આ રીતે ઘરમાં કે ઓફિસમાં મોરપંખ રાખવાથી ક્યાંરેય નહીં થાય પૈસાની તંગી

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, તેના શિકાર પર પ્રતિબંધ છે. મોર જોઈને જ મનમાં એક અલગ પ્રકારની સુંદરતા અનુભવાય છે. મોરપંખની વાત કરીએ તો શ્રીકૃષ્ણએ પણ તેમના મુકુટમાં તેને પહેર્યું હતું. મોરપંખ વિના શ્રી કૃષ્ણનું સ્વરૂપ અપૂર્ણ માનવામાં આવે છે. એ જ રીતે સરસ્વતી માતાનું વાહન પણ મોર છે અને શિવપુત્ર કાર્તિકેયનું વાહન પણ મોર છે. ઇન્દ્રદેવ મોરના પીછાથી બનેલા વાહન પર ચાલે છે.

image source

એટલું જ નહીં, ઘણા મોટા ગ્રંથો પણ મોરના પીંછાથી લખવામાં આવ્યા છે. આનાથી મોરપંખના મહત્વની ખબર પડી જાય છે કે કેવી રીતે તેમા દિવ્યશક્તિઓનો વાસ હોય છે. આ જ રીતે વાસ્તુ શાસ્ત્ર, આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેના વિશે ઉલ્લખે મળે છે. વાસ્તુ મુજબ મોરને ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે. ચાલો આજે અમે તમને ઘરમાં મોરપંખ રાખવાના ફાયદાઓ વિશે જણાવિશું.

ધનવાન બનાવે છે મોરપંખ

વાસ્તુ મુજબ ઘરમાં મોરપંખને ફ્રેમ કરીને રાખવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. ઘરમાં મોરપંખ રાખવાથી સુખ-સમૃદ્ધિ રહે છે. આર્થિક મુશ્કેલીનો ક્યારેય સામનો કરવો પડતો નથી.

image source

પૂજાઘરમાં સ્થાપિત કરવાથી થાય છે ફાયદો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૂજાગૃહમાં દેવી-દેવતાઓ સાથે મોરપંખને ફ્રેમ કરાવીને રાખવાથી ફાયદો થાય છે. ભગવાન ગણેશ, દેવી સરસ્વતી અને ભગવાન કૃષ્ણની મૂર્તિની સાથે પૂજા ઘરમાં મોરપંખ રાખવું અતિ શુભ માનવામાં આવે છે.

મોરપંખ ફોટો ફ્રેમમાં આ રીતે લગાવો

જોકે મોરપંખને ઘરે લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય રીતે લગાવવાથી વધુ ફાયદા થાય છે. વાસ્તુ મુજબ ભગવાન કૃષ્ણનું નામ લઈને આ કાર્ય શરૂ કરવું જોઈએ. ફોટોફ્રેમની સાઈઝ અનુસાર ફ્રેમ સેટ કરો. એક કદના સાત મોરપંખ લગાવવા જોઈએ. મોરપુંખ ઘરની પૂર્વ દિશામાં મૂકવો જોઈએ. મોરને કાળા અથવા સફેદ ચોકઠામાં રાખવો જોઈએ.

image source

પ્રેમ પ્રતિષ્ઠાની નિશાની છ

વાસ્તુ મુજબ મોરપંખ લગાવવાથી ઘરના પરિવારના સભ્યોમાં આવેલુ અંતર ઓછું થાય છે. જો તમે ઇચ્છતા હોવ તો તમે તમારા લિવિંગ રૂમમાં મોરપંખ રાખી શકો છો, આ હકારાત્મક ઉર્જા લાવે છે. પરિવાર સાથે ઉઠવા-બેસવાની જગ્યામાં તેને લગાવવાથી પરિવારમાં પ્રેમ રહે છે. સૂતા સમયે પલંગની નીચે રાખીને સુવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમામ પ્રકારની ચિંતાઓ દૂર થાય છે.

વિવાહિત જીવન સુખી થાય છે

મોરને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. તમારા બેડરૂમમાં બે મોરપંખની જોડી લગાવવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ દંપતીના વિવાહિત જીવનમાં સમસ્યા આવવા તો તેઓએ નિશ્ચિતરૂપે આ ઉપાય કરવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના પ્રેમમાં વધારો થાય છે. મોર નકારાત્મક ઉર્જા શોષી લે છે, તેથી તેનો ઉપયોગ કરવાથી પરિણીત જીવનમાં મધુરતા આવે છે.

image source

ખરાબ નજરથી બચાવે છે

વાસ્તુ મુજબ ઘના ઈશાન ખુણા, મંદિરવાળી જગ્યા પર મોરપંખ રાખવાથી નિશ્ચિતરૂપે ફાયદો થાય છે. ઘરમાં ધન અને સુખનો અભાવ રહેતો નથી. ઘરમાં ભગવાનની પૂજા સાથે મોર પંખની પુજાને શુભ માનવામાં આવે છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય છે જેનાથી ખરાબ નજર લાગી શકે છે, તો ગણપતિની મૂર્તિ અથવા તસવીરની સાથે ત્રણ મોરપંખને મુખ્ય દરવાજે લગાવવુ જોઈએ. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

અઘટિત ઘટના બનતા અટકાવે છે

તમારા ટુ-વ્હીલરમાં મોરપંખ રાખવું પણ ફાયદાકારક છે, જે અકસ્માતની શક્યતાને ઘટાડે છે. ઉપરાંત, તમારા ફોર-વ્હીલરની અંદર રાખવું પણ ફાયદાકારક છે, જ્યારે તમે કોઈ કામ માટે ઘરેથી નીકળશો ત્યારે તેમાં સફળતાની સંભાવના છે.

image source

હઠીલા બાળકનું સમાધાન

મોરપંખ સરસ્વતી માતાને પણ ખૂબ પ્રિય છે, તેથી જો બાળકોને અભ્યાસ કરવાનું પસંદ ન હોય તો, સ્ટડી રૂમમાં ફોટો ફ્રેમમાં મૂકીને રાખવાથી બાળકનું મન અભ્યાસમાં લાગવા લાગશે. જો બાળક ભણવામાં નબળું હોય તો પુસ્તકના પાનાની વચ્ચે મોરપંખ રાખવાથી ફાયદો થાય છે. સાથે તે હઠીલા બાળક સાથેના વ્યવહારમાં પણ મદદગાર છે. જો કોઈ બાળક જિદ્દી છે, અને કોઈ પણ વાત સાંભળવામાં મનાઈ કરે છે, તો પછી તેના રૂમમાં પંખાની ઉપર મોરપંખ લગાવવાથી સમસ્યાનું લાભકારી સમાધાન થાય છે.

આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

વાસ્તુ મુજબ ફ્રેમને સાફ કરતા હો ગંદી ન રાખવી જોઈએ. ઉપરાંત, આ ઉપાંત ઘણા પ્રકારનાં મોરપંખ આવે છે, તેથી યોગ્ય મોરપંખની ઓળખ કરીને ઘરની અંદર લગાવવું જોઇએ, તો જ તેનો સંપૂર્ણ લાભ મળે છે. ગંદા હાથથી ક્યારેય મોરપંખનો સ્પર્શ કરવો જોઈએ નહીં. મોરપંખ લેતી વખતે, તે ધ્યાનમાં લેવું જોઈએ કે તે તૂટેલુ ન હોવુ જોઈએ. મોર પણ પૂજનીય અને શુભ હોવાથી તે જમીન પર ન પડે તેનું ધ્યાન રાખવુ જોઈએ. મોરપંખનું મહત્વ અને આદર ભગવાન દ્વારા પણ કરવામાં આવ્યો હતો, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પણ તેને તેના મુકુટ પર લગાડ્યુ હતુ. ગણપતિ ભગવાનને પણ પ્રિય છે.

image source

પૈસાની આવક વધશે

આજના સમયમાં દરેકને પૈસાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક વ્યક્તિ પૈસા કમાવવાની દોડમાં હોય છે, પરંતુ કેટલીક વાર મહેનત પછી પણ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી અથવા તે આવી જાય તો પૈસા ટકતા નથી. મોરપંખ પૈસાની આવકમાં વધારો કરે છે. દુકાન અને વેપારની સાઇટ પર મોરપંખને લગાવવાથી પૈસા ટકે છે. આ સિવાય ખિસ્સા અને ડાયરીમાં રાખવાથી પૈસાની કમી ક્યારેય હોતી નથી. તેને ઘરની તિજોરીમાં રાખવાથી પૈસાની આવક વધશે અને બચત પણ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ