જો તમે પણ શરીરના આ ભાગ પર મોબાઈલ રાખો છો તો થઇ જજો સાવધાન, નહિં તો થશે ભયંકર નુકસાન

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમાં સ્માર્ટફોનના ઝડપથી વિકસતા વલણથી તમારું રોજિંદા જીવન સરળ થઈ રહ્યું છે પરંતુ તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.ઘણા સંશોધન એ પણ બતાવ્યું છે કે વધુ સ્માર્ટફોન વપરાશકારોમાં આંખમાં બળતરા અને અનિદ્રાની સમસ્યા સામાન્ય છે.સ્માર્ટફોનની રેડિયેશન એ તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે.

યુવાનોમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. અનેક અહેવાલોમાં પણ ખુલાસો થયો છે કે યુવાનો દિવસ-રાત ફોન પર રોકાયેલા રહે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એવો ઉભો થાય છે કે, શું તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? આ સિવાયતમારે ફોન ક્યાં મૂકવો તે પણ એક મોટો વિષય છે. આજે આ લેખમા આપણે ફોન કઈ-કઈ જગ્યાએ મૂકવો આપણા માટે હાનિકારક સાબિત થઇ શકે છે, તેના વિશે જાણીશુ.

ઓશિકા નીચે :

image source

મોટાભાગના લોકોમાં સામાન્ય રીતે આ ટેવ હોય છે કે, તે પોતાનો મોબાઇલન ઓશિકા નીચે રાખી રાત્રે સૂઈ જાય છે પરંતુ, જે પણ આ કરી રહ્યા છે, તેમની આ ટેવ એકદમ ખોટી છે.આમ, કરવાથી તમને ભવિષ્યમાં માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યાઓ થઈ શકે છે. મોબાઇલમાંથી નીકળતું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એ તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

પાછળની પોકેટમા :

image source

આ સિવાય અમુક લોકો વારંવાર ફોનને પાછળના ખિસ્સામાં રાખતા જોવા પણ મળે છે. આવી સ્થિતિમા ફોનની ચોરી સાથે તૂટી જવાનો ભય પણ છે. તેના કારણે તમે લાંબા ગાળે પેટ અને પગમા દુ:ખાવાની ફરિયાદથી પીડાઈ શકો છો. તેથી તે મહત્વપૂર્ણ છે કે, તમે તમારા ફોનને પાછલા ખિસ્સામાં ન રાખો.

આગળના ખિસ્સામા :

image source

જો તમે પુરુષ છો અને તમારા સ્માર્ટફોનને પેઇન્ટ અથવા જીન્સના આગળના ખિસ્સામાં રાખો છો તો સાવચેત રહો.એક સંશોધનમા બતાવ્યું છે કે, લાંબા સમય સુધી આવું કરનારા પુરુષોની વીર્યની સંખ્યા ઓછી થાય છે. આ ઉપરાંત તેના કારણે તમારી વીર્યની ગુણવત્તા પણ બગડી શકે છે.

શર્ટની પોકેટમાં :

image source

જ્યારે તમારા શર્ટના ખિસ્સામાં મોબાઈલ હોય ત્યારે તમારે કાળજી લેવાની જરૂર છે કે, તે સ્માર્ટફોનમાંથી નીકળતી તરંગો તમારા હૃદયને અસર કરે છે. સંશોધન દર્શાવે છે કે, આ તરંગોના કારણે તમારું હૃદય નબળું પડી જાય છે.

નાના બાળકો પાસે :

image source

નાના બાળકો મોબાઈલ રાખવો જોખમથી ખાલી નથી. એક સંશોધન મુજબ બાળકો સાથે ફોન રાખવાથી તે ડિસઓર્ડર જેવી સમસ્યાઓથી પીડાઈ શકે છે.

આખી રાત ચાર્જીન્ગમાં :

image source

જો તમે આખી રાત ચાર્જિંગમાં ફોન મૂકીને સુઈ જાવ તો તે ફોન અને તમારી ત્વચા બંને માટે નુકસાનકારક છે. લાંબા ગાળાના ચાર્જિંગ ફોનની બેટરીને નુકસાન પહોંચાડી શકે છે અને તેની અસર તમારી ત્વચા પર પણ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત