મોજા વિના બૂટ પહેરવાનું આજથી જ કરી દો બંધ, ડોક્ટર્સ આપી રહ્યા છે ખાસ ચેતવણી

આજકાલ ફેશનના નામે યુવાઓ અને બાળકો કેટલીક નાની મોટી ભૂલો કરી બેસે છે તેમાંની એક છે સ્ટાઈલિશ રહેવા માટે બૂટની સાથે મોજાં ન પહેરવાની આદત. આ એક નવી ફેશ ન હાલમાં યુવાઓમાં જોવા મળી રહી છે. આવી ભૂલો બોલિવૂડ એક્ટરથી લઈને અનેક મોટા સેલેબ્સ પણ કરી રહ્યા છે. અને સાથે તેઓ ફેશનના આ ટ્રેન્ડને ફોલો કરતા હોવાથી સામાન્ય લોકો પણ આ ટ્રેન્ડને કોપી કરીને પોતાનું નુકસાન કરી લે છે.

image source

શું તમે જાણો છો કે મોજા વિના જૂતા પહેરવાનું તમારા માટે કેટલું ખતરનાક હોઈ શકે છે. એક શોધમાં દાવો કરાયો છે કે મોજા વિનાના જૂતા પહેરવાથી પુરુષોને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. એક દિવલમાં સામાન્ય રીતે વ્યક્તિને 300 મિલીલિટર પરસેવો થાય છે. આ પરસેવા અને ભેજના કારણે તેમને ફંગલ ઈન્ફેક્શનની શક્યતાઓ રહે છે.

ફંગલ ઈન્ફેક્શનના પરિણામ અનેક સમસ્યાઓ નોતરે છે

image source

શોધમાં એક કાર ધોવાનું કામ કરનારા વ્યક્તિને વિશે કહેવાયું છે. આ કામના લીધે તેના પગમાં ભેજ વધારે રહેતો. તેના કારણે તેને ફંગલ ઈન્ફેક્શન થયું. આ પછી અનેક મહીનાઓ સુધી તેને સારવાર કરાવવી પડી. ત્યારપછી તેને રાહત મળી. આ જ રીતે બ્રિટનની એક જાણીતી મોડલ પણ ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બની હતી. તેણે અનેક મોડલિંગના સ્ટાઈલ પ્રાઈઝ પણ જીત્યા છે. અનેક વાર લંડન ફેશન વીકમાં મોજા વિના પણ તેને જોવામાં આવી હતી. આ સિવાય અન્ય એક ગાયક ગૈક સ્મિથને પણ આ બીમારી થઈ ચૂકી છે.

image source

આ તમામ લોકોએ જો કોઈ ભૂલ કરી હોય તો તે એ હતી કે તેઓને બૂટ સાથે મોજાં પહેરવાની આદત હતી અને અન્ય કારણમાં તેઓ તેને ફેશન સ્ટેટમેન્ટ ગણતા હતા. જેના કારણે તેઓને આ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

image source

ફેશન અને સુંદર દેખાવવાના ચકમાં લોકો અનેક વાર નાની ભૂલો કરી લે છે અને પછી તેનું મોટું પરિણામ તેમને ભોગવવું પડે છે. જ્યારે પણ કોઈ કામ કરો ત્યારે તેના નકારાત્મક પરિણામો જાણવાની કોશિશ કરો. જો તમે સ્ટાઈલમાં રહેવા ઈચ્છો છો પણ તે તમારા માટે નુકસાનદાયી હોય તો તમારે તેને છોડી દેવી જોઈએ. કેટલીક નાની વાતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો તમે મોટી મુસીબતોથી બચી શકો છો.

image source

તો હવેથી જરૂર ન હોય તો મોજા વિના બૂટ પહેરવાની આદત છોડો અને મોજાંનો ઉપયોગ કરો. તેનાથી તમારા પગમાં ભેજ નહીં રહે અને પરસેવો શોષાઈ જશે. મોજાં તમને આ ફંગલ ઈન્ફેક્શન અને તને લગતી અન્ય અનેક બીમારીથી બચાવવામાં મદદ કરે છે તે વાત ગાંઠ બાંધી લો અને એલર્ટ રહો. સ્ટાઈલ કરતાં સ્વસ્થ રહેવાને વધારે મહત્વ આપો તે તમારા માટે લાભદાયી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત