બે બાળકોનો પિતા હોવા છતા અભિનેતા કરી શકે છે ઉમરથી નાની અભિનેત્રી સાથે રોમાંસ પણ અભિનેત્રી માટે બને છે મુશ્કેલ

ફિલ્મ ‘વિવાહ’ માં સ્ટાર રહેલી એક તેજસ્વી અભિનેત્રી અમૃતા રાવ હાલ પોતાની ફિલ્મી કારકિર્દીથી ઘણી દૂર રહે છે, અને તે તેનું દાંપત્યજીવન જીવી રહી છે. પરંતુ તેણે ઘણી મહાન ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેને લીધે તેને ખૂબ પસંદ કરવામાં આવી છે. જોકે તે ફિલ્મોથી દૂર છે, પરંતુ ગમે તેમ કરીને તે ચર્ચામાં છે.

અને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. પરંતુ હાલમાં તે તેના એક વાતને કારણે તે ખુબ ચર્ચામાં છે, જે તેણે તાજેતરમાં જ આપ્યું છે. તેમનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષ કલાકારો બે બાળકોના પિતા તરીકે પણ રોમાંસ કરી શકે છે, પરંતુ અભિનેત્રીઓમાં એવું થતું નથી.

image source

અમૃતા આ સમય દરમિયાન બોલિવૂડના બબલ સાથે વાત કરી રહી હતી. અમૃતા રાવ કહે છે કે. “એક નાનું બાળક થવાથી મારું આખું વ્યાવસાયિક જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, અને એને હું માનું પણ છું. પરંતુ આવું જીવન અભિનેત્રીઓને બદલી નાખે છે, અભિનેતાઓને નહીં.

અભિનેતા બે બાળકોનો પિતા હોઈ શકે છે, પરંતુ તે હજી પણ તેના કરતા નાની અભિનેત્રી સાથે રોમાંસ કરી શકે છે. જ્યારે અભિનેત્રી સાથે આવું કશું પણ થતું નથી. અમૃતા રાવનું આ નિવેદન ચર્ચામાં આવી રહ્યું છે, અને તેના ચાહકો આ અંગે સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે અમૃતા રાવના આ નિવેદનને ઘણું પસંદ કરવામાં પણ આવી રહ્યું છે, અને લોકો માને છે કે તે બિલકુલ સાચી વાત છે.

મોટા સિતારાઓ પર એક ઝલક:

ઇન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા અનેક સ્ટાર્સને જુઓ તો તે બધા પિતા જ છે.

image source

રોમાંસ કરી રહ્યા હોય તેવું દેખાય છે:

પરંતુ તે તેની દરેક ફિલ્મમાં તે કેટલીક અભિનેત્રી સાથે રોમાન્સ કરતા જોવા મળે છે, જેણે તાજેતરમાં જ ડેબ્યૂ થયું હતું.

ચાહકો આ ઇચ્છે છે:

અમૃતા રાવે લાંબા સમયથી કોઈ ફિલ્મનો ભાગ નથી, પરંતુ તેના ચાહકો ઇચ્છે છે કે તે ટૂંક સમયમાં પુનરાગમન કરે. તેવી ઇચ્છા તેના બધા ફેંસની છે.

image source

લાંબા સમય પછી તે પાછા ફર્યા:

ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે લાંબા સમય પછી પાછુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં પુનરાગમન કર્યું છે, અને તેની આવતાની સાથે જ મોટી ધૂમ મચાવી છે. તેના આવવાથી તેના ચાહકોમાં નવો ઉત્સાહ પણ જોવા મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *