ક્રુર પતિએ પત્નીના માથામાં માર્યો જોસથી મોબાઇલ, અને લેવા પડ્યા ટાંકા પછી…

અમાનવીય ક્રુત્ય: પત્નીના માથામાં પતિએ માર્યો મોબાઈલ! જાણો શું થઇ પત્નીની દશા

ભારતમાં ઘરેલુ હિંસામાં કોઈ પણ પ્રકારની હિંસાનો સમાવેશ થાય છે જે કોઈ જૈવિક સંબંધી વ્યક્તિ દ્વારા ભોગવવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે સ્ત્રીને તેના કુટુંબના સંબંધીઓ અથવા પતિ દ્વારા કરવામાં આવતી હિંસાનો સમાવેશ વધુ જોવા મળે છે. શારીરિક ઈજા એ ઘરેલું હિંસાનું સૌથી દૃશ્યમાન સ્વરૂપ છે. શારીરિક હિંસાના અવકાશમાં થપ્પડ મારવા, દબાણ કરવું, લાત મારવી, કરડવાથી, માર મારવો, પદાર્થથી માર મારવો, ગળુ દબાવીને, ઝાપટ મારવી, કોઈ પણ પ્રકારનાં હથિયારથી ધમકી આપવી અથવા શસ્ત્રનો ઉપયોગ કરવો શામેલ છે.

image source

પતિ અને પત્ની વચ્ચે સામાન્ય અણબનાવના કિસ્સા બનતા હોય છે જેમાં ક્યારેક મારામારી થતી હોય છે. એક શહેરમાં રહેતા પતિ-પત્ની વચ્ચે ગાડીની સફાઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં પતિએ પત્નીને માથામાં મોબાઈલ માર્યો હતો. જેથી પત્નીને બે ટાંકા આવ્યા હતા. કોરોના કાળમાં ઘર કંકાસની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.

image source

મંગળવારે આ શહેરની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ મોબાઈલ ફોન મારતા તેના માથાના ભાગમાં ઈજાઓ થઈ છે. ફ્લેટ્સમાં રહેતી ૩૨ વર્ષીય મહિલા લેબોરેટરીમાં ઈન્ટરનેશનલ બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. તેણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિએ કાર સાફ કરવાના વિવાદમાં મોબાઈલ ફોન માર્યો હતો. મહિલાએ જણાવ્યું છે કે, સોમવારે કામ માટે તેના ઓફિસના લેપટોપને તે ઘરે લાવી હતી. તેણી મંગળવારે તે લેપટોપને પરત ઓફિસ લઈ જવાની હતી.

image source

પરંતુ વરસાદ હોવાને કારણે લેપટોપ પલળે નહીં તેના માટે તેણીએ પતિને કાર લઈ જવા માટે કહ્યું હતું. પતિએ તેને કહ્યું હતું કે, જો તે કાર લઇ જવા માંગતી હોય તેણે કારને યોગ્ય રીતે મેન્ટેઇન કરવી પડશે. મહિલાએ તેને કહ્યું કે તે કોઈને કાર સાફ કરવા અને તેમાં ફ્યુલ ભરવા આપી દેશે. પતિને આ વાતનો ગુસ્સો આવ્યો અને તેણે આગ્રહ કર્યો કે જો તે કાર લઈને જશે તો તેણે કારને જાતે જ સાફ કરવી પડશે.

બાદમાં પતિએ પત્નીને કહ્યું કે, તે તેને ઓફિસ મૂકી જશે. પરંતુ કાર એકલી લઈ જવા દેશે નહીં. ત્યારબાદ બંને એકસાથે કારમાં રવાના થયા થયા હતાં. આ દરમિયાન ફરીથી પતિએ મહિલા સાથે લડવાનું શરૂ કર્યું અને કહ્યું કે, તેણીએ કાર સાફ કરવી પડશે. બંને વચ્ચે દલીલ થતા પતિએ એક ફ્લેટસ પાસે કાર ઉભી રાખી હતી. ત્યારબાદ તેણે પોતાની પત્નીનો મોબાઈલ છીનવીને તેના માથામાં માર્યો હતો.

જેને કારણે તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ પતિ તેને ઘરે લઈ ગયો, જ્યાં તેણે તેના સાસુ-સસરા અને તેના પિતાને ઘટના વિશે જણાવ્યું. બાદમાં મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. તેણીએ જણાવ્યું હતું કે તેણીએ વી.એસ. હોસ્પિટલમાં સારવાર લીધી છે. મોબાઈલથી ઈજા થવાને કારણે બે ટાંકા આવ્યા છે. ત્યારબાદ પોલીસે તેના પતિ સામે ઈજા પહોંચાડવા બદલ ફરિયાદ નોંધી હતી. પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત