માગશર માસ શ્રીકૃષ્ણ સમાન છે, ખાસ તમે પણ આ મહિનામાં કરો આ મંત્રનો જાપ, નહિં પડે ક્યારે કોઇ તકલીફ અને મળશે પુણ્ય

ભારત દેશમાં મોટાપાયે ધાર્મિક કાર્યોને ઘણું મહત્વ આપવામાં આવે છે. ત્યાં જ તાજેતરમાં પ્રાપ્ત થયેલ એક માહિતી મુજબ હિંદુ પંચાગમાં
બીજો મહિનો એટલે કે, માગશર માસની શરુઆત તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજથી થવા જઈ રહી છે. માગશર માસમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી રહી છે.

image source

મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે,
હિંદુ કેલેન્ડરમાં આવતા તમામ માસમાં માગશર માસ મારું સ્વરૂપ છે. જેના કારણે માગશર માસમાં ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના અવતારોની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે.

માગશર માસમાં કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો રીવાજ છે.:

તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ મંગળવારના દિવસથી લઈને તા. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી માગશર માસ રહેવાનો છે.

image source

માગશર માસના સમયગાળા દરમિયાન કોઇપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા ધર્મ અને કર્મ કરીને પોતાના માટે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરી શકે છે. માગશર માસમાં નદીમાં સ્નાન કરવાથી અને દાન- પુણ્ય કરવાનું ઘણું મહત્વ આપવામાં આવે છે. ગોકુળની ગોપીઓ જયારે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરી રહી હતી તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ માગશર માસના મહત્વ વિષે જણાવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ માગશર માસના મહત્વને જણાવતા કહે છે કે, માગશર માસમાં યમુના નદીમાં સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકો છો. તે સમયથી જ માગશર માસ દરમિયાન યમુના નદી સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો રીવાજ ચાલતો આવી રહ્યો છે.

ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલની પૂજા- અર્ચના કરવી જોઈએ.:

image source

માગશર માસમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે, બાળગોપાલની વિશેષ પૂજા- અર્ચના આપે નિયમિત રીતે દરરોજ કરવી જોઈએ. આપે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એવા બાળગોપાલની પૂજા કરતા સમયે ભગવાનને દરરોજ સ્નાન કરાવવું જોઈએ.

image source

બાળ ગોપાલને સ્નાન કરાવી લીધા પછી આપે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એવા બાળ ગોપાલને પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ. ત્યાર બાદ આપે દક્ષિણાવર્તી શંખની મદદથી ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક કરવો જોઈએ. ઉપરાંત આપે ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવતા સમયે ભોગની સામગ્રીની સાથે તુલસીના પાન અવશ્ય મુકવા જોઈએ.

image source

આપે માગશર માસમાં ભગવાન શ્રીકૃષ્ણના ‘કૃ કૃષ્ણાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સ્થળ એટલે કે, મથુરાની
યાત્રા કરવાની પરંપરા ચાલી આવે છે. મથુરાની પાસે જ આવેલ ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન પર્વત જેવા તીર્થ સ્થાનોની પણ યાત્રા કરી શકાય
છે. મથુરામાં વહી રહેલ પવિત્ર યમુના નદીમાં આપે અવશ્ય સ્નાન કરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત