ઘરની અનેક જવાબદારીઓ સાથે આજે દેશની કોરોના વોરિયર્સ માતાઓ દિવસ રાત બજાવે છે પોતાની ફરજ

મધર્સ ડે સ્પેશિયલ : કોરોના યોદ્ધાઓ બની માતાઓ, નિભાવી રહી છે બે ગણી જવાબદારીઓ

image source

કોરોના મહામારીના કારણે લોકડાઉનની અવધી પણ ત્રીજી વખત વધારી દેવામાં આવી છે. અત્યારે ભારતમાં લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. બધા જ લોકો અત્યારે પોતપોતાના ઘરોમાં છે, ઓફિસે જનારા લોકો પણ અત્યારે ઘરે રહીને જ પોતાનું કામ કરી રહ્યા છે. પણ આ સમયગાળા દરમિયાન ઘરમાં રહેનારી મતાઓની જવાબદારીઓ સતત વધી રહી છે. તેઓ પણ અત્યારના સમયમાં ઘરે રહીને જંગ લડી રહેલી કોઈ કોરોના યોદ્ધાઓ કરતા ઓછી નથી.

ઘરે રહીને પણ તેઓ એક કોરોના યોદ્ધાની જેમ જ પોતાની બધી જ જવાબદારીઓ નિભાવી રહી છે. આ મહામારીના સમય દરમિયાન ઘરોને વધુમાં વધુ સ્વચ્છતાની જરૂર પડે છે. જેથી કરીને કોઈ પણ રીતે વાયરસ ઘરમાં પ્રવેશ ન કરી શકે. સામાન્ય રીતે જેટલી સાફસફાઈની અત્યારે બહાર જરૂર છે, એનાથી બમણી હાઈજીનની જરૂરિયાત અત્યારે ઘરોને પણ છે. આ સમયે માતાઓએ ઘરમાં ખાલી વધુ સમય આપવાની જ નહી સાફસફાઈ અને ઘરના કામોમાં વધુ મહેનતની પણ જરૂર વર્તાઈ રહી છે.

image source

કોરોના સામે લડવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે આપણી ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત કરવી. એટલે કે રોજના ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે પૌષ્ટિક હોય તેમ જ રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ કરે. આ જોતા રસોડામાં પણ માતાઓની જવાબદારીઓ અનેક ગણી વધી જાય છે.

જો ઘરમાં નાના બાળકો અથવા ઘરડા માતા-પિતા છે તો પણ માતાઓને એમના પર વધારે ધ્યાન આપવું પડે છે. આ મહામારીના સમયે બાળકો અને વૃદ્ધોની જાળવણી પણ એક મોટું કાર્ય બની જાય છે. આ રીતે માતાઓ પણ અત્યારે કોરોના યોદ્ધોની જેમ જ રોજ પોતાના પરિવાર માટે લડી રહી છે.

image source

આ બધા સાથે ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું, ઘરમાં બધાને એક સૂત્રથી બાંધેલા રાખવા અને અંદરો અંદરની સમસ્યાઓ સુલજાવવામાં પણ માતાઓનું યોગદાન આવશ્યક બની જાય છે. આ ક્ષેત્રે પણ માતાઓ સૌથી આગળ છે. કામ ભલે ઘરનું હોય કે બહારનું પણ મતોઓનું યોગદાન એમાં અભિન્ન છે. બધા જ માર્ગ ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય માતાઓ સામે એને ઝૂકવું જ પડે છે.

મધર્સ ડેના દિવસે આવી માતાઓને લાખ લાખ અભિનંદન આપીએ એ પણ ઓછા છે. આપણા ઘરમાં રહીને કોરોના સામે લડી રહેલી માતાઓને આજના દિવસે સન્માન આપવા પ્રયત્ન કરવો, એ જ મધર્સ ડેની સાચી ઉજવણી ગણાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત