આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક એવી વસ્તુ, જેનાથી થશે આટલા બધા ફાયદા..

હિન્દુ ધર્મમાં શંખનુ વિશેષ મહત્વ છે. આ મુખ્ય રૂપે બે પ્રકારના શંખ હોય છે. એક દક્ષિણાવર્તી અને બીજો વામાવર્ત. તેમા જે દક્ષિણની તરફ ખુલે છે. તેને તંત્ર સાક્ષાત લક્ષ્મીજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે આ શંખ મંત્ર સિદ્ધ ન થાય છતા પણ તેને ઘરમાં મુકવાથી દરેક પ્રકારનો અભાવ ખતમ થઈ જાય છે. દક્ષિણાવર્તી શંખનું શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે. વિધિ વિધાનથી પૂજા કર્યા પછી તેને સ્થાપિત કરવાથી લાભ થાય છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને ફાયદો થશે.

image socure

દક્ષિણાવર્તી શંખ જો વિધિપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં ધનની કમી નથી વર્તાતી. દક્ષિણાવર્તી શંખને શુદ્ધિકરણની યોગ્ય વિધિ સાથે ઘરમાં રાખવામાં આવે તો ધનની ક્યારેય કમી નથી વર્તાતી. શુદ્ધિકરણ વગર દક્ષિણાવર્તી શંખ રાખવામાં આવે તો તેના પ્રભાવોમાં તે નિષ્ક્રિય રહે છે.

શુદ્ધિકરણની વિધિ

image soucre

આવો જાણીએ કઈ રીતે દક્ષિણાવર્તી શંખને શુદ્ધ કરવામાં આવે છે અને તે તમારા માટે ધન વૃદ્ધિકાર સાબિત થઈ શકે છે. તેના માટે સૌથી પહેલા તમારે એક લાલ કપડું લેવાનું છે જેના પર શંખ મૂકો. હવે શંખમાં ગંગાજળ ભરી લો. આ પછી આસન પર બેસીને પાંચ વખત આ મંત્રનો જાપ કરો- ‘ॐ श्री लक्ष्मी सहोदराय नम:’

મંત્રજાપની વિધિ

બ્રહ્મ મુહૂર્ત કે સૂર્યોદય પહેલા સ્નાન કર્યા પછી આ ક્રિયા કરો. અઠવાડિયામાં કોઈ પણ દિવસે આ મંત્રજાપ કરી શકો છો પણ ધ્યાન રાખો કે આ મંત્ર તમારે 5 વખત કરવાનો છે. દક્ષિણાવર્તી શંખની શુદ્ધિ થઈ જશે.

દક્ષિણાવર્તી શંખના લાભ

image soucre

દક્ષિણાવર્તી શંખને ધન-સંગ્રહમાં રાખવાથી ધન એટલે કે આર્થિક લાભ, અન્ન-સંગ્રહમાં રાખવાથી અન્ન એટલે સમૃદ્ધિ અને વસ્ત્ર-સંગ્રહમાં રાખવાથી વસ્ત્ર એટલે કે ભૌતિક સુખ સુવિધાની વૃદ્ધિ થાય છે.

મનને શાંતિ મળશે

બેડરુમમાં આ શંખને રાખવાથી માનસિક શાંતિનો અનુભવ થશે, અને ચારે તરફથી સકારાત્મક ઉર્જા ફેલાય છે.

આ રીતે દુર્ભાગ્યને દૂર કરો

દક્ષિણાયન શંખમાં સ્વચ્છ પાણી ભરીને કોઈ વ્યક્તિ, સ્થાન કે વસ્તુ પર છાંટવાથી દુર્ભાગ્ય, તંત્ર-મંત્ર અને અભિશાપની અસરનો અંત આવી જાય છે.

ખરાબ તત્વો રહેશે દૂર

જો તમને લાગતું હોય કે તમારી પર કે તમારી પ્રિય વ્યક્તિ પર કોઈ વિદ્યા કરવામાં આવી છે તો શંખને રાખવાથી આ પ્રભાવ નિષ્ક્રિય થઈ જશે.

ઘરનું વાતાવરણ સારું થશે

દક્ષિણાવર્તી શંખને ઘરમાં રાખવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ દૂર રહે છે, અને ઘરનું વાતાવરણ ખુશ-ખુશાલ રહે છે.

સમસ્યાઓ દૂર ભાગશે

જો તમારી આર્થિક તકલીફ હોય તો તમે દક્ષિણાવર્તી શંખને વિધિ-વિધાન સાથે ઘરે સ્થાપિત કરો. તમને અહેસાસ થશે કે તમારી સમસ્યાઓ તમારાથી દૂર ભાગી રહી છે.

આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીનો પ્રિય શંખ જેનાથી થશે આ 9 ફાયદા..

  • 1. આ શંખમાં પાણી ભરીને પૂજા સ્થાન પર મુકો તેને ઘરમાં છાંટો.. નકારાત્મકતા ખતમ થશે.
  • 2. શંખમાં જળ ભરીને મહાલક્ષ્મીનુ પૂજન કરવાથી ઘરમાં બરકત રહે છે.
  • 3. આ શંખને ઘરના પૂજા સ્થાનમાં મુકવાથી દરેક સંકટ દૂર થાય છે.
  • 4. જો આ શંખ સામે રોજ અગરબત્તી લગાવવામાં આવે તો યશ અને પ્રસિદ્ધિ વધે છે.
  • 5. દિવાળીના દિવસે પૂજા કર્યા પછી આ શંખને તિજોરીમાં મુકવાથી ઘરમાં અક્ષય ધન આવે છે.
  • 6. પૂજન પછી રોજ આ શંખમાં દૂધ ભરીને જો વાંઝણી સ્ત્રી પીવે તો તેને સંતાન સુખ મળે છે.
  • 7. રોજ પૂજા સમયે તેમા જળ ભરીને મુકો અને આ જળને પીવો. તમારી અંદર ચમત્કારી આકર્ષણ ઉત્પન્ન થશે.
  • 8. શંખનુ પૂજન અત્તર અને ગુલાલથી કરો. તેની સામે નૈવેદ્ય મુકો અને શ્રી સુક્તનો પાઠ કરો. માનસિક શાંતિ મળશે
  • 9. દિપાવલીના દિવસે શંખનુ પૂજન કરી શ્રી સુક્ત શ્લોકો દ્વારા આહુતિ આપવાથી ઘરમાં સ્થાઈ લક્ષ્મીનો નિવાસ થાય છે.