મસ્તી-મસ્તીમાં 9 મહિનાના ભૂલકાએ એવી વસ્તુ મોંઢામાં નાંખી દીધી કે પરિવારના લોકોના જીવ ચોંટી ગયા તાળવે, અને પછી થયું એવું કે…

એમવાય હોસ્પિટલના એક્સપર્ટસ ડોક્ટર્સ દ્વારા એક કઠિન ઓપરેશન કરીને એક ૯ મહિનાના બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું. અંદાજીત દોઢ કલાક સુધી ચાલેલ આ ઓપરેશન બસ, બાળકની શ્વસનનળી માંથી એક એલઈડી બલ્બનો એક નાનકડો પોઈન્ટ દુર કરવામાં આવ્યો. એલઈડી બલ્બનો આ નાનકડો પોઈન્ટ શ્વસન નળીમાં ફસાઈ જવાના લીધે આ બાળકનું એક ફેફસું કામ કરતું બંધ થઈ ગયું હતું. આ બાળકને હોસ્પિટલમાં ચાર દિવસ સુધી એડમિટ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટર્સને બાળકની બીમારી સમજમાં નહી આવતા પરિવારના સભ્યો આ બાળકને એમવાય હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહિયાં નાક, કાન અને ગળા વિભાગના હેડ ડોક્ટર્સ આર. કે. મુદ્ડા અને ડૉ. યામિની ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ડૉ. જગરામ વર્માની ટીમ દ્વારા આ બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, ૯ મહિનાની ઉમર ધરાવતા કાર્તિકના પિતા જીતેન્દ્ર પાટીલ ભગીરથપુરાના નિવાસી છે એકાએક કાર્તિકને વધારે ઉધરસ આવવા લાગે છે અને તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી હતી જેના લીધે પરિવારના સભ્યો કાર્તિકને લઈને પોતાના ઘરની નજીક આવેલ પ્રાઈવેટ ક્લિનિકમાં લઈ જાય છે. આ બાળકની ચાર દિવસ સુધી સારવાર આપવામાં આવ્યા બાદ પણ કાર્તિકની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો નહી.

કાર્તિકની સ્થિતિ વધારે ખરાબ થતા જોઈને, કાર્તિકને એમવાય હોસ્પિટલમાં આવેલ નાક, કાન અને ગળાના વિભાગમાં લઈ જવામાં આવે છે જ્યાં કાર્તિકને તાત્કાલિક ધોરણે એડમિટ કરી દેવામાં આવે છે અને કાર્તિકને ઓક્સિજન લગાવીને સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. કાર્તિકનું સિટી સ્કેન કરતા જોવા મળે છે કે, બાળકના ડાબી બાજુના ફેફસાની ઉપરની તરફ આવેલ શ્વસન નળીમાં કઈક સેફટીપીન જેવું ફસાઈ ગયેલ જોવા મળે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં કાર્તિકને ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવે છે.

૯ મહિનાના બાળકને જયારે હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યારે હોસ્પિટલમાં પહેલીવાર સિટી સ્કેન કરી લીધા બાદ સ્પષ્ટ થઈ શક્યું નહી કેમ કે, એલઈડી બલ્બ કાચથી કવર થઈ ગયો હતો અને સિટી સ્કેનમાં માત્ર વાયર જ જોવા મળ્યા હતા. ત્યાર પછી જયારે બે થી ત્રણવાર સિટી સ્કેન કરવામાં આવતા બાળકની સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. શરુઆતમાં તો ડોક્ટરને એવું લાગ્યું હતું કે, બાળકના શરીરમાં ઓલપીન ફસાઈ ગઈ છે પણ ઓલપીનની બંને તરફના ભાગ આવા હોઈ શકતા નથી. ઓપરેશન થઈ ગયા બાદ ડોક્ટર્સ પણ નવાઈ પામી ગયા હતા કે, આ એલઈડી બલ્બ અંદાજીત છેલ્લા દોઢ કલાકથી ૯ મહિનાના બાળકના શરીર માંથી બહાર કાઢી દેવામાં આવે છે અને આ સમયે પણ બાળક સ્વસ્થ અને સલામત છે.

એમ.વાય. હોસ્પિટલના ડૉ. જગરામ વર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એમ. વાય. હોસ્પિટલમાં આટલા નાના બાળકનું આવા પ્રકારનું ઓપરેશન પહેલીવાર જ કરવામાં આવ્યું છે. કેમ કે, સામાન્ય પરિસ્થિતિમાં ૧ અને ૨ વર્ષની ઉમરના બાળકો સીતાફળના બીયા, નાણા (સિક્કો), ઓલપીન આવી વસ્તુઓ તો કાઢી લેવામાં આવે છે પણ ૯ મહિનાના બાળકના શરીર માંથી એલઈડી બલ્બ બહાર કાઢવો આવા પ્રકારનો ડૉ. જગરામ વર્માનો -પહેલો અનુભવ થયો હતો.

ડૉ. આર. કે. મુદ્ડા, વિભાગના હેડ ડૉ. યામિની ગુપ્તા પ્રોફેસર નાક- કાન-ગળા વિભાગના માર્ગદર્શન હેઠળ ડૉ. જગરામ વર્મા, એસોસિયેટ પ્રોફેસર અને નિસા ચેતના એક્સપર્ટ ડૉ. રશ્મિપાલ એસોસિયેટ પ્રોફેસરને ડૉ. દિપાલી પ્રોફેસર આવી રીતે બંને વિભાગના સહયોગ કરવાથી અને દૂરબીનની મદદથી આ કઠીન ઓપરેશન કરીને કાર્તિકના ફેફસામાં ફસાઈ ગયેલ એલઈડી બલ્બને તાર સહિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *