લાઈમલાઈટથી દુર જ રહે છે બિગ બોસના આ વિનર્સ, શોની અંદર સાદગી બતાવીને જીત્યા હતા ટ્રોફી

બિગ બોસ ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી વિવાદાસ્પદ શો રહ્યો છે. આ શો વર્ષ 2006માં આવ્યો હતો અને હવે આ શો તેની 15મી સીઝનના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ શોની પહેલી સીઝનથી લઈને 15મી સીઝન સુધીની સફર ઘણી જોરદાર રહી છે. ચાહકો દ્વારા કેટલીક સીઝનને કંટાળાજનક કહેવામાં આવી હોવા છતાં, કેટલીકને રેકોર્ડબ્રેક ટીઆરપી મળી હતી. ટૂંક સમયમાં જ આ સિઝનનો વિજેતા દરેકની સામે જાહેર થવા જઈ રહ્યો છે. આજે અમે બિગ બોસના એવા વિજેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ ટ્રોફી જીત્યા પછી પણ લાઇમલાઇટથી દૂર રહે છે.

બિગ બોસ 1

image soucre

રાહુલ રોયે બિગ બોસની પ્રથમ સિઝન જીતી હતી. આ પછી રાહુલ રોય જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તે ચર્ચામાં આવ્યા હતા. આ પછી, રાહુલ છેલ્લી વખત તેની તબિયતના કારણે ચર્ચામાં આવ્યા. અભિનેતાને વર્ષ 2020માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. હાલ રાહુલની તબિયત સારી છે અને તેમની તબિયતનું ધ્યાન રાખી રહ્યા છે.

બિગ બોસ 2

image soucre

આશુતોષ કૌશિકે તેની બીજી સીઝન પોતાના નામે કરી. આ પહેલા આશુતોષે એમટીવી રોડીઝની પાંચમી સીઝન પણ જીતી હતી. બિગ બોસ પછી, આશુતોષ જીલ્લા ગાઝિયાબાદ, શોર્ટકટ રોમિયો અને કિસ્મત લવ પૈસા દિલ્હી સહિત ઘણી ફિલ્મોમાં દેખાયા. ફિલ્મોમાં આવ્યા બાદ આશુતોષનું નામ ઘણા વિવાદોમાં પણ આવ્યું. ક્યારેક તેના પર ફોટોગ્રાફર્સ સાથે ગેરવર્તનનો આરોપ લાગ્યો તો ક્યારેક તે કેફેની બહાર લડતો જોવા મળ્યો. હવે તે લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર છે.

બિગ બોસ 3

image soucre

વિંદુ દારા સિંહે બિગ બોસ 3ની ટ્રોફી જીતી હતી. બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ તેણે કેટલીક ફિલ્મો અને શોમાં પણ કામ કર્યું હતું. તે જોકર, હાઉસફુલ 2 અને સન ઓફ સરદારમાં કામ કરતો જોવા મળ્યો હતો પરંતુ હવે તે ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણપણે દૂર પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન જીવી રહ્યો છે

બિગ બોસ 5

image soucre

જૂહી પરમાર સિરિયલ ‘કુમકુમ’માં ભજવેલા પાત્રને કારણે ઘર-ઘર જાણીતી હતી. તેણે બિગ બોસ સીઝન પાંચની ટ્રોફી કબજે કરી હતી. જુહીએ વર્ષ 2012માં બિગ બોસ જીત્યો હતો અને ત્યારબાદ તેણે સંતોષી મા, કર્મફળ દાતા શનિ અને તંત્રમાં પણ કામ કર્યું હતું. હવે તે ટીવી શોમાં ભાગ્યે જ જોવા મળે છે.

બિગ બોસ 6

image soucre

કસૌટી ઝિંદગી કી સિરિયલમાં કોમોલિકા બનેલી ઉર્વશી ધોળકિયા બિગ બોસની છઠ્ઠી સિઝન જીતી હતી. ઉર્વશી ધોળકિયા તે સમયે વ્યસ્ત ટીવી કલાકારોમાંની એક હતી. તે છેલ્લે વર્ષ 2019માં ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે સિઝન 9’માં જોવા મળી હતી.

બિગ બોસ 10

image soucre

આ શો જીત્યા બાદ મનવીર ગુર્જર રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ પછી તેણે રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. ફિલ્મોની વાત કરીએ તો મનવીરે ‘આજ કી અયોધ્યા’માં કામ કર્યું હતું. ત્યારથી તેઓ ક્યાં છે તેની જાણકારી મળી નથી.