અમદાવાદમાં પડેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

થોડા દિવસથી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે, જેમા આજેઅમદાવાદમાં લાંબા સમય બાદ મેઘરાજા રિએન્ટ્રી થઈ છે. નોંધનિય છે કે, સોમવારે સવારે હળવા ઝાપટાં બાદ બપોરેના સમયે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આજે સવારે એટલે કે મંગળવારે પણ સવારમાં શહેરમાં વરસાદ માહોલ છવાયો હતો.

image soucre

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ભાદરવા મહિનામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે, આજે વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા ઠેરઠેર પાણી ભરાયા હતા. જેમાં એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદે રમઝટ બોલાવી હતી. નોંધનિય છેકે લાંબા વિરામ બાદ વરસાદ આવતા શહેરીજનનોને ગરમીમાંથી રાહત મળી છે.

image soucre

તો બીજી તરફ સોમવારે બપોરેના સમયે શહેરમાં વાદળછાયું વાતાવરણ થયું હતું અને ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો જેના પગલે શહેરના વિરાટનગર અને ઓઢવ વિસ્તારમાં માત્ર 3 કલાકમાં જ સવા 2 ઈંચ વરસાદ ખાબકતા લોકો ગરમીમાંથી રાહત મળી હતી, આ ઉપરાંત ચકુડીયામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેને કારમે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ 601.13 મિ.મિ. એટલે કે 23.67 ઈંચ વરસાદ નોંધાયો છે.

image socure

નોંધનિય છે કે, અમદાવાદના પૂર્વ પટ્ટામાં કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. જેમા વિરાટનગર, મેમ્કો, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં ચાલીઓમાં પાણી ઘુસી ગયા હતા અને તેના કારણે અહીં રહેતા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી. અમદાવાદમાં ભાહરે પવન સાથે વરસાદી જોવા મળ્યો. અમદાવાદના વિરાટનગરમાં સૌથી વધુ 55 મિ.મિ., ઓઢવમાં 57 મિ.મિ., ચકુડીયામાં 48 મિ.મી., ઉસ્માનુપરામાં 25 મિ.મિ., પાલડીમાં 22 મિ.મી., રાણિપમાં 23 મિ.મિ.,દાણાપીઠ અને દૂધેશ્વરમાં 26 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

image soucre

નોંધનિય છે કે, રાત્રે 9 વાગ્યા પછી નારોલથી નરોડાના પટ્ટામાં વીજળીની ચમકારા સાથે ધોધમાર વરસાદ શરૃ થયો છે. આ ઉપરાંત વટવા,ઘોડાસર, મણિનગર, ખોખરા, વસ્ત્રાલ, ઈન્ડિયા કોલોની, બોપલ, વેજલપુર, ઘાટલોડિયા, સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ ઉપરાંત પાલડી, ટાગોર હોલ ખાતે 22.૦૦ મિ.મિ., ઉસ્માનપુરામાં 25.મિ.મિ. જોધપુરમાં 17. મિ.મિ., સરખેજમાં 20 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આશ્રમરોડ, મેમનગર, સાયન્સ સિટી, બોપલ, વસ્ત્રાપુર, ગોતા, ઘાટલોડિયા, વગેરે વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટાં પડ્યા હતા.