મુસાફરીના શોખીન તો એકવાર કરો આ ટ્રેનની સફર, ૨૫૮ પુલ અમે ૧૦ ટનલની વચ્ચેથી થાય છે પસાર…

ભારતીય રેલવેએ એક પછી એક અનેક રેકોર્ડ બનાવ્યા છે અને હવે ભારતીય રેલવે ઊંચા પર્વતોમાં પણ ખૂબ ઝડપથી ચાલી રહી છે. એક સ્થળ તમિલનાડુ છે. અહીં નિલગિરી માઉન્ટેન રેલવે લાઇન એ તેના જબરદસ્ત ટ્રેક ને કારણે વિશ્વભરમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. આ ટ્રેન સૌથી સુંદર વાદીઓમાંથી પસાર થાય છે, અને તમને કુદરતના ઘણા જુદા જુદા દૃશ્યો પર એક નજર આપે છે.

image soucre

શિયાળાની મોસમ હવે ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ બદલાતા હવામાનમાં ફરવાનું વિચારી રહ્યા છો તો તમે ભારતીય રેલવે ની યાત્રા કરી શકો છો. ભારતીય રેલવે તમને ઘણી હસીન વાડીઓ અને પર્વતો વચ્ચે ફેરવશે. આ ટ્રેનના પોતાના ઘણા ફીચર્સ છે. તો ચાલો જાણીએ આ અદ્ભુત રેલ વિશે.

પહેલા ડુંગરાળ વિસ્તારમાં રેલ્વેની આવન જાવન ઓછી રહેતી હતી. પરંતુ ભારતીય રેલ્વેએ એક પછી એક ઘણી સિદ્ધી પ્રાપ્ત કરી અને હવે ઊંચા ઊંચા પહાડોમાં પણ ભારતીય રેલ્વે ઘણી જ ઝડપથી દોડી રહી છે. તેમાંથી એક સ્થળ છે તમિલનાડુ. અહિયાં નીલગીરી માઉંટેન રેલ્વે તેની જોરદાર ટ્રેક ને કારણે દુનિયાભરમાં એક અલગ ઓળખાણ ઉભી કરી છે. આ ટ્રેન ખુબ જ સુંદર ડુંગરાઓ વચ્ચેથી પસાર થાય છે, અને તમને કુદરતના ઘણા દ્રશ્યોથી માહિતગાર કરાવે છે.

image soucre

નીલગીરી માઉંટેન રેલ્વેએ મેટ્ટુપાલમય અને ઉટી વચ્ચે ટ્રેન સેવાઓને ફરીથી શરુ કરી દીધી છે. તેના પ્રવાસ દરમિયાન આ ટ્રેન તમિલનાડુમાં કુન્નુર થી ઉટી વચ્ચે ચાલે છે. આ ટ્રેન દક્ષીણ ભારતના બે સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉટી અને કુન્નુરને જોડે છે. આ ટ્રેન વરાળથી ચાલે છે. આ ટ્રેનના રૂટને યુનેસ્કોએ હેરીટેજ સાઈટ જાહેર કરી હતી. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ રૂટ ઉપર પ્રવાસ કરે છે. આ પ્રવાસ પ્રકૃતિના એ દ્રશ્યો દર્શાવે છે જેનાથી તમે કદાચ આજ સુધી અજાણ હો.

image soucre

આ કઠીન રૂટ ઉપર ચાલવા વાળી રેલ્વેમાં સ્વીસ એક્સ ક્લાસ કોલસા વાળા એન્જીન નો ઉપયોગ કરવામાં આવે છે, જે દુનિયાના સૌથી જુના રેલ્વે એન્જીન માંથી એક છે. આ રૂટ ઉપર કુલ તેર રેલ્વે સ્ટેશન છે, જે ઘણા જ સુદંર સ્થળો ઉપર બનેલા છે. આ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે સ્વર્ગનો અહેસાસ થાય છે.

image soucre

ઊંચા પહાડો અને સુદંર સોંદર્ય વચ્ચે દોડતી આ ટ્રેક વર્ષ ૧૯૦૮માં બની હતી. આ નાની ટ્રેનમાં બસ ચાર ડબા અને એકસો એંસી સીટ હોય છે. માનવામાં આવે છે કે આ ટ્રેન એશિયાની સૌથી ઉંચી અને લાંબી મીટર ગેજ ઉપર ચાલે છે અને આ ટ્રેન રૂટ ઉપર દસ થી વધુ ભોંયરા છે અને બસો આઠ પુલ છે, જે આ ટ્રેનના પ્રવાસને આનંદમય અને રોચક બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!