7 સુંદર વાતો જે આ બૉલીવુડ એક્ટર્સે એમના લાઈફ પાર્ટનરના વખાણમાં કહી છે.

બૉલીવુડ સ્ટાર્સ ફક્ત સ્ક્રીન પર જ નહિ રિયલ લાઈફમાં પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને એમના બેટર હાફની નાની નાની આદતોને પણ એડમાયર કરે છે. તો ચાલો અમુક એવા સ્ટાર્સ વિશે જાણી લઈએ જેમને પબ્લિકલી એમના પાર્ટનરના ખુલીને વખાણ કર્યા છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

image soucre

કરીના કપૂર હમેશા કહે છે કે સૈફ અને એ બિલકુલ એક સરખા છે..બિલકુલ મિરર ઇમેજની જેમ જ. કદાચ એટલે જ અમારા બન્નેમાં બહુ જ સારું બોન્ડિંગ છે. જ્યારે અમુક વાર અમારા વચ્ચે તું તું મેં મેં થાય છે. તો મારે જ મેચ્યોરિટી બતાવવી પડે છે. જ્યારે સૈફ મારા કરતાં 10 વર્ષ મોટા છે. પણ એ પણ હકીકત છે કે સૈફ મને ખુબ જ પેમ્પર કરે છે, એક્સ્ટ્રા અટેન્સન આપે છે… તમે કહી શકો છો કે મને સંપૂર્ણપણે બગાડી નાખી છે સૈફ એ.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

image soucre

રણબીર કપૂર અને આલિયાની રિલેશનશિપ એક રીતે હવે ઓફિશિયલ થઈ ગઈ છે. બન્ને ખૂબ જ સારું બોન્ડિંગ તો શેર કરે જ છે. એમના બોન્ડિંગની ત્યારે બહુ ચર્ચા થઈ હતી જ્યારે એક ઇન્ટરવ્યૂમાં રણબીરે આલિયાના વખાણ કરતા કહ્યું હતું કે આલિયા સાથે પ્રેમમાં હોવું એક પ્રકારની ખુશી છે. હું હવે ખૂબ જ પોઝિટિવ થઈ ગયો છું અને એનો શ્રેય હું આલિયાને આપૂ છું. એ સિવાય રણવીરે એક એકટર તરીકે પણ આલિયાના ખૂબ જ વખાણ કર્યા હતા. આલિયા ખૂબ જ ડેડીકેટેડ એક્ટ્રેસ છે. આ ઉંમરમાં આટલું ડેડીકેટેડ હોવું બહુ મોટી વાત છે. એમના કામને લઈને ખૂબ જ ફોક્સડ છે. એ ઉમદા એક્ટ્રેસ તો છે જ સાથે કામ કરનાર લોકોનો સાથે પણ ખૂબ જ હેલ્પફુલ રહે છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન

image soucre

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બોલિવુડના પરફેક્ટ કપલ છે. લગ્નના આટલા વર્ષો પછી પણ બન્નેની કેમેસ્ટ્રી એવીને એવી જ છે. અભિષેક ઐશ્વર્યાની સુંદરતા, કુકિંગ સ્કિલ, એમના સ્વભાવથી લઈને એમના ટેલેન્ટ સુધીના ઘણીવાર પબ્લિકલી ખુલીને વખાણ કરી ચુક્યા છે. એકવાર તો એમને કહ્યું હતું કે અમે આટલા વર્ષો એકસાથે વિતાવી દીધા પણ આજે પણ સવારે ઉઠતા જ જોઉં છું કે મારી બાજુમાં એશ છે તો વિશ્વાસ નથી થતો. કદાચ આ મારા જીવનની સૌથી મોટી ખુશી છે. તો ઐશ્વર્યા પણ અભિષેકના વખાણ કરતા થાકતી નથી. અભિષેક વેલ મેનર્ડ માણસ છે અને તોફાની પણ, એમનું આ કોમ્બિનેશન મને ખુબ જ ગમે છે. એ લવિંગ છે, ક્યૂટ છે અને થોડા નાના બાળક જેવા પણ જે એમને પરફેક્ટ હસબન્ડ બનાવે છે.

શાહરુખ ખાન અને ગૌરી ખાન

image soucre

શાહરુખ ખાન અને ગૌરી ખાનના સંબંધની વચ્ચે ક્યારેય સ્ટારડમ નથી આવ્યું. ગૌરી કહે છે કે શાહરુખ મારી જિંદગી છે અને મારી બધી જ ખુશીઓ શાહરુખ અને મારા બાળકોની આસપાસ જ ફરતી રહે છે. એમના જેવા બેસ્ટ હસબન્ડ અને ફાધર મને મળી જ નથી શકતા. હું સાચે ખૂબ જ સૌભાગ્યશાલી છું કે મને એ મળ્યા. હું એવી વ્યક્તિ નથી જે હમેશા શાહરૂખના વખાણ કરું. એમના માટેનો મારો પ્રેમ મન્નતની ચાર દીવાલોની અંદર છે.

શાહિદ કપુર અને મીરા રાજપૂત

image soucre

મીરાને એકવાર જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા બેસ્ટ શોપિંગ પાર્ટનર કોણ છે તો એમને તરત કહ્યું કે શાહિદ કપૂર. એ દરેક રીતે બેસ્ટ છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

image soucre

કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન પછી બિપાશા કદાચ જ ક્યારેય હસબન્ડ વગર દેખાઈ હશે. બન્ને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. દરેક ઇવેન્ટમાં સાથે દેખાય છે. એકવાર જ્યારે બિપાશાને પૂછવામાં આવ્યું કે કોઈ ઇવેન્ટમાં કરણ સાથે જવું કેવું લાગે છે તો એમને કહ્યું કે કરણનો સાથ મને દુનિયાની સૌથી સારી ફીલિંગ આપે છે. કરણ સાથે હોય તો અમે બધો જ સમય વાતચીત કરી શકીએ છીએ. શુ સારું લાગ્યું અને શું ખરાબ, એના પર ડિસ્કસન કરી શકીએ છીએ. અને સૌથી મોટી વાત હું એમના પોકેટમાં ટીશયું પેપર્સ મૂકી શકું છું કારણ કે મારી પાસે તો ખિસ્સું હોતું જ નથી.