7 સીટર કાર લેવાનું વિચારતા હોવ તો આ છે તમારા માટે સૌથી બેસ્ટ, જાણી લો કિંમત અને ફિચર્સ

7 સીટર એમ.જી. હેક્ટર આવી ગઇ, ભાવથી વિશેષતાઓ સુધીની સંપૂર્ણ માહિતી

એમજી હેક્ટરમાં પ્રદાન કરવામાં આવેલી 10.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અનોખી છે. આ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ Android ઓટો, એપલ કારપ્લે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત વોઇસ સહાય, પૂર્વ લોડ એપ્લિકેશંસ અને એમ્બેડેડ એરટેલ સીમ કાર્ડથી સજ્જ છે. ગત વર્ષે જૂનમાં MG Motorએ પોતાની એસયૂવી કાર MG Hevtor ભારતમાં લોન્ચ કરી હતી. આ કારને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

image source

SUV સેગમેન્ટમાં એમજી હેક્ટર ખૂબ જ સફળ કાર છે. હાલ આ એસયૂવી માત્ર 5 સીટરમાં ઉપલબ્ધ છે. પરંતુ કંપનીએ હવે તેનું 6અને 7 સીટર મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આવો જાણીએ Hector વિશે…. આશા છે કે Hector ને ભારતમાં 6 અને 7 સીટર ઓપ્શનમાં ઉતારવામાં આવશે. આ વર્ષે ઓટો એક્સપોમાં કંપનીએ તેના 6 સીટર મોડલને રજૂ કર્યું હતું અને આ સમયે કંપનીએ જણાવ્યું હતું કે તેનું 7 સીટર મોડલ લોન્ચિંગ સમયે રજૂ કરવામાં આવશે.

image source

MG મોટર ઈન્ડિયા આગામી વર્ષમાં ભારતમાં 4 નવી એસયૂવી લોન્ચ કરશે. કંપનીએ ભારતમાં પોતાની પહેલી પ્રોડક્ટ એમજી હેક્ટર માટે 30,000 કરતા વધારે બુકિંગ મળ્યા છે. ભારતમાં હેક્ટરની કિંમત 12.18 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારના ટોપ વેરિઅન્ટની કિંમત 16.88 લાખ રૂપિયા છે. ભારતમાં આ કાર ટાટા હૈરિયર, જીપ કંપસ, હ્યુન્ડાઇ ક્રેટા અને મહિન્દ્રા એક્સયૂવી 500ને ટક્કર આપે છે.

image source

MG હેક્ટર ત્રણ એન્જિનમાં વેરિયન્ટમાં બજારમાં ઉપલબ્ધ થશે. (1) પેટ્રોલ, (2) પેટ્રોલ-હાઈબ્રિડ અને (3) ડીઝલ. જોકે આ તમામ પૈકી ફક્ત પેટ્રોલ એન્જિનવાળા વેરિયન્ટમાં જ તમને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. આ સાથે કાર ચાર જુદા જુદા મોડેલ સ્ટાઈલ, સુપર, સ્માર્ટ અને શાર્પમાં મળશે. આ કારની સીધી સ્પર્ધા ટાટા હેરિયર, જીપ કંપાસ, હુંડાઈ ટક્સન અને મહિન્દ્ર XUV500 સાથે હશે.

કંપની આવતા વર્ષે એપ્રિલ મહિના પહેલા ભારતમાં ‘MG હેક્ટર 7 સીટર’ મોડલ ભારતમાં લોન્ચ કરી શકે છે. 7 સીટર વેરિઅન્ટની કિંમત 12.90 લાખ રૂપિયા હશે.

image source

આ છે ફીચર્સ

કંપની 5 સીટર બાદ 7 સીટર મોડલ માર્કેટમાં લાવશે. જે પ્રમાણમાં મોટી અને આકર્ષક રહેશે. આ કારનો લુક થોડા સમય પહેલા જ શેર કરવામાં આવ્યો હતો. નવા સેગમેન્ટમાં લાર્જેસ્ટ બુટ સ્પેસ સાથે આવી રહી છે. કારની ત્રીજી રો ખૂબ જ આરામદાયક રહેશે અને એસી ફીચર્સથી સજ્જ રહેશે. 7 સીટર મોડલ Baujon 530 SUV પર આધારિત હશે. જે અગાઉ ચીનની માર્કેટમાં લૉન્ચ થઈ હતી. એમજી મોટર્સ ઈન્ડિયાના એમડી અને સીઈઓએ જણાવ્યું હતું કે, MG Hectorના નવા મોડલમાં ત્રીજી રો જોડવામાં આવશે. પણ ઓટોની દુનિયામાં તેને 7 સીટર કહી ન શકાય.

image source

કિંમત કેટલી?

કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારતીય ઓટો માર્કેટમાં આ તેની પહેલી કાર રહેશે. જેની લંબાઈ 4655mm, પહોંળાઈ 1835mm અને ઊંચાઈ 1760mm રહેશે. આ નવી કારની કિંમત જૂના મોડલ કરતા થોડી વધારે છે. 7 સીટર SUVની કિંમત આશરે રુ. 25 લાખ આસપાસ રહેશે. લૉન્ચ થયા બાદ આ કારની ટક્કર Tata Cassiniની સાથે થવાની છે. કારણ કે આ પણ 7 સીટર કાર છે. આ સિવાય ટોયોટા ફોર્ચ્યુનર, ફોર્ડ એન્ડેવર અને સ્ક્વોડા સાથે તેની ટક્કર થશે.

image source

ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ

કારની અંદર 10.4 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ રહેશે. આ ઉપરાંત 6 એરબેગ આપવામાં આવી છે. આ કાર લુક અને પીકઅપ બંનેમાં બેસ્ટ રહેશે. આ વર્ષે જ ટાટા મોટર્સે પોતાનું નવું મોડલ લૉન્ચ કર્યું હતું. જોકે, કંપની નવી કારના ભાવમાં થોડો-ઘણો ફેરફાર કરી શકે છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ કારના ઉપયોગમાં લેવાયેલા કેટલાક પાર્ટસ ગુજરાતના હોલોલમાં તૈયાર થયા છે.

source:- navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત