મોજ બગડી ગઈ, કુવા ફરતે ઘોડી વરરાજાને લઈને કરતી હતી પરિક્રમા અને ત્યારે જ કોઈએ ફટાકડા ફોડ્યાં અને…

હાલમાં એક અજીબ વીડિયો સામે આવ્યો હતો અને ત્યારબાદ લોકો ચોંકી ગયા હતા, જો કે આ વરરાજાની હાલત કોઈની હરકતના કારણે હતી. ઉત્તર પ્રદેશના ગોંડાના એક ગામમાં જાન કન્યાને લાવવા માટે તૈયાર હતી. વરરાજા ઘોડી પર ચડી ગયો હતો.

image source

હવે ધાર્મિક વિધિ પ્રમાણે વરરાજાને ઘોડી પર બેસીને કૂવાની પરિક્રમા કરવાની હતી. સમારોહ શરૂ થયો અને કોઈએ વચ્ચે આ વરઘોડામાં ફટાકડા ફોડ્યા. અચાનક ચારેબાજુ અફરા તફરી મચી ગઈ. ફટાકડાના અવાજથી ઘોડો ત્રાટક્યો હતો અને તે વરરાજાની સાથે કૂવામાં કૂદી ગયો હતો. આ ઘટના બાદ ગામમાં હંગામો થયો હતો.

image source

હાસ્ય અને ખુશીના વાતાવરણમાં મુશ્કેલીનું વાતાવરણ ઉભું થયું હતું. વિગતે વાત કરીએ તો ઘોડાની પરિક્રમાની વિધિ પછી વરરાજાને ઘોડી પર બેસીને કૂવાના ગોળ ગોળ ફેરા લેવાના હતા.

image source

પછી માંડ માંડ મોટી જહેમત બાદ જેસીબી મશીન દ્વારા કોઈક રીતે દોરી વડે ઘોડા અને વરરાજાને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જેસીબી મશીનથી વરરાજાને કુવામાંથી બહાપ કાઢતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતાં જાન આગળ નીકળી હતી.

થોડા સમય પહેલાં પણ એક વીડિયો થયો હતો વાયરલ

image source

હાલમાં એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ ગરમી પણ એનું કામ કરી રહી છે. એવામાં એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. લગ્નમાં હવે ડાન્સ કરવો અથવા તો લગ્નને કઈ રીતે વધારે યાદગાર બનાવવા એ ફેશન થઈ ગઈ છે. પરંતુ એ જ ફેશન એક વરરાજાને મોંધી પડી છે. લગ્નમાં ઘોડી લાવવી એ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે. આ રીતે એક લગ્નમાં ઘોડી લાવવામાં આવી અને વરરાજાનું ફુલેકું ચાલતુ હતું. એક બાજુ ડીજેમાં ગીત ચાલતુ હતું મા તારા આશીર્વાદ મને બોવ ફળ્યા છે અને અચાનક ઘોડી પરથી વરરાજો નીચે ખાબક્યો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહ્યો છે.

આજે અમદાવાદમાં 600 લગ્ન

image source

સોમવારે અમદાવાદમાં અંદાજે 600થી વધુ લગ્ન યોજાયાં હતાં. નવેમ્બરમાં આ છેલ્લું અક્ષય મુહૂર્ત હોવા ઉપરાંત સોમવારે સૌથી વધુ શુભ ચોઘડિયાં હોવાથી આટલી મોટી સંખ્યામાં લગ્નો યોજાયાં હતાં. હવે જો આગળની તારીખ વિશે વાત કરીએ તો 10 ડિસેમ્બર સુધીમાં માત્ર 4 મુહૂર્ત છે. એ પછી 24 એપ્રિલ સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. 24 એપ્રિલે ફરી એકવાર અક્ષય મુહૂર્ત આવે છે. કરફ્યૂને કારણે તમામ લગ્ન દિવસે જ થયાં હતાં. વધારે વિગતે વાત કરીએ તો શહેરના ગોર મંડળના સભ્યોએ આપેલી માહિતી મુજબ, કેટલાક ગોર મહારાજે તો સોમવારે 3થી વધુ લગ્નો કરાવ્યાં હતાં. વધારામાં લગ્નની જે વિધિ સામાન્યપણે 5 કલાક ચાલતી હોય તે માત્ર દોઢ કલાકમાં આટોપી લેવામાં આવી હતી અને 120ને બદલે 80-85 શ્લોકમાં વિધિ પૂરી કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત