મહારાષ્ટ્રમાં કોરોનાને લઈ સરકારે થવું પડ્યું સતર્ક, જાણો શું કહ્યું મેયરે

કોરોનાની બીજી લહેરે દેશભરમાં તબાહી મચાવી હતી તે જોયા બાદ દરેક વ્યક્તિની ઈચ્છા છે કે ત્રીજી લહેર ત્રાટકે નહીં. તેવામાં સરકાર સંભવિત ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી રહી છે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાના વાળદો ઘેરાયેલા છે કારણ કે અહીં સૌથી વધુ દૈનિક કેસ નોંધાય છે. તેવામાં મહારાષ્ટ્રને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળમાં વધતાં કેસને લઈને વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે ત્યાં હવે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈના લોકોની ચિંતા વધી જાય તેવી જાણકારી સામે આવી છે.

image source

થોડા સમય પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપી હતી જેથી લોકો સતર્ક રહે અને કોરોનાની ત્રીજી લહેર ન આવે. પરંતુ આ વચ્ચે મુંબઈના મેયરે કહી દીધું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે.

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની શરુઆત થાય તે પહેલા જ કોરોનાની ત્રીજી લહેરને ચિંતા વધી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને ઘરમાં જ રહી અને ગણેશ ચતુર્થી મનાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે મુંબઈના મેયર તરીકે ત્રીજી લહેરને રોકવા માટે આ ખૂબ જ જરૂરી છે. મેયરે એમ પણ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર આવી નથી રહી પણ આવી ચુકી છે.

image source

આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોનાના કેસ વધતા તમામ રાજકીય દળને રૈલીઓ અને ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવા અપીલ કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેંટની બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે ઉપરાંત અજીત પવાર, બાલા સોહબ થોરાટ, અશોક ચૌહાણ સહિત અનેક મંત્રી પણ જોડાયા હતા. આ બેઠકમાં સીએમ ઠાકરેએ કહ્યું હતું કે પબ્લિક હેલ્થ ખૂબ જ મહત્વની છે. તહેવાર ભવિષ્યમાં પણ ઉજવી શકાશે. પરંતુ આ સમયે ધ્યાન ન રાખવામાં આવે અને કોરોનાના કેસ વધી જાય તો સ્થિતિ ખૂબ ખરાબ થઈ શકે છે. જો ત્રીજી લહેર આવતા રોકવી હોય તો તહેવાર કરતાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.

image source

બીજી તરફ ગણેશ ઉત્સવ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ફરી એકવાર લોકોને સાર્વજનિક સ્થળ પર ભીડ એકઠી કરવા પર ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ કોઈ રોકેટ સાયન્સ નથી જો ભીડ સાર્વજનિક સ્થળોએ એકત્ર થશે તો કોરોનાના કેસ વધશે. આ સાથે તેમણે કહ્યું હતું કે હાલ સરકાર કોવિડ 19 માટે કોઈ પ્રતિબંધો લગાવવા વિચારી નથી રહી પરંતુ તેના માટે જરૂરી છે કે લોકો પ્રોટોકોલ્સનું બરાબર પાલન કરે.