આ જીવડાથી લોકો ત્રાસી ગયા છે જોરદાર, કારણકે ખેતરમાં આ રીતે કરે છે પાકને નુકસાન

સુરેન્દ્રનગર બાદ હવે ભાવનગરમાં પણ ત્રાટકયા તીડનાં ટોળા

image source

આખું ગુજરાત રાજ્ય કોરોનાની ઝપેટમાં લેવાયું છે અને કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે તીડનાં ટોળાનાં ત્રાસના કારણે આલના ખેડૂત ભાઈઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હાલ આ તીડનું આક્રમણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. અને એનાથી બિચારા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તીડનું મોટું ઝુંડ ખેતરોમાં ઉતરી આવ્યું

image source

ઉત્તર ગુજરાતમાં સુરેન્દ્રનગરની આસપાસ જોવા મળેલા તીડના ટોળા હવે ભાવનગર જિલ્લા સુધી પહોંચી ગયા છે. ભાવનગરના વલ્લભીપુરના નસીતપુર, તેમજ મોટી ધરાઇ ગામે રાતના સમયે ઓચિંતું જ તીડનું ટોળું ખેતરોમાં ધસી આવ્યું. ને આમ એકાએક ખેતરોમાં તીડના ટોળાના હુમલાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઇ છે. પહેલા જ કોરોના વાયરસને કારણે ખેડૂતો ઘણું નુકશાન ભોગવી ચુક્યા છે એમાં આ તીડના ટોળાંએ ખેતરના ઉભા મોલને નુકશાન પહોંચાડી ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે.

મોરબીના હળવદમાં તીડના ટોળા દેખાતા કામગીરી શરૂ

image source

સુરેન્દ્રનગર બાદ હવે ભાવનગરમાં પણ તીડે આક્રમણ કર્યુ છે. મોરબીના હળવદમાં તીડનુ ટોળું દેખાયું છે. તેથી રણકાંઠા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ઇસનપુર અને માલણીયાદ ગામમાં 45 લિટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં ફાયરની ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનની સરહદે ત્રાટકેલા તીડ મહીસાગર જિલ્લા તરફ આવી 40 કિમી દૂરથી એમપી તરફ ફંટાઇ જતાં હાલ પુરતું ખેડૂતોના માથેથી તીડનું સંકટ ટળ્યું છે. આમ છતાં પૂરેપૂરી રીતે સંકટ ટળ્યું નહીં હોવાથી વહીવટી અધિકારીઓ ખેડૂતો સાથે સતત સંપર્કમાં રહે છે.

ખાનપુરથી દૂર ડુંગરપુરના ગોલ ગામ સુધી તીડનું ઝુંડ દેખાયુંઃ સંકટ ટળ્યું નથી, હજી ખેડૂતોના માથે ભમી રહ્યું છે.

image source

વડોદરા,ખેડા,પંચમહાલ અને દાહોદ જિલ્લાની નજીક આવેલા મહીસાગર જિલ્લાનો ખાનપુર તાલુકો રાજસ્થાનની સરહદની સાવ નજીક આવેલો છે.થોડા સમય પહેલા જ મહીસાગરથી ૧૫૦ કિમી દૂર તીડનું ટોળું દેખાયું હતું.જેના કારણે મહીસાગર અને આસપાસના જિલ્લાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા.ખાનપુરના તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીઓએ તીડના ત્રાસથી બચવા માટે ખેડૂતો સાથે મીટિંગો કરી તેમને તીડનો સામનો કરવા માટે સૂચનો કર્યા હતા.

મળેલી વિગતો પ્રમાણે, તીડનું ટોળું મહીસાગર જિલ્લા તરફ આગળ વધ્યુ હતું અને ખાનપુર તાલુકાથી 40 કિમી દૂર ડુંગરપુરના ગોલ ગામ સુધી આવી ગયું હતું. અને ત્યાંના ખેડૂતોએ તીડનો સામનો પણ કર્યો હતો.પણ એ પછી પવનની દિશા બદલાતા આ તીડ મધ્યપ્રદેશ તરફ ફંટાઇ ગયા છે.જેથી હાલ પુરતુ તીડનું સંકટ દુર થયુ છે.

image source

આ વિષય પર મદદનીશ ખેતીવાડી અધિકારી સુમિતભાઇએ જણાવ્યુ હતું કે,તીડ ભલે મધ્યપ્રદેશ તરફ ફંટાયા છે પરંતુ ખેતીવાડી તંત્ર દ્વારા તીડના આ ટોળા પર નજર રાખવામાં આવી રહી છે.ગ્રામસેવકો અને ખેતી વિસ્તરણ અધિકારીઓને તીડની ગતિવિધિથી વાકેફ રહી ખેતીવાડી કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત