એક રેસ્ટોરન્ટમાં બેઠેલા ત્રણ પરીવારમાં આ રીતે ફેલાયો એસીના કારણે ફેલાયો કોરોના વાયરસનો ચેપ

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ભય અને સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં તેના જન્મસ્થળ એવા ચીન સહિત દરેક દેશમાં તેના પર રિસર્ચ પણ ચાલી રહી છે. ચીનમાં થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું છે કે એસીના કારણે પણ આ ચેપ ફેલાઈ શકે છે.

image source

આ સ્ટડીની વિગતો અનુસાર એક રેસ્ટોરન્ટમાં લાગેલા એસીના કારણે ત્યાં બેઠેલા 3 પરીવારને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ સ્ટડીને એક જર્નલમાં પ્રકાશિત પણ કરવામાં આવી છે. આ સ્ટડી 10 કોરોનાના દર્દી પર કરવામાં આવી છે.

આ 10 લોકો તે ત્રણ પરીવારના સભ્યો હતા જે એક જ રેસ્ટોરન્ટમાં બેસી જમ્યા હતા. વુહાનથી આવેલા પહેલો સંક્રમિત વ્યક્તિ 5 ફ્લોરના એવા રેસ્ટોરન્ટમાં 24 જાન્યુઆરીએ જમ્યો હતો જ્યાં કોઈ બારી ન હતી. તે અન્ય પરીવારોની પાસે લાગેલા ટેબલ પર જમ્યો હતો.

સંક્રમિત વ્યક્તિને તે દિવસથી જ લક્ષણો જોવા મળવા લાગ્યા જ્યારે અન્ય લોકોને 5 ફેબ્રુઆરીથી સંક્રમણ જણાયું. ત્રણેય પરીવાર તે રેસ્ટોરન્ટમાં અંદાજે 1 કલાક બેઠા હતા. સ્ટડીનું તારણ છે કે સંક્રમણ ડ્રાપલેટથી ફેલાયું હશે. છીંક કે ઉધરસ ખાતી વખતે મોંમાંથી જે ડ્રોપલેટ નીકળે તે હવામાં થોડી જ વાર રહે છે. પરંતુ અહીં એસીની હવાના કારણે ડ્રોપલેટ હવામાં વધારે સમય રહ્યા હોય શકે અને અન્ય સુધી પહોંચી ગયા. એસીની હવાના ફ્લોના કારણે આ ચેપ ફેલાયો.

એસી રેસ્ટોરન્ટ, નજીક રાખેલા ટેબલ અને હવાની અવરજવરનો કોઈ અવકાશ ન હોવાથી 3 પરીવારના લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થઈ ગયા. આ તારણ પરથી વધુ એકવાર સ્પષ્ટ થયું કે એકબીજાથી દૂર રહેવું અને યોગ્ય પ્રમાણમાં વેંટીલેશન હોય તો સંક્રમણ ફેલાતું અટકે છે.