નવી સરકાર એક્શન મોડમાં, આવતા જ મા વાત્સ્લય કાર્ડને લઈ કર્યો મોટો નિર્ણય, જાણો તમે પણ

ગુજરાતમાં 23 સપ્ટેમ્બરથી માં કાર્ડ અંગે મેગા ડ્રાઈવ શરુ કરવાનું રાજ્યના આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે.માં વાત્સલ્ય કાર્ડથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુબ ફાયદો થયો છે ત્યારે,સરકાર મેગા ડ્રાઈવથી છેવાડાના નાગરીકોને લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ હોવાનું રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

image soucre

આ મામલે તેમણે જણાવ્યું કે આ કાર્ડ હેઠળ 600 થી વધુ પ્રાઈવેટ અને રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ થશે. નવા આરોગ્યમંત્રી પટેલે જણાવ્યું કે, સામાન્ય પ્રજા માટે આવક મર્યાદા 4 લાખ અને 6 લાખ નક્કી કરવામાં આવી છે.

ગુજરાતમાં નવી સરકાર આવતાની સાથે જ કામ કરવામાં લાગી પડી છે, જનજન સુધી લોકોને સરકારની સુવિધા પહોંચાડવા માટે સરકાર તત્પર બની ગઈ છે. આરોગ્ય મંત્રી તરીકે નવો નવો ચાર્જ સંભાળેલા ઋષિકેશ પટેલે પણ એક્શન મોડમાં આવીને જનહિત માટે મચી પડ્યા છે.

image soucre

જનતાના આરોગ્ય સેવા માટે અત્યંત જરુરી મા વાત્સલ્ય કાર્ડની યોજના અંગે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના પ્રચાર-પ્રસાર માધ્યમમાં કાર્યરત મીડિયાકર્મીઓ મા વાત્સલ્ય કાર્ડમાં કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવી નથી તેમ પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું

image socure

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના સાથે જ ભૂપેન્દ્ર પટેલની ટીમ સરકારની યોજનાઓને જનજન સુધી પહોચાડવા અનોખી ઝડપથી કામે લાગી ગઈ છે.ત્યારે, આરોગ્યક્ષેત્રે ગુજરાતમાં માં વાત્સલ્ય કાર્ડ માટે રાજય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં 23 સપ્ટેમ્બરથી માં કાર્ડ અંગે મેગા ડ્રાઈવ શરુ કરવાનું રાજ્યના આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે.માં વાત્સલ્ય કાર્ડથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુબ ફાયદો થયો છે ત્યારે,સરકાર મેગા ડ્રાઈવથી છેવાડાના નાગરીકોને લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ હોવાનું રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

image soucre

ગુજરાતમાં માં વાત્સલ્ય કાર્ડ આગામી ત્રણથી ચાર મહિનામાં ઘર-ઘર સુધી પહોચાડવાની નેમ સાથે રાજ્ય સરકારનો હેતુ 80 લાખ પરિવારોને લાભાન્વિત કરવાનો છે. માં કાર્ડ હેઠળ 600 થી વધુ ખાનગી હોસ્પિટલ અને રાજ્યની તમામ સરકારી હોસ્પીટલમાં સારવાર ઉપલબ્ધ થશે. આરોગ્યમંત્રી શ્રી પટેલે એમ પણ ઉમેર્યું કે, સામાન્ય જનતા માટે આવક મર્યાદા 4 લાખ અને 6 લાખ નિર્ધારિત કરાઈ છે.