મલાઈકા સાથે ઉંમરના અંતરને લઈને અર્જુન કપૂરે તોડ્યું મૌન, ટ્રોલર્સને આપ્યો જવાબ

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલ્સમાંથી એક છે. બંને પોતાના સંબંધોને લઈને ક્યારેય શરમાતા નથી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની રોમેન્ટિક તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. થોડા સમય પહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા માલદીવ ગયા હતા. જ્યાં બંનેએ સાથે વેકેશન મનાવ્યું અને ચાહકો માટે સુંદર અને મનમોહક તસવીરો શેર કરી.

image soucre

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણીવાર તેમની ઉંમરના તફાવતને કારણે ટ્રોલ થાય છે. આનું કારણ એ છે કે બંને વચ્ચે ઉંમરનું ઘણું અંતર છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર અર્જુન કપૂરને તેની મોટી ઉંમરની મલાઈકા અરોરા સાથેના સંબંધોને લઈને ટ્રોલનો સામનો કરવો પડે છે.

મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ગઈ છે અને અર્જુન કપૂર હજી 36 વર્ષનો છે. હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે તેને ઉંમરની પરવા નથી.તેમણે ઉમેર્યું હતું કે ઉંમર વચ્ચેના તફાવતનો ઉપયોગ સંબંધને સુસંગત બનાવવા માટે થવો જોઈએ નહીં.

image soucre

અર્જુન કપૂરે એમ પણ કહ્યું કે ટ્રોલિંગને મહત્વ ન આપવું જોઈએ, કારણ કે તે ‘બહુ ઘોંઘાટ’ છે. અર્જુન ઉંમરમાં મલાઈકા કરતા 12 વર્ષ નાનો છે, જેના કારણે તે ટ્રોલ થઈ રહ્યો છે. અર્જુન કપૂરે કહ્યું, મને લાગે છે કે મીડિયા લોકોની કમેન્ટ્સ પર વધુ ધ્યાન આપે છે. અમે 90% કમેન્ટ્સ જોતા પણ નથી. તેથી ટ્રોલિંગને એટલું મહત્વ આપવાની જરૂર નથી કારણ કે તેમાંના મોટા ભાગના નકલી છે. ટ્રોલર્સ એ જ લોકો છે જેઓ જ્યારે મને મળે છે ત્યારે મારી સાથે સેલ્ફી લેવા માટે મરી રહ્યા હોય છે. એટલે તમે એમના પર વિશ્વાસ નથી કરી શકતા

image socure

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ બંને પાર્ટી કરતી વખતે ઘણીવાર તસવીરો શેર કરતા હોય છે. આ બંને વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે, જો કે અરબાઝ ખાનથી છૂટાછેડા બાદ મલાઈકાએ તેના જન્મદિવસ પર એક તસવીર શેર કરીને અર્જુન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને દુનિયાની સામે ખુલ્લેઆમ પોતાના પ્રેમ વિશે જણાવ્યું હતું

image soucre

વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર હાલમાં જ ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો, તેના પાત્રની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ટૂંક સમયમાં અર્જુન કપૂર એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે હાલ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર છે પણ એ ઘણા ટીવી રિયાલિટી શોના જજ બનીને આવે છે.મલાઈકા અરોરા બેસ્ટ ડાન્સર, નચ બલિયે અને ઝલક દિખલાજામાં જજ બનીને આવી ચૂકી છે.