લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સના માલિક બનશે શાહરુખ ખાન, અમેરિકન ક્રિકેટને આપશે પ્રોત્સાહન

બોલીવૂડ અને ક્રીકેટનો સંબંધ દાયકાઓ જૂનો છે. ક્રીકેટ એ આપણા દેશની ગલીઓ ગલીઓમાં રમાતી રમત છે. બાળકો માત્ર 3-4 વર્ષના હોય ત્યારથી જ આપણે ત્યાં ક્રીકેટ રમતા થઈ જાય છે. કોમન વેલ્થ રાષ્ટ્રોમાં ક્રીકેટનું ચલણ વધારે છે. બાકીના રાષ્ટ્રો જેમ કે અમેરિકા, યુરોપ, જાપાન વિગેરેમાં ફૂટબોલ તેમજ બેઝબોલ વધારે રમાતી રમતો છે. પણ હવે ક્રીકેટના રસિયા અને આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ
ટીમની માલિકિ ધરાવતા શાહરુખ ખાન ક્રીકેટને અમેરિકામાં પણ પ્રોત્સાહિત કરવા માગે છે.

image source

આ જ ઉદ્દેશથી શાહરુખ ખાન અમેરિકામાં ક્રિકેટને પ્રત્સાહિત કરવા માટે રોકાણ કરવા માગે છે. આપીએલ એટલે કે ઇન્ડિયન પ્રિમિયર લીગ તેમજ કેરેબિયન પ્રીમિયર લીગમાં શાહરુખ પોતાની ટીમ ધરાવે છે. અને હવે તેઓ ઇચ્છે છે કે યુ.એસ.એ ટી-20માં પણ પોતાની ટીમ ખરીદશે. અને તે ટીમનું નામ રહેશે લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સ.

image source

તમને જણાવી દઈએ કે અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઇઝે નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝીના ઇનવેસ્ટમેન્ટની વાતને કન્ફર્મ કરી છે. અમેરિકન ટી-20માં કુલ 6 ટીમો હશે. આ ટીમો ન્યૂયોર્ક, વોશિંગ્ટન, ડલાસ, લોસ એન્જેલસ, સેન ફ્રેન્સિસ્કો અને શિકાગો હશે. 2022માં આ ટૂર્નામેન્ટ રમાય તેવી શક્યતા છે.

નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઈઝને મળી છે આટલી સફળતા

image source

કીંગ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલમાં બે વાર ચેમ્પિયનશિપ જીતી છે. તો બીજી બાજુ સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગમાં શાહરુખની ત્રિનિદાદ એન્ડ ટોબેગો નાઇટ રાઇડર્સની ટીમને ચાર વાર સફળતા મળી છે. આઈપીએલમાં કેકેઆરે 2012 અને 2014માં જીત મેળવી હતી, જ્યારે સીપીએલમાં 2015, 2017, 2018 અને 2020માં એમ ચારવાર ચેમ્પિયન રહી હતી. થોડા સમય પહેલાં જ શાહરુખ ખાને એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું, ‘કેટલાક સમયથી અમે અમારી નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઈઝીને વૈશ્વિક રીતે આગળ વધારવા માગી રહ્યા છીએ અને તેની તકો શોધી રહ્યા છીએ. અને માટે જ અમે યુ.એસ.એમાં શરૂ થનાર ટી-20 લીગના ઓર્ગેનાઇઝર્સનો સંપર્ક કર્યો છે. હું એ કહેવ માગું છું કે વિશ્વમાં ક્યાંય પણ મોટી ક્રિકેટ લીગનું આયોજન થાય ત્યાં અમે ઇનવેસ્ટમેન્ટ કરવામાં રસ દાખવીશું.’

આ એક લાંબાગાળાનું રોકાણ

image source

અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઇઝરના ચીપ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈંકી મૈસુરે ગત વર્ષમાં જણાવ્યું હતું કે તેમને સમગ્ર વિશ્વમાં થતી મોટી સ્પોર્ટિંગ લીગમાં ઇનવેસ્ટમેન્ટ કરવાની ઓફરો મળી રહી છે. અમેરિકન મિડિયા માર્કેટ વિશ્વમા મોટું છે જેના કારણે તેમને એક અલગ પ્રકારની જ તક ઉપલબ્ધ થાય તેમ છે.

યુ.એસ.એમાં ક્રિકેટ માટેનું માર્કેટ ઘણું સારું છે. અહીં ક્રીકેટની રમતને એડવર્ટાઇઝમેન્ટના રૂપે જોનારી ઘણી બધી બ્રાન્ડ છે.

image source

આપણે બધા જાણીએ છીએ કે યુ.એસ.એમાં એશિયન વસ્તિ ઘણી બધી છે અને એશિયન દેશોમાં ખાસ કરીન ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન વિગેરે દેશોના લોકોને ક્રીકેટની રમતમા રસ રહે છે માટે અહીંની કંપનીઓ જાહેરાતો માટે આવા એશિયન લોકોને પોતાની બ્રાન્ડ તરફ આકર્ષિત કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. આમ અહીં જો આઈપીએલ જેવી કોઈ ક્રીકેટ લીગનું
આયોજન થાય તો અહીં ક્રીકેટની લોકપ્રિયતાને પણ વધારી શકાય અને એડવર્ટાઇઝ માટેની તકો પણ ઉભી થઈ શકે તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત