WHOના વડાએ દુનિયાને ચેતવી! ત્રીજી લહેર માટે આવી રહેલા આ વેરિયન્ટ ખુબ જ ખતરનાક અને ઘાતકી છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOનાં વડા ટેડ્રોસ ગેબ્રેયિસસે ચેતવણી આપી છે કે આખી દુનિયામાં કોરોનાની મહામારી હાલ એકદમ ખતરનાક તબક્કામાં છે.

image source

એમાંય ડેલ્ટા વેરિઅન્ટે વિશ્વનાં ૧૦૦ જેટલા દેશોમાં સંક્રમણ વધારીને હાહાકાર મચાવી દીધો છે. આ ઉપરાંત ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ જ ખતરનાક છે કારણ કે તે સતત સ્વરૂપ બદલી રહ્યો છે. તે બમણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. જે દેશોમાં વેક્સિનેશન ઓછું છે ત્યાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશનના વડા ટેડ્રોસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ડેલ્ટા વધુ સંક્રમિત વાઇરસ છે. અને અનેક દેશોમાં તેનો ફેલાવો થઈ રહ્યો છે. અને એકપણ દેશ એના જોખમથી બાકાત રહી શકે તેમ નથી.

image source

તેમને આગળ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ પર સતત નજર રાખવાની જરૂર છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરૂર છે. લોકોએ ભીડભાડવાળા સ્થળોએ જવું જોઈએ નહીં. ઘરમાં હવાની અવરજવર પૂરતી રહે તેની તકેદારી રાખવી જોઈએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે 96 દેશોએ ડેલ્ટા વેરિએ્ન્ટના કેસની જાણકારી આપી છે. આ આંકડો જોકે ઓછો છે.

કારણકે ઘણા દેશો પાસે આ પ્રકારના વેરિએન્ટને ઓળખવાની ટેકનોલોજીકલ ક્ષમતા નથી અથવા સિમિત ક્ષમતા છે. આવનારા મહિનાઓમાં આ વેરિએન્ટ કોરોનાના બીજા વેરિએ્ન્ટને સંક્રમણ ફેલાવવામાં પાછળ રાખી દે તો નવાઈ નહીં હોય.

image source

કોરોના હજી પણ આખી દુનિયાને શાંતિથી શ્વાસ લેવા નથી દઈ રહ્યો. ડેલ્ટા વેરિઅન્ટે ફરી હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. આખા વિશ્વમાં કોરોનાએ અત્યાર સુધીમાં ૩૯.૮૨ લાખથી વધુ ૩૮,૮૨,૨૧૭ લોકોનો ભોગ લીધો છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૧૮.૩૯ કરોડને વટાવીને ૧૮,૩૯,૫૮,૮૭૧ થઈ છે. ૧૬.૮૩ કરોડ લોકોથી વધુ ૧૮,૮૩,૬૭,૭૩૦ લોકો કોરોના મુક્ત થયા છે. ૧.૧૬ કરોડથી વધુ કેસ એક્ટિવ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના છેલ્લાં આંકડાં પ્રમાણે આલ્ફા વેરિએન્ટ ૧૭૨ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બિટા વેરિએન્ટ ૧૨૦ દેશોને ધમરોળી ચૂક્યો છે. ગામાએ ૭૨ દેશોમાં પગપેસારો કર્યો હતો. પરંતુ ડેલ્ટા વેરિએન્ટે બહુ ઝડપથી નવા ૧૧ સહિત ૧૦૦ દેશોમાં હાજરી નોંધાવી દીધી છે.

image source

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના લક્ષણો

-કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં કેટલાક અલગ પ્રકારના લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે.

-કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં સામાન્ય લક્ષણોમાં તાવ, સૂકી ખાંસી, અને થકાવટ મુખ્ય લક્ષણ છે.

-કોરોના ડેલ્ટા વેરિયન્ટના ગંભીર લક્ષણોમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે શ્વાસ ચડવો, જેવા લક્ષણો જોવા મળે છે.

-આ સિવાય ત્વચા પર ડાઘ, પગની આંગણીનો રંગ બદલવો, જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.

-સામાન્ય લક્ષણોમાં ગળામાં ખરાશ, સ્વાદ અને ગંધની ક્ષમતા જતી રહેવી, માથામાં દુખાવો અને ઝાડાની સમસ્યા સામેલ છે.