ટીવી ધારાવહિકમાં બતાવેલ માતાના આ સ્વરૂપમાં તમને કયું સ્વરૂપ સૌથી વધુ પસંદ આવ્યું…

માં દુર્ગાના બધા જ રૂપ નિરાળા છે અને આ રૂપોને ઘણા ટીવી ધારાવહિકમાં પણ બતાવવામાં આવ્યા છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસ છે જેમને દેવીનું પાત્ર ભજવીને ચર્ચામાં રહી છે. એટલું જ નહીં આ પાત્રોથી જ એમને ઘર ઘરમાં ઓળખ પણ મળી છે. દેવીઓના આ પાત્રોમાં એક્ટ્રેસને જોઈને એમને અસલમાં પણ લોકો એમને દેવી માનવા લાગ્યા હતા. અમુક એક્ટ્રેસ સાથે એવું પણ બન્યું છે કે લોકો એમને જોઈને હાથ જોડી લેતા હતા. આજે અમે તમને એ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને દેવીઓનું પાત્ર ભજવીને અલગ ઓળખ બનાવી છે.

ગ્રેસી સિંહ.

image source

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ એક્ટ્રેસ ગ્રેસી સિંહનું લઈશું. અભિનેત્રીએ વર્ષ 2015માં ધાર્મિક ધારાવાહિક સંતોષી માંમાં માતા સંતોષીનું પાત્ર ભજવ્યું હતું. આ સિરિયલમાં લોકોએ અભિનેત્રીની એક્ટિંગ તો પસંદ કરી જ પણ એમને જોઈને લોકો હાથ પણ જોડી લેતા હતા. ગ્રેસી સિંહને લોકો સાચેમાં દેવી માનવા લાગ્યા હતા. એ સિવાય ગ્રેસી સિંહ લગાન અને મુન્ના ભાઈ એમબીબીએસ જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

મૌની રોય.

image source

મહાદેવની સતી તો તમને યાદ જ હશે. સતીનું પાત્ર ભજવનાર મૌની રોયે પોતાની અલગ ઓળખ બનાવી લીધું હતી. પૌરાણિક ધારાવાહિક દેવો કે દેવ મહાદેવમાં મૌનીએ દેવી સતીનું પાત્ર ભજવ્યું હતું. પોતાની સુંદરતા, સાદગી અને શાનદાર અભિનયથી મૌની રોયે દર્શકોનું દિલ જીતી લીધું હતું. એમના આ પાત્રને દર્શકોને ખૂબ વખણ્યું હતું. હવે મૌની ફિલ્મોમાં કામ કરી રહી છે

સોનારીકા ભદોરીયા.

image source

ધારાવાહિક દેવો કે દેવ મહાદેવમાં માતા પાર્વતીનું પાત્ર ભજવનારી અભિનેત્રી સોનાલિક ભદોરીયાને પણ લોકોએ કહું. જ પસંદ કરી હતી. આ ધારાવાહિકથી સોનાલિકાને ઘર ઘરમાં ઓળખ મળી ગઈ હતી. એટલું જ નહીં લોકો એમને અસલમાં માતા દુર્ગા માનવા લાગ્યા હતા.

પૂજા શર્મા.

image source

એક્ટ્રેસ પૂજા શર્માએ પહેલા મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવીને ખૂબ વખાણ મેળવ્યા હતા અને પછી એમને માતા કાલીનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતી લીધું. વર્ષ 2017માં સ્ટાર પ્લસની ધાર્મિક ધારાવાહિક મહાકાલી અંત હી આરંભમાં પૂજા શર્મા સતી, પાર્વતી અને મહાકાલીની ભૂમિકા ભજવી હતી.

પ્રિયંકા સિંહ.

image source

પૌરાણિક ટીવી ધારાવાહિક સંકટ મોચન મહાબલી હનુમાનમાં દુર્ગા માતાના વિભિન્ન અવતારોની ભૂમિકા અભિનેત્રી પ્રિયંકા સિંહે ભજવી છે. આ ધારાવાહિકમાં પ્રિયંકાના પાત્રને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. લોકોએ એમનો સાદગી અને અભિનયના ઘણા વખાણ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!