સુપર ફ્લોપ રહેલી મૂવીના પાત્રો થયા હતા પ્રચલિત, લોકોના મનમાં ઘર કરી ગયો હતો ‘ ગુજ્જર સિંહ ‘

વર્ષ 2000માં આમિર ખાન, ટ્વિંકલ ખન્નાની ફિલ્મ ‘મેલા’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયે 20 વર્ષ કરતા વધુ સમય પસાર થઈ ગયો છે. આ ફિલ્મ દ્વારા આમિરના ભાઈ ફૈઝલે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે આ ફિલ્મના વિલનનું પાત્ર આજે પણ લોકોના મનમાં તાજું છે. ફિલ્મમાં ગુર્જર સિંહ નામના આ વિલને આખા ગામમાં ગબ્બર સિંહ જેવો ભય ફેલાવી દીધો હતો. તો ચાલો તમને જણાવીએ કે આ ફિલ્મની સ્ટારકાસ્ટ આજે વર્ષો પછી ક્યાં છે અને શું કરી રહી છે.

image soucre

આ ફિલ્મમાં આમિર ખાને કિશન પ્યારેનું પાત્ર ભજવ્યું હતું. જે રૂપા એટલે કે ટ્વિંકલ ખન્નાના પ્રેમમાં છે. અત્યારે વાત કરીએ તો આમિર આ વર્ષે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળવાનો છે. તે ઓસ્કાર વિજેતા ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. જેમાં ટોમ હેન્કસે મહત્વની ભૂમિકા ભજવી હતી. અંગત જીવનની વાત કરીએ તો આ વર્ષે તેણે તેની બીજી પત્નીથી પણ છૂટાછેડા લીધા છે જો કે તેઓ મિત્ર તરીકે સાથે કામ કરી રહ્યા છે.

image soucre

આ ફિલ્મમાં પોલીસનું પાત્ર ભજવનાર પક્કડ સિંહ એટલે જોની લીવર હવે 64 વર્ષના થઈ ચુક્યા છે અને ફિલ્મોમાં ક્યારેક જ જોવા મળે છે. તેમના લગ્ન સુજાતા લિવર સાથે થયા છે અને તેના બે બાળકો છે. છેલ્લે તેઓ હંગામા 2 ફિલ્મમાં જોવા મળ્યા હતા.

image soucre

મેલા ફિલ્મમાં રુપાના પાત્રમાં જોવા મળી હતી અભિનેત્રી ટ્વીંકલ ખન્ના. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા હતા. ટ્વિંકલે આ ફિલ્મ બાદ એક્ટિંગને અલવિદા કહી દીધું હતું. પરંતુ આજે ટ્વિંકલ લેખિકા તરીકે ખૂબ જ લોકપ્રિય છે. ટ્વિંકલ મિસિસ ફની બોન્સના નામથી લખે છે. અખબારોમાં વ્યંગ્ય લેખો ઉપરાંત તે પુસ્તકો પણ લખે છે. હવે તે ફિલ્મોમા જોવા મળતી નથી. તે પરિવાર સાથે વધારે સમય પસાર કરે છે.

image soucre

આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને ‘મેલા’ ફિલ્મથી એક્ટિંગની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં ફૈઝલે શંકરની ભૂમિકા ભજવી હતી. હવે ફૈઝલનો લુક ઘણો બદલાઈ ગયો છે. ફૈઝલ અભિનયમાં કંઈ ખાસ સફળ થઈ શક્યો નથી. તેના અંગત જીવનની વાત કરીએ તો તેણે હજુ પણ લગ્ન કર્યા નથી.

image socure

આ ફિલ્મમાં ગુર્જર સિંહ નામનો વિલન હતો જેના નામથી આખું ગામ ડરતું હતું. આ ડાકુનું સાચું નામ ટીનુ વર્મા છે. ટીનુએ 1993માં સુપરહિટ ફિલ્મ આંખેથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ મેલા ફિલ્મ પછી ટીનુ એક્ટિંગમાંથી ગાયબ થઈ ગયો હતો. તેના અંગત જીવન વિશે વધારે જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ તેણે પોતાની કારર્કિદી યથાવત રાખી છે.