ગેસ સિલેન્ડરમાં આવી ફેસ્ટિવ ઓફર, બુક કરાવવા પર મળશે સોનું

સરકારી તેલ કંપનીઓએ બુધવારે ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે એ પછી રાજધાની દિલ્લીમાં સિલેન્ડરની ભાવ 899.5 રૂપિયા પર પહોંચી ગયો છે, પણ આ નવરાત્રી તમને ગેસ સિલેન્ડરના બુકીંગ પર તમને 24 કેરેટ ગોલ્ડ જીતવાનો મોકો મળી રહ્યો છે. પેટીએમએ એલપીજી સિલેન્ડર બુકીંગ માટે નવરાત્રી ગોલ્ડ ઓફર લોન્ચ કરી છે. આ સોનાને જીતવા માટે તમારે પેટીએમ એપથી ગેસ સિલેન્ડરનું બુકિંગ કરાવવાનું રહેશે. તમે 7 થી 16 ઓક્ટોબર સુધી આ ઓફર હેઠળ ગેસ સિલેન્ડર બુક કરવી શકો છો. તમને જણાવી દઈએ કે આ ઓફર હાલના સિલેન્ડરની બુકીંગ પર પણ લાગુ થશે જેના માટે કિંમતની ચુકવણી નથી કરવામાં આવી.

દરરોજ 5 વિજેતાઓને મળશે ગોલ્ડ

image source

પેટીએમ દરરોજ 5 લકી વિજેતાઓના નામ જાહેર કરશે, જેમને 10,001 રૂપિયાનું સોનું જીતવાની તક મળશે. આ સિવાય તમામ સ્પર્ધકોને 100 રૂપિયાનું ઈનામ મળશે. જ્યારે તમે પેટીએમ દ્વારા ગેસ બુક કરશો ત્યારે જ તમને લાભ મળશે.

કેવી રીતે કરાવી શકશો બુકીંગ

તમારે સૌથી પહેલા બુક ગેસ સિલેન્ડર પર ક્લિક કરવું પડશે

આ પછી તમારે તમારો ગેસ પ્રોવાઈડર પસંદ કરવો પડશે.

હવે મોબાઈલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક નંબર એન્ટર કરવો પડશે.

image soource

આ પછી, તમારે તમારી પસંદગીનો પેમેન્ટ મોડ પસંદ કરવું પડશે.

આમાં તમે Paytm Wallet, Paytm UPI, Cards, NetBanking પસંદ કરી શકો છો.

આ સિવાય, તમે પેટીએમ પોસ્ટપેડ વિકલ્પ દ્વારા પણ ચુકવણી કરી શકો છો.

તમે પેમેન્ટ કરો કે તરત જ તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

આ રીતે મળશે ગોલ્ડ

સફળતા પૂર્વક પેમેન્ટ કર્યા પછી, તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે.

તમે આ સ્ક્રેચ કાર્ડને બીજા દિવસે સ્ક્રેચ કરી શકો છો.

સ્ક્રેચ કર્યા પછી તમને ખબર પડશે કે તમને સોનું મળ્યું છે કે નહીં

6 ઓક્ટોબરે ભાવમાં વધારો થયો હતો

image soource

તમને જણાવી દઈએ કે 6 ઓક્ટોબરે બિન સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 899.5 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય તે કોલકાતામાં 926 રૂપિયા, ચેન્નઈમાં 915.5 રૂપિયા અને મુંબઈમાં 899.5 રૂપિયા થઈ ગયું છે.

.

ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને આપવા આવી ખાસ ઓફર આપવામાં

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ ખાસ ગ્રાહકો માટે આ ઓફર બહાર પાડી છે. કેશબેક ઉપરાંત ગ્રાહકોને આ ઓફરમાં બુકિંગ પર રિવોર્ડ્સ અને ગોલ્ડ પણ મળશે. આ ઉપરાંત, 5 લકી યુઝર્સને દરરોજ 10,001 રૂપિયાનું સોનું જીતવાની તક Paytm પર મળશે.

એચપી, ઈન્ડેન અને ભારત ગેસ ત્રણેય કંપનીઓના ગ્રાહકોને લાભ મળશે

image source

તમને જણાવી દઈએ કે નવરાત્રી ગોલ્ડ ઓફરનો લાભ ઈન્ડેન, એચપી ગેસ અને ભારત ગેસ સહિત તમામ કંપનીઓના સિલિન્ડર પર મળશે. તમે ‘બુક ગેસ સિલિન્ડર’ સુવિધા દ્વારા બુકિંગ કરીને આ વિશેષ ઓફરનો લાભ લઈ શકો છો.