શું તમે SBIના ગ્રાહક છો અને આ સાઈટ પર કરો છો વિઝિટ? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો થઇ જશે ખાતુ ખાલી

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ઈન્કમટેક્સ રિફંડના નામે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. ટેક્સ રિફંડના નામે આ પ્રકારની છેતરપિંડી ટાળવા માટે SBIએ ગ્રાહકોને કહ્યું છે કે, તેઓ મેસેજમાં આપવામાં આવેલી એવી કોઇપણ લિંક પર ક્લિક ન કરે જ્યાં તેમને ટેક્સ રિફંડ માટે રિક્વેસ્ટ નાખવાની વાત કહેવામાં આવી હોય. છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકોને આવા
મેસેજ આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આપેલી લિંકને ક્લિક કરીને તમે તમારાં આવકવેરા રિફંડ વિશે માહિતી મેળવી શકો છો. દેશમાં દર રોજ બેન્કિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. આજકાત છેતરપિંડી કરનારા ગ્રાહકો નવી નવી રીતે ફ્રોડ કરવા લાગ્યા છે. આ રીતે ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ ક્રમમાં ટ્વીટ જાહેર કરી પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. એસબીઆઈએ જણાવ્યું છે કે તે પોતાના ગ્રાહકોને આ પ્રકારનો ઈમેઈલ નથી મોકલી રહ્યા.

image source

ઉલ્લેખનીય છે કે આજકાલ બેંકના ગ્રાહકો કોઈ પણ પ્રકારની માહિતી માટે ગૂગલનો ઉપયોગ કરે છે. પરંતુ જણાવી દઈએ કે ગૂગલ પર સર્ચ કરવા પર પણ ગ્રાહકોને યોગ્ય માહિતી નથી મળી શકતી. એટલા માટે બેંક સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની જાણકારી માટે તમારે બેન્કિંગ વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

SBIએ ટ્વીટ કરી જાણકારી આપી છે

image source

SBIએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘શું તમને પણ આવકવેરા વિભાગના નામે રિફંડ માટે ફોર્મલ રિક્વેસ્ટ નાખવાનો મેસેજ આવી રહ્યો છે? આ મેસેજ તમને છેતરવા માટે મોકલવામાં આવ્યો છે. તમે આવા મેસેજ અવગણો અને તરત જ આવા મેસેજની જાણ કરો.’ SBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગ્રાહકોએ બેંક સાથે જોડાયેલી કોઈ પણ સેવા ની જાણકારી માટે હેલ્પલાઈન નંબર અથવા પછી વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

આ વેબસાઈટ પર જાઓ

ગૂગલ સર્ચથી ઘણીવાર ગ્રાહક ફેક વેબસાઈટ પર જતા રહે છે. એટલા માટે બેંકે કહ્યું કે એસબીઆઈ સંબંધિત માહિતીની જાણકારી અથવા અપડેટ માટે https://bank.sbi આ વેબસાઈટ પર જાઓ.

ટોલ ફ્રી નંબર પર ફોન કરો

image source

એસબીઆઈના કસ્ટમર્સ કેરનો નંબર જારી કરવામાં આવ્યો છે. કોઈ પણ માહિતી માટે કસ્ટમર કેર નંબર્સ 180011 2211, 1800 425 3800 અથવા 080 26599990 પર સંપર્ક  કરી બેંક સાથે જોડાયેલી માહિતી મેળવી શકો છો.

ફેક ઈમેઈલના ચક્કરમાં ન પડો

image source

આ ઉપસાંત SBIએ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું તે અમારા ગ્રાહકોને ફેક ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે. આ ઈમેઈલ સાથે SBIનો કોઈ સંબંધ નથી. ત્યારે ઈ મેલ ખોલવાથી બચો. SBIએ કહ્યું કે ગ્રાહકોને અનુરોધ છે કે તે સોશિયલ મીડિયા પર સતર્ક રહે અન કોઈ ભ્રામક અને ફર્જી સંદેશા પર ન જાય. બેંકે કહ્યું કે જો તમે આટલું ધ્યાન ન રાખ્યું તો તમારા બેંકના ખાતા ખાલી થઈ જશે.

વીડિયોના માધ્યમથી ગ્રાહકોને જાગ્રત કર્યા

image source

આ ટ્વીટમાં SBIએ એક એનિમેટેડ વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેમાં એક ગ્રાહકને ઇન્કમ ટેક્સ રિફંડના નામે મેસેજ આવે છે. આ વીડિયોમાં ગ્રાહકને જાણકારી આપવામાં આવે છે કે કેવી રીતે કેવા પ્રકારના મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી ફ્રોડ થઈ શકે છે. આ વેબસાઇટ દ્વારા ગ્રાહકોને તેમનાં અકાઉન્ટ સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી ભેગી કરીને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે.

છેતરપિંડી કરનારાઓ આવી યુક્તિઓ અજમાવે છે

image source

ફિશીંગ ટેક્નિકની મદદથી આવી છેતરપિંડી કરવામાં આવે છે. તેમાં એક ફેક વેબસાઇટ બનાવવામાં આવે છે, જે જોવામાં ઓરિજિનલ વેબસાઇટ જેવી જ લાગે છે. આ વેબસાઇટની મદદથી ગ્રાહકો પાસેથી તેમની આવશ્યક માહિતી એકત્રિત કરવામાં આવે છે. SBIએ ગ્રાહકોને કહ્યું છે કે, આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો અથવા તેમના ખાતા સાથે સંબંધિત કોઈની માહિતી કોઈની સાથે શેર ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત