ધનતેરસ પર બની રહ્યા છે બે શુભ યોગ, આ સમયે ખીરદી કરવાથી થશે ત્રણ ગણો લાભ

ધનતેરસનો તહેવાર નવી વસ્તુઓની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એને ધન ત્રયોદશી અને ધનવંતરી જયંતિ પણ કહેવામાં આવે છે. ધનતેરસે બજારમાંથી વાસણ, સોના ચાંદીની વસ્તુઓ, માટીના દિવા કે ઘરનો સામાન ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસનો તહેવાર આ વખતે મંગળવારે 2 નવેમ્બરે મનવવામાં આવશે. જ્યોતિષાચાર્ય ડૉ અરુણ કુમાર શર્મા અનુસાર આ વર્ષે ધનતેરસના દિવસે બની રહેલા બે શુભ યોગ તહેવારનું મહત્વ વધારી રહ્યા છે.

ધનતેરસના દિવસને ખૂબ જ શુભ ગણવામાં આવતો ત્રીપુષ્કર યોગ બની રહ્યો છે. આ યુગમાં ખરીદી કરનારને નિશ્ચિત રીતે ભાગ્યોદય થશે. આ શુભ યોગ મંગળવાર અને બારસની તિથિના સંયોગથી બને છે. જો કે બારસ તિથિ 1 નવેમ્બરે શરૂ થઈને 2 નવેમ્બરે સવારે 11: 30 સુધી જ રહેશે. એટલે ત્રિપુષ્કર યોગનો લાભ મંગળવારે 2 નવેમ્બરે સૂર્યોદયથી લઈને સવારે સાડા 11 વાગ્યા સુધી જ લઈ શકાય છે.

કેમ ખાસ છે ત્રિપુષ્કર યોગ

image socure

ત્રિપુષ્કર યોગમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે..જ્યોતિષવીદ અનુસાર આ શુભ ઘડીમાં ખરીદી કરવાનો લાભ ત્રણ ગણા સુધી વધે છે. દાખલા તરીકે જો ત્રિપુષ્કર યોગમાં તમે ઘર, વાહન કે ઘરેણાં ખરીદો છો તો ભવિષ્યમાં એના ત્રણ ગણા વધવાની શકયતાઓ વધુ હોય છે. આ અવધિમાં તમે મનમુજબ વસ્તુઓ ખરીદીને ઘરે લાવી શકો છો.

લાભ અમૃત યોગ

image soucre

જયોતિષવીદ અનુસાર ધનતેરસના દિવસે બીજો શુભ યોગ લાભ અમૃત યોગ છે. બજારમાં નવી વસ્તુઓની ખરીદી માટે લાભ અમૃત યોગને ઉત્તમ માનવામાં આવે છે. ધનતેરસન દિવસે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે દોઢ વાગ્યા સુધી લાભ અમૃત યોગ રહેશે. ત્રિપુષ્કર યોગ અને લાભ અમૃત યોગનો સમય જોડી લેવામાં આવે તો ધનતેરસના દિવસે સૂર્યોદયથી લઈને બપોરે દોઢ વાગ્યા સુધી ખરીદી કરવું શુભ રહેશે.

ભૌમ પ્રદોષ વ્રત

image soucre

મંગળવારે 2 નવેમ્બરે ભૌમ પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભૌમ પ્રદોષ વ્રત અને ધનતેરસના સંયોગમાં અમુક વસ્તુઓની ખરીદી વધુ સકારાત્મક પરિણામ આપે છે. આ દિવસે ઘર, દુકાન, જમીન કે લેન્ડ એન્ડ પ્રોપર્ટીના ક્ષેત્રમાં રોકાણ કરવાથી મોટો લાભ મળે છે.

ધનતેરસની તિથિ અને શુભ મુહૂર્ત

image soucre

ધનતેરસ આ વર્ષે 2 નવેમ્બર 2021ને મંગળવારના રોજ આવી રહી છે. તમને જણાવી દઈએ કે 2 નવેમ્બરે પ્રદોષ કાળ સાંજે 5 વાગ્યાને 37 મિનિટથી રાત્રે 8 વાગ્યાને 11 મિનિટ સુધી રહેશે. તો વૃષભ કાળ સાંજે 6.18 મિનિટથી સાંજે 8 14 મિનિટ સુધી રહેશે. ધનતેરસના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6 18 મિનિટથી રાત્રે 8 11 મિનિટ સુધી રહેશે.