બોલિવુડના 10 સૌથી વિવાદિત અને ચર્ચિત પ્રણય ત્રિકોણ, અમિતાભનું નામ છે ટોપ પર

બોલિવૂડ સ્ટાર્સના લવ અફેરના સમાચાર હંમેશા સામાન્ય લોકોમાં ઉત્સુકતાનો વિષય રહ્યા છે. કેટલાક સ્ટાર્સનું પ્રેમપ્રકરણ સફળ રહ્યું છે તો કેટલાકના સંબંધોનો અંત આવી ગયો છે. તો જાણી લો બોલિવૂડના આવા જ કેટલાક વાસ્તવિક પ્રેમ ત્રિકોણ વિશે.

રેખા-અમિતાભ બચ્ચન- જયા ભાદુરી

image soucre

રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી દો અંજાનેના સેટ પર શરૂ થઈ હતી અને ફિલ્મ સિલસિલાના સેટ પર પૂરી થઈ હતી. અમિતાભના લગ્ન જયા સાથે થયા હોવા છતાં, એવા અહેવાલો હતા કે તેમણે રેખા સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા, કારણ કે રેખા ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને આવી હતી. પરંતુ જ્યારે રેખા અને અમિતાભને ખબર પડી કે તેમના પ્રેમનું કોઈ ભવિષ્ય નથી, ત્યારે તેઓ અલગ થઈ ગયા.

.
દીપિકા પાદુકોણ- રણવીર સિંહ- કેટરીના કેફ

image soucre

દીપિકા અને રણબીર તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મળ્યા હતા, તેઓ મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. પરંતુ બે વર્ષ પછી એમનું બ્રેકઅપ થઈ ગયું, જ્યારે દીપિકાને ખબર પડી કે રણબીર તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને કેટરિના સાથે પણ રોમાન્સ કરી રહ્યો છે. રણબીરે પણ સ્વીકાર્યું કે તે દીપિકા સાથે છેતરપિંડી કરી રહ્યો હતો

શાહિદ કપૂર-કરીના કપૂર- સૈફ અલી ખાન

image soucre

મિત્રતા બાદ શાહિદ અને કરીના પ્રેમમાં પડ્યા, પરંતુ થોડા વર્ષો પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ. દરમિયાન, જ્યારે શાહિદને ખબર પડી કે કરીનાએ ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન સાથે વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી જે બાકી હતું એ પણ પૂરું થઈ ગયું. ત્યારબાદ કરીનાએ શાહિદને છોડી દીધો અને સૈફને ડેટ કરવા લાગી.

હરમન બાવેજા- પ્રિયંકા ચોપરા- શાહિદ કપૂર

image soucre

લવસ્ટોરી 2050 ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકા અને હરમન વચ્ચે નિકટતા વધી હતી, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી અને તેમના સંબંધો પણ ખરાબ થયા હતા. કમીનેના શૂટિંગ દરમિયાન પ્રિયંકાને શાહિદ સાથે પ્રેમ થઈ ગયો, પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.

સુઝેન ખાન- ઋત્વિક રોશન- બરબરા

image soucre

ૠતિક રોશને તેની બાળપણની મિત્ર સુઝેન ખાન સાથે 2000માં લગ્ન કર્યા હતા. ફિલ્મ કાઈટ્સના શૂટિંગ દરમિયાન હૃતિક અને બાર્બરાના અફેરના સમાચાર સાંભળવા મળ્યા હતા, જો કે બંનેએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી, પરંતુ 2014માં સુઝેન અને રિતિકે છૂટાછેડા લીધા હતા અને તેમના 14 વર્ષ જૂના સંબંધોનો અંત આણ્યો હતો.

સલમાન ખાન- ઐશ્વર્યા રાય- વિવેક ઓબરોય

image soucre

હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના શૂટિંગ દરમિયાન, એશ અને સલમાન એકબીજાના પ્રેમમાં પડ્યા, પરંતુ ટૂંક સમયમાં જ તેમના સંબંધોમાં તિરાડ આવવા લાગી, જ્યારે સલમાન પર એશ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લાગ્યો. તે સમયે એશને વિવેક ઓબેરોયનો પ્રેમ એક આધાર તરીકે મળ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં આ સંબંધ પણ તૂટી ગયો હતો

ઝરીના વહાબ- આદિત્ય પંચોલી- કંગના

image soucre

બોલિવૂડમાં સંઘર્ષના સમયગાળા દરમિયાન, કંગના આદિત્ય પંચોલીને મળી અને તેના કરતા 20 વર્ષ મોટા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી. તે સમયે આદિત્ય પંચોલી પરિણીત હતો અને તે બે બાળકોનો પિતા પણ હતો, પરંતુ તેમ છતાં તેને આટલી નાની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારપછી કંગનાએ આદિત્ય પંચોલી પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ બંનેના સંબંધોનો અંત આવ્યો હતો.

ડીનો મોર્યો- બિપાશા બાસુ- જોન અબ્રાહમ

image soucre

બિપાશા લાંબા સમય સુધી ડિનો મોરિયા સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. તે પછી બિપાશાએ ફિલ્મ જિસ્મમાં તેના કો-સ્ટાર જોન અબ્રાહમને ડેટ કરવાનું શરૂ કર્યું. 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ જ્હોન અને બિપાશા અલગ થઈ ગયા. ડીનો અને બિપાશા વચ્ચે હજુ પણ મિત્રતા છે.

શિલ્પા શેટ્ટી- અક્ષય કુમાર- ટ્વીનકલ ખન્ના

image soucre

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનો રોમાંસ મેં ખિલાડી તુ અનારીના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. શિલ્પા અક્ષયના પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી.પરંતુ જ્યારે શિલ્પાને ખબર પડી કે અક્ષય તેની સાથે ટ્વિંકલને ડેટ કરી રહ્યો છે ત્યારે શિલ્પા સંપૂર્ણપણે ભાંગી પડી અને અક્ષય કુમાર સાથે સંબંધ તોડી નાખ્યો. ત્યારબાદ અક્ષયે ટ્વિંકલ સાથે લગ્ન કર્યા.

સલમાન ખાન- કેટરીના કેફ- રણબીર કપૂર

image soucre

કેટરીના કૈફે સલમાનને ડેટ કરવાનું શરૂ કર્યું અને તેની કારકિર્દી પણ ઉંચાઈઓને સ્પર્શવા લાગી. રણબીર અને કેટરીનાનો રોમાંસ ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો, તે સમયે દીપિકા રણબીરની ગર્લફ્રેન્ડ હતી. આ રીતે, છેતરપિંડીના સમાચાર વચ્ચે, કેટરિના અને રણબીરે તેમના પાર્ટનરને છોડી દીધા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા.