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતાં ટ્રક સાથે તેમની કાર અથડાતા અકસ્માત સર્જાયો, ઉતાર-ચઢાવને કારણે અકસ્માત

ટ્રાફિકના નિયમોનુ પાલન ન કરવાના કારણે અને ન કરાવવાના કારણે કેવા ગંભીર પરિણામો આવી શકે છે તેનુ વધુ એક ઉદાહરણ અમદાવાદ – રાજકોટ રોડ પર જોવા મળ્યું.. રાજકોટથી કારમાં પરત આવતા પરિવારને એવો ગમખ્વાર અકસ્માત નડ્યો કે દાદા – દાદીની સાથે માસૂમ પૌત્રીનો પણ જીવ ગયો.

રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા, અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થઈ ગયો

image soucre

લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડના કામચાલતા હોવાથી રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું અવસાન થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી જેને પાણશીણા પોલીસ દૂર કરી હાઈવે રોડ ફરીથી કાર્યરત કર્યો હતો.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેનું 6-લાઈનનું કામ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રોડ નિર્માણ પૂરું થવાનું નામ જ નથી લેતું. રોડ પર આપેલા ડાઈવર્ઝન, ઉતાર-ચઢાવને કારણે અકસ્માતો સર્જાય છે. છતાં સિક્સ લાઈન રોડનું નિર્માણ કરનાર કંપની કાચબાની ઝડપથી કામ કરી રહી હોય તેવી અનેક ફરિયાદો ઉઠી છે. અમદાવાદ, ઉદય મહેનત પૂરા આંબાવાડી છાપરામાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની

પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા.

image soucre

તા.13ની સાંજે રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડના કામને કારણે આપેલા ડાઈવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતાં ટ્રક સાથે તેમની કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે હિરાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી જેને પાણશીણા પોલીસે હલ કરી રોડ ફરીથી કાર્યરત કર્યો હતો.

image soucre

લીંબડી 108ના પાયલોટ દેવરાજસિંહ વાઘેલા અને ઈએમટી અમૃત ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ હિરાબેનને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા સૂચન કર્યું હતું. હિરાબેન અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તા વચ્ચે તેમને પણ દમ તોડી દીધો હતો. કાળમુખો અકસ્માત દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીને ભરખી ગયો હતો.