વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાન્યુઆરીથી પણ ગુજરાતમાં સ્કૂલ-કોલેજો નહીં ખૂલે, જાણો બોર્ડની પરીક્ષાનું શું થશે

કોરોના આવ્યો ત્યારથી ગુજરાતમાં શિક્ષણ કાર્ય બંધ છે અને સ્કૂલ કોલેજોને તાળા લાગી ગયા છે. ત્યારે શાળા કોલેજો ખોલવાને લઈને અલગ અલગ નિર્ણય આવ્યા કરે છે અને પરિક્ષાને લઈને પણ તારીખો બદલાયા કરે છે. ત્યારે હવે ફરીથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં પણ શાળા કોલેજ નહીં ખુલે અને પરિક્ષાઓ પણ મે મહિના સુધી લંબાઈ એવી શક્યતાઓ છે. તો આવો જોઈએ કે આ નવો રિપોર્ટ શું છે. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાન્યુઆરીથી સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની વાત અગાઉ કરી હતી, પણ તાજેતરમાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે ફેબ્રુઆરીમાં બોર્ડની ઓફલાઇન પરીક્ષા લેવાની વાત કરતાં ગુજરાત સરકાર માટે મૂંઝવણ ઊભી થઇ છે.

image source

તો હવેની મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જાન્યુઆરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થવાની શક્યતા નથી. સીબીએસઈ જો બોર્ડની પરીક્ષા યોજવાનું ટાળે તો ગુજરાતમાં નિયમિત શિક્ષણ કાર્ય શરૂ થઇ શકે એ વાત માનવામાં આવે નહીં. તેમાં પણ કોરોના રસીકરણને લઇને ભારતમાં કોઇ સ્પષ્ટતા નથી ત્યાં બાળકોને સ્કૂલે આવવાની ફરજ પાડી શકાય તેવી સ્થિતિ નથી એ પણ સૌ કોઈ જાણે છે. એ જ રીતે જો વાત કરીએ તો આ બાબતે સૂત્રોનું કહેવું છએ કે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે સરકારી શિક્ષકો તેમની જવાબદારીમાં વ્યસ્ત હશે તેથી તે દરમિયાન શૈક્ષણિક કાર્ય કરવું પણ થોડું મુશ્કેલ બને.

image source

આ સાથે જ મહત્વની વાત એ પણ કરી કે, બોર્ડની પરીક્ષા લેવાશે, પણ તે સિવાયના બાકીના ધોરણો માટે આખરી નિર્ણય શું લેવો તે બાબતે હજુ કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ માસ પ્રમોશનનો વિકલ્પ સાવ અસ્વીકાર્ય નથી. તો વળી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ‘દિવ્ય ભાસ્કર’ ન્યૂઝ પેપર સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે અગાઉ જાહેરાત થઇ હતી, પરંતુ અમારે નિર્ણય બદલવો પડ્યો હતો. હજુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે સામૂહિક રીતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક બાદ જ નિર્ણય જાહેર થશે, પરંતુ અમે મે મહિનામાં બોર્ડની પરીક્ષા જરૂરથી લઇશું. પરીક્ષા નહીં લેવાનો નિર્ણય ભૂલભરેલો છે, કારણ કે તેનાથી શિક્ષણ અને વિદ્યાર્થીઓની ગુણવત્તા પર માઠી અસર થશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગળ શું નિર્ણય આવે છે અને ક્યારે શાળા કોલેજો અને શિક્ષણ કાર્ય ફરીથી વેગવંતુ બને છે.

image source

આ પહેલાં પણ શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં શાળા અને કોલેજો ફરી શરૂ કરવા અંગેના તેમજ પરીક્ષાઓ અને માસ પ્રમોશન અંગેના અહેવાલ પ્રચાર માધ્યમોમાં વહેતા થયા તે પાયાવિહોણા હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, માસ પ્રમોશ અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. યોગ્ય સમયે તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. શાળાઓ ખોલવા અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જો કે હાલ શાળાઓ 15 જાન્યુઆરી બાદ ખુલ્લે તેવી શક્યતાાનાં જે અહેવાલો કેટલાક માધ્યમો ચલાવી રહ્યા છે તે ખોટા છે. હાલમાં શાળાઓ અને કોલેજ ખોલવા કે માસ પ્રમોશન અંગે કોઇ જ નિર્ણય લેવાયો નથી. તેથી વાલીઓ, વિદ્યાર્થીઓ કે શાળાઓએ ગેરમાર્ગે દોરવાવું નહી. ઓનલાઇન અભ્યાસ યોગ્ય રીતે ચાલી રહ્યો છે યથાવત્ત ચાલુ રાખવો. કોઇ પણ વિદ્યાર્થી માસ પ્રમોશન અપાશે તેવી લાલચે અભ્યાસ બંધ કરવો નહી. આ અંગેનું હાલ સરકારનું કોઇ જ આયોજન નથી. માટે હાલ ઓનલાઇન અભ્યાસ વિદ્યાર્થીઓએ ચાલુ જ રાખવો.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં જ્યારે પ્રથમ લોકડાઉન થયું ત્યારથી જ શાળા કોલેજો બંધ છે. થોડા સમય પહેલા કેટલાક રાજ્યોમાં ફરીથી શાળા કોલેજ શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોરોના વકરતા બંધ કરવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે કોરોનાનો પ્રકોપ દેશમાં ઓછો થતા ફરીથી કેટલાક રાજ્યોએ શાળા શરુ કરવાનો નિર્ણય કર્યો છે.

image source

કર્ણાટક સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં આગામી પહેલી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા અને પ્રિ યુનિવર્સટી કોલેજ ખુલશે. રાજ્યના શિક્ષામંત્રી એસ સુરેશ કુમારે શનિવારે આ જાણકારી આપી છે. આ સાથે જ તેમણે રાજ્યમાં વિદ્યામાન કાર્યક્રમ શરુ કરવાની જાહેરાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત