એક્સ ગર્લ ફ્રેન્ડે સલમાન ખાનને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું કેટલાક સંબંધો ક્યારેય તૂટતા નથી

ત્રિદેવ (1989),વિષ્ણુ દેવા (1991) અને યુગાંધર (1993) જેવી ફિલ્મીની એક્ટ્રેસ સંગીતા બીજલાનીને તો આપ સૌ ઓળખતા જ હશો. પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ એ ખૂબ જ ચર્ચામાં રહી હતી. 9 જુલાઈ 1960માં મુંબઈ મહારાષ્ટ્રમાં જન્મેલી સંગીતા બીજલાનીએ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદિન સાથે Vશ 1996માં લગ્ન કર્યા અને વર્ષ 2010માં એમનાથી અલગ થઈ ગઈ. આમ તો આ પહેલા એમના લગ્ન સુપરસ્ટાર સલમાન ખાન સાથે નક્કી થઈ ચૂક્યા હતા. પણ પછી કાંઈક એવું થયું કે આ લગ્ન કેન્સલ થઈ ગયા હતા.’

image source

સંગીતા બીજલાની અને સલમાન ખાને વર્ષ 1986માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે સંગીતા બીજલાની ફિલ્મોમાં નહોતી આવી. બન્ને લગભગ 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. પછી વાત લગ્ન સુધી પહોંચી અને કાર્ડ પણ છપાઈ ગયા હતા પણ છેલ્લા સમયે એમને આ લગ્ન કેન્સલ કરી દીધા હતા. સલમાન ખાને પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં આ વાત કબૂલ કરી ચુક્યા છે કે કાર્ડ છપાઈને ઘણી ધી જગ્યાએ વહેંચાઈ પણ ગયા હતા પણ લગ્ન ન થઈ શક્યા.આ વાતને લઈને સંગીતા બીજલાનીએ ખુલાસો કર્યો છે કે એમનો આજે પણ સલમાન ખાન સાથે મિત્રતાનો સંબંધ જડવાયેલો છે.

image source

હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સંગીતા બીજલાનીને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો કે બ્રેકઅપ પછી પણ સલમાન ખાન સાથે એમની મિત્રતા આટલી મજબૂત કઈ રીતે છે? એના પર સંગીતા બીજલાનીએ કહ્યું કે અમુક સંબંધ ક્યારેય નથી તૂટતા. લોકો આવે છે ને જાય છે. લાઈફમાં કઈ પણ પરમેનન્ટ નથી હોતું. એનો મતલબ એ નથી કે તમે ગુસ્સો અનવ કડવાશથી જ પોતાની જાતને ભરી લો. જિંદગીમાં એક સમય એવો પણ હતો જ્યારે હું બેવકૂફ હતી અને નાના છોકરાઓ જેવી હરકતો કરતી હતી પણ હવે મારી પાસે અનુભવ છે અને હું વધુ સારી રીતે જીવી રહી છું.

image source

સલમાન ખાન સાથે સંગીતા બીજલાનીની આજે પણ સારી મિત્રતા છે. એમને સલમાન ખાનના ઘરે આવતા જતા સ્પોટ કરવામાં આવે છે. સંગીતા બીજલાનીએ ત્રિદેવ, ઈજ્જત, જુર્મ, યુગાંધર, યોદ્ધા, ખૂન કા કર્ઝ અને હતીમતાઈ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન પછી જ સંગીતા બીજલાની ફિલ્મોથી પણ દૂર થઈ ગઈ. પોતાના ફેન્સ માટે સંગીતા બીજલાની સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

image source

તમને જણાવી દઈએ કે જાસીમ ખાનના પુસ્તક બીઇંગ સલમાનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે સંગીતા બીજલાનીએ એક
ઇન્ટરવ્યૂમાં પોતાના અને સલમાન ખાનના લગ્ન નક્કી થવા વાળી વાતની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં ખુદ સલમાન ખાને પણ કહ્યું કે સંગીતા સાથે એમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. 27 મે 1994માં બન્નેના લગ્ન થવાના હતા.

image source

એવી ખબર હતી કે સલમાન ખાન અને અભિનેત્રી સોમી અલી વચ્ચે નજદીકિયા વધી રહી હતી. સંગીતા બીજલાનીને જ્યારે સોમી અલી સાથે સલમાન ખાનની નજદીકિયાનિવાત ખબર પડી તો એમને લગ્ન તોડવાનું નક્કી કરી લીધું અને વર્ષ 1996માં સંગીતા બીજલાનીએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદિન સાથે લગ્ન કરી લીધા જે વર્ષ 201આ તૂટી ગયા.