આવી રીતે બની લૂડો ફેમ રોહિત સરાફની કેરિયર, 14 કિલો વધારી લીધું હતું વજન, બે વર્ષ બેસી રહ્યા કોઇ કામ વગર
આવી રીતે બની લૂડો ફેમ રેહિત સરાફની કેરિયર – 14 કિલો વધારી લીધું હતું વજન – બે વર્ષ કામ વગર રહ્યા
વર્ષ 2020એ બોલીવૂડને એવા નવા સિતારાઓ મળ્યા છે જેમની એક્ટિંગ સ્કિલ્સ જોઈ ફેન્સ પણ ઇમ્પ્રેસ થઈ ગયા છે. તેવા જ એક અભિનેતા છે રોહિત સરાફ જેમણે ગયા વર્ષે નેટફ્લિક્સની ફિલ્મ લૂડો અન સીરીઝ મિસમેચમાં કામ કરી એક અલગ જ સ્થાન મેળવ્યું છે.

એક બાજુ લૂડોમાં રોહિતે રાહુલ અવસ્થીનો ફની રોલ પ્લે કર્યો તો બીજ બાજુ મિસમેચમાં તેમની પ્રાજક્તા કોલી સાથેની રોમાન્ટિક કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.

હવે રોહિત રાફ એક જાણીતુ નામ બની ગયા છે. તેમની પાસે હવે સારી સારી ઓફરો આવવા લાગી છે અને કેટલીએ ફિલ્મો કરવાનો તેમને મોકો મળી રહ્યો છે. પણ એક્ટરનું જીવન કંઈ આટલું સરળ નહોતું રહ્યું. ખૂબ જ નાની ઉંમરમાં રોહિત સરાફ પોતાના પિતાને ગુમાવી બેઠા હતા. બોલીવૂડમાં નામ કમાવવું એમ પણ સરળ નથી હોતું. તેઓ જણાવે છે કે તેમણે પોતાની પહેલી ફિલ્મ કરવાનો મોકો મળ્યો પણ તેમની સાથે દગો થઈ ગયો.

હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં રોહિતે જણાવ્યું – મેં જે ફિલ્મમાં કામ કર્યુ હતું, જ્યારે તેનો પોસ્ટ પ્રોડક્શનનો સમય આવ્યો ત્યારે મારો રોલ કાપી નાખવામાં આવ્યો હતો. બે વર્ષ હું સાવજ કામ વગરનો બેસી રહ્યો હતો અને મારું 14 કિલો વજન પણ વધી ગયું હતું.

તો બીજી બાજુ આ ફિલ્મ પહેલાં તેમને એક શોમાં પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. તે શો માટે એક્ટરે પોતાની શાળા જ છોડી દીધી અને મુંબઈમાં રહેવા આવી ગયા. પણ છ મહિના બાદ તેમનો શો બંધ થઈ ગયો.

તેવામાં રોહિત સરાફને સફળતા મળવામાં ઘણો બધો સમય લાગ્યો. તેમણે પોતાની કેરિયર માટે – યોગ્ય કામ મેળવવા માટે ખૂબ ધીરજ રાખી, તેમણે ક્યારેય હિંમ્મત ન હારી અને મહેનત ચાલુ જ રાખી. અને છેવટે તેમને પોતાની ધીરજ, અને મહેનતનો લાભ મળ્યો અને તેને ફિલ્મ ડિયર જિંદગીમાં કામ કરવાનો મોકો મળ્યો.

ત્યાર બાદ રોહિતની કેરિયર પાટા પર ચડી ગઈ અને ગતિમાં આવી ગઈ. તેઓ રાની મુખર્જી સાથે હિચકીમાં પણ જવા મળ્યા હતા અને તેઓ પ્રિયંકાની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં પણ કામ કરવાનો અવસર મળ્યો. અને પછી તેમને વેબસિરિઝ લૂડોમાં કામ કરવાનો અવસર મળ્યો અને લોકોને તેમનું કામ તેમાં ખૂબ પસંદ આવ્યું.

બોલીવૂડ હંમેશા ગ્લેમરસ રહ્યું છે તેની ચકાચોંધ લોકોની આંખો આંજી નાખનારી હોય છે. પણ આ ચકાચોંધનો ભાગ બનવા માટે લાખો કરોડોનું ફેન ફોલોઇંગ મેળવવા માટે અભિનેતા-અભિનેત્રીઓએ અથાગ પરિશ્રમ કરવો પડે છે. કેટલીએ અડચણોનો સામનો કરવો પડે છે ત્યાર બાદ તેઓ આ મુકામ પર પહોંચી શકે છે.
Source: aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત