ડોક્ટરે કહ્યું મોત થયું અને દીકરીએ રાત્રે જોયું કે પપ્પા ધ્રુજે છે, ચેક કર્યું તો નીકળ્યા જીવતા, ઘોર બેદરકારી આવી સામે

કોરોના કાળ ચાલી રહ્યો છે અને લોકોના મોતનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે જે ખરેખર ધ્રુજાવનારી છે. અવાર નવાર આવા કેસો સામે આવતા રહે છે અને હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે. જો એના વિશે વિગતે વાત કરીએ તો હાલમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી જોવા મળી છે. અહીં ડોક્ટરોએ એક જીવંત વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો અને પછી ચિતા પર હતો ત્યારે સમગ્ર પોલ છતી થઈ હતી.

જો આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના સુલતાનપૂરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ સાંભળીને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો રડતી હાલતમાં શવ લઈને ઘરે આવ્યા હતા. અચાનક મૃતદેહ પર ઓઢાડવામાં આવેલ ચાદરમાં કોઈ હલ-ચલ થઈ તો પરિવારજનો ચોકી ગયા હતા. તાત્કાલિક પડોશી ડોક્ટરને બોલાવવામાં આવ્યા. જ્યારે તેમણે ચેક કર્યું ત્યારે પલ્સ અને ઓક્સિજનનું સ્તર બંને બરાબર હતું અને માણસ જીવતો હતો. જ્યારે ખબર પડી કે બધું બરાબર છે તો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને તે વ્યક્તિને સારવાર માટે લખનૌ લઈ જવામાં આવ્યો હતો.

જો આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો કોટવાલી નગર વિસ્તારના દરિયાપુર વિસ્તારના અબ્દુલ માબુદને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અબ્દુલના ભાઈની પત્ની શાહેદા બાનો કહે છે કે, જેઠને ઓક્સિજનની જરૂર હતી. ગુરુવારે બપોરે બે વાગ્યે તેઓ તેમને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ઘણી વાર કહેવા પછી 3-4 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જ્યારે ઓક્સિજનની માંગણી કરવામાં આવી ત્યારે, ડોકટરે ઓક્સિજન સિલિન્ડર ખાલી નથી એમ કહીને ના પાડી. પરંતુ દર્દીને રાહત ન મળતા તેને સરકારી હોસ્પિટલમાંથી બહાર કાઢી ખાનગીમાં લઈ જવાની પણ નોબત આવી હતી.

જો એ બાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તેનું ઓક્સિજનનું સ્તર પણ ડાઉન થઈ ગયું હતું. ખાનગી હોસ્પિટલમાં પણ ડોક્ટરે દર્દીને દાખલ કરવાની ના પાડી હતી. ઓક્સિજન હાજર હોય ત્યાં લઈ જવાનું કહ્યું હતું. જેથી મજબુરીમાં ફરીવાર સરકારી દવાખાને લઈ જવાની ફરજ પડી હતી. છાતી પર પમ્પ કરવાથી કોઈ હરકત ન થતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત જાહેર કર્યા બાદ બધાની જેમ પરિવારજનો સાંજે ડેડબોડી લઈને ઘરે આવ્યા હતા. સગાસંબંધીઓને મોતની જાણકારી મળી હતી.

શુક્રવારે સવારે અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તેથી, ચિલર લાવીને તેમાં શવ મૂકવામાં આવ્યો. રાત્રે 11:30–11:45ની આસપાસ આ વ્યક્તિની પુત્રી સના અખ્તર ચિલર પાસે બેઠી હતી. તેણે કહ્યું કે, ચાદરમાં કઈક હલચલ થઈ રહી છે. તેણે આ વાત તેની માતાને જણાવી, ત્યારબાદ તેને જે ચાદર ઓઢાડવામાં આવી હતી તે દુર કરવામાં આવી. ત્યારબાદ ચેક કરતા જાણવા મળ્યું કે, તેમનો શ્વાસ ચાલી રહ્યો છે. પરંતુ ત્યારબાદ સારવાર આપવા છતાં તેમનું મોત નીપજ્યું હતું. હવે આ કિસ્સો ચારેબાજુ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યો છે. આવા કાળમાં આટલી બેદરકારી કઈ રીતે સામે આવે એ પણ એક વિચારવા જેવી વાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!