આવનારા 2 દિવસમાં મેઘો મહેરબાન રહેશે, હવામાન વિભાગની આગાહી સાથે જાણો ક્યાં કેટલો થયો વરસાદ

હવામાન વિભાગ દ્વ્રારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, નોંધનિય છે કે,સપ્ટેમ્બર મહિનાની શરૃઆતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમા તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સોમવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 99 તાલુકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

હવામાન ખાતાએ આગાહી કરી

image socure

નોંધનિય છે કે, છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર તાલુકામા 3 ઈંચ, બોડેલીમા પોણા ત્રણ અને જેતપુર પાવી તાલુકામા2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામા પણ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો હવે હવામાન ખાતાએ આગાહી કરી છે કે, પંચમાહલ, મહિસાગર, નવસારી અને વલસાડમાં મંગળવારે ભારે વરસાદ પડી શકે છે. નોંધનિય છે કે, ખેડા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડાના માતર તાલુકામાં પોણા બે ઈંચ જ્યારે મહુધા અને નડિયાદમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પાટણ શહેરમા પણ સવારે એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

ભીમાસર ગામે ત્રણ કલાકમાં 6 ઈંચ વરસાદ

image soucre

તો બીજી તરફ યાત્રાધામ ડાકોરમાં પણ એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતા જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વડોદરાના દેસર અને ગાંધીનગરના દહેગામ તાલુકામામ પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

image source

તો બીજી તરફ પૂર્વ કચ્છનાં અંજાર તાલુકાના ભીમાસર ગામે ત્રણ કલાકમાં 6 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, તો ભીમાસર પશુડા અને ભીમાસરથી પાવરગ્રીડનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત ગાંધીધામ અને ભચાઉ તાલુકાના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો આ ગામોમાં એકથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓમાં ભારે પાણી ભરાયા હતા.

અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો જોવા મળ્યા

image soucre

તો બીજી તરફ અમદાવાદમાં સોમવાર પડેલા વરસાદથી પૂર્વ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે તંત્રના પ્રિ મોન્સુન પ્લાન હમેશાંની જેમ આ વર્ષે પણ ફ્લોપ શો સાબિત થયો. નોંધનિય છે કે, ઓઢવ, નિકોલ, વિરાટનગર, રામોલ, વસ્ત્રાલ, રખિયાલ, સરસપુર, વટવા જેવા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને બારે હાલાકી ભોગવવી પડી હતી આ ઉપરાંત ટ્રાફ્કિ જામના દૃશ્યો પણ સર્જાયા હતા.