નાચોઝ ચિપ્સ અને ટોમેટો સાલ્સા – હવે આ ટેસ્ટી મેક્સિકન વાનગી બનશે તમારા રસોડે…

નાચોઝ ચિપ્સ અને ટોમેટો સાલ્સા :

ઇગ્નસિયો અનાયા એ નાચોઝની વાસ્તવિક શોધક છે. નાચોસ મેક્સીકન-અમેરીકન રેસ્ટોરંટમાં વધારે સર્વ કરવામાં આવે છે. ડ્રેડિશનલી તે મેક્સિકન વાનગી નથી. તેની શોધ મેક્સીકોમાં થઈ હોવાથી તેને મેક્સિલકોની હોવાનું માનવામાં આવે છે. નાચોઝની શોધ મેક્સીકોમાં કરવામાં આવી હોવા છ્તાં તે અમેરિક્નો માટે બનાવામાં આવી હતી. તેને ખાસ કરીને ત્યાં નાસ્તા અને એપિટાઇઝર તરીકે સર્વ કરવામાં આવતી હતી. મેક્સિકન કુઝીને આખા વિશ્વમાં કેટલીક ખૂબજ ટ્સ્ટી-ફેવરીટ વાનગીઓ આપી છે. જે ભારતીય ટેસ્ટને ખૂબજ અનુકુળ આવી ગયેલ છે. ચીઝ અને રાઈસની વાનગીઓથી માંડીને ટાકોઝ સુધીની વાનગીઓ બનાવવા માટે મેક્સીકન અને ભારતીય રીત સમાન છે.

ત્યાંની બધી વાનગીઓમાં નાચોઝ લોકોની વધારે પસંદીદા બની ગયેલી વાનગી છે, જે સરળતાથી બની જતી હોય છે. પીળી મકાઇના લોટ સાથે મેંદો કે કોર્ન ફ્લોરના કોમ્બીનેશન સાથે થોડા સ્પાઇસીસ એડ કરી ને બનાવવામાં આવેલ નાચોઝનો ટેસ્ટ લોકોને ખૂબ જ પસંદ છે.

આપણે ત્યાંપણ રેસ્ટોરંટમાં નાચોઝ ચિપ્સ સર્વ કરવામાં આવે છે. માર્કેટમાં પણ તેનાં પેકેટ્સ મળતા હોય છે. નાચોઝ ચિપ્સ સાલ્સા, બેક બીન્સ, સોર ક્રીમ, ચીઝ ડીપ વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. તેમાં ડીપ કરીને ખાવાથી ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. સાલ્સા સાથે વધારે સ્વાદિષ્ટ લાગે છે કેમકે સાલસા તૈયાર કરવા માટે ટમેટા સાથે અન્ય શાકભાજી અને લેમન જ્યુસનો ઉપયોગ કરીને સરસ ચટપટો સ્વાદ બનાવવામાં આવે છે.

એકવાર તમે સાલ્સામાં નાચોઝ ડીપ કરીને ટેસ્ટ કરશો તો તમને વારંવાર સાલ્સા સાથે જ નાચોઝ ખાવાનું મન થઈ આવશે.

ફ્રેંડ્સ સાથેની નાની પાર્ટીઓમાં કે સાંજ કે રાતના નાસ્તા માટે નાચોસ અને સાલ્સા એંજોય કરવા એ એક ગ્રેટ ઓપ્શન છે.

સામાન્ય રીતે બજારમાં મળતા નાચોઝના પેકેટ ખરીદીને ખવાતા હોય છે. પરન્તુ નાચોઝ બનાવવા ખૂબજ સરળ છે અને બનાવીને સ્ટોર કરી શકાય છે, જેથી ગમે ત્યારે જરૂર પડે ત્યારે સર્વ કરી શકાય છે.

તો એના માટે હું અહીં નાચોઝ ચિપ્સ અને સાલ્સા ની રેસિપિ આપી રહી છું, જેને ફોલો કરીને તમે પણ ચોક્કાસથી બનાવજો. ફ્રેશ નાચોસ સાલ્સા કે તેના અલગ અલગ સર્વિંગ્સ સાથે પણ ટેસ્ટી લાગે છે. પાર્ટી માટે વધારે કોંન્ટીટીમાં બનાવી સ્ટોર પણ કરી શકો છો.

નાચોઝ ચિપ્સ બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ મકાઈનો પીળા કલરનો લોટ
  • 1 ટેબલ સ્પુન + 6 ટેબલ સ્પુન મેંદો
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • ¼ ટી સ્પુન અજ્મા
  • ½ ટી સ્પુન ઓરેગાનો
  • સ્વાદ મુજબ મીઠું
  • ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે

નાચોઝ ચિપ્સ બનાવવાની રીત:

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં 1 કપ મકાઈનો પીળા કલરનો લોટ અને 6 ટેબલ સ્પુન મેંદો લ્યો.

મકાઇનો લોટ ગ્લુટીન ફ્રી હોવાથી તે સ્ટ્રેચ થતો નથી. તેથી તેમાં મેંદો ઉમેરીને લોટની કણેક બનાવવામાં આવે છે.

હવે તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ, ¼ ટી સ્પુન અજ્મા, ½ ટી સ્પુન ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરો.

હવે સોફ્ટ ( પણ સ્ટીકી નહી ) કણેક બનાવવા માટે લોટના મિશ્રણમાં જરુર મુજબ પાણી ઉમેરી સરસ મસળીને સોફ્ટ કણેક બનાવો.

તેમાંથી લુવા બનાવતી વખતે લુવાની કિનારમાં તિરાડ ના પડે તેવી સોફ્ટ કણેક બનાવો.

હવે તેમાંથી 4 ભાગ પાડો અને તેના મોટા લુવા બનાવો.

હવે રોલિંગ બોર્ડ પર એક્સ્ટ્રા લીધેલા મેંદાના લોટમાંથી થોડો લોટ સ્પ્રિંકલ કરીને તેના પર લુવુ મૂકો. લુવા પર પણ થોડો લોટ સ્પિંકલ કરો.

હવે વેલણથી રોલિંગ બોર્ડ જેવું સર્કલ બનાવી લ્યો.

હવે શાર્પ ચપ્પુ વડે તેમાંથી એક્સરખા 12 ટ્રાયેંગલ કટ કરી લ્યો.

તેને રોલિંગ બોર્ડ પર જ રહેવા દઈને ફોર્ક વડે ઇવન્લી પ્રીક કરો, જેથી ફ્રાય કરતી વડે ફુલે નહી.

હવે એક પેનમાં નાચોઝ ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ કરો.

ઓઇલ ગરમ થઈ જાય એટલે તેમાં સમાઇ શકે તેટલા નાચોઝ ફ્રાય કરવા માટે મૂકો.

નાચોઝ એક બાજુ ફ્રાય થઈને ક્રીસ્પી અને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફ્લિપ કરીને બીજી બાજુ પણ એ પ્રમાણે ડીપ ફ્રાય કરી લ્યો. પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

નાચોઝ ચિપ્સ સર્વ કરવા માટે રેડી છે.

હવે એ પ્રમાણે બધા લુવા વણી, કટ કેરીને ડીપ ફ્રાય કરી નાચોઝ ચીપ્સ બનાવી લ્યો.

એર ટાઇટ કંટેનરમાં ભરી લ્યો.

ટોમેટો સાલ્સા બનાવવા માટેની સામગ્રી :

  • 3 મોટા ટમેટા
  • 1 ઓનિયન – 4 ભાગમાં કાપેલી
  • 3 કળી ફોલેલું લસણ
  • 1-2 ટેબલ સ્પુન ઓલિવ ઓઇલ તમારા સ્વાદ મુજબ
  • ¾ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન આખું જીરુ અથવા પાવડર
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ અથવા રેડ ચિલિ ફ્લેક્ષ
  • 1 ટેબલ સ્પુન કોથમરી
  • 2 ટેબલ સ્પુન કેપ્સીકમ
  • 5-6 રિંગ્સ જેલેપીનો અથવા ગ્રીન મરચાની રીંગ
  • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ

ટોમાટો સાલ્સા બનાવવાની રીત :

એક નાના નોન સ્ટીક પેનમાં 3 મોટા ટમેટા, 1 ઓનિયન – 4 ભાગમાં કાપેલી અને 3 કળી ફોલેલું લસણ મૂકી રોસ્ટ કરી લ્યો.

ઓનિયન અને લસણ રોસ્ટ થઈ જાય એટલે તેને એકબાજુ રાખી લ્યો.

હવે અધકચરા રોસ્ટ થયેલા ટમેટાની સ્કીન છૂટી પડવા લાગે ત્યાં સુધી ડાયરેક્ટ ફ્લૈમ પર બધી બાજુ ફેરવી ને રોસ્ટ કરી ઠરે એટલે સ્કીન કાઢી લ્યો.

હવે ગ્રાઈંડરના જારમાં સ્કીન કાઢેલા ટમેટા, રોસ્ટેડ 1 ઓનિયન, રોસ્ટેડ 3 -4 કળી લસણ, ¾ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ, ½ ટી સ્પુન આખું જીરુ અથવા પાવડર, 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ અથવા રેડ ચિલિ ફ્લેક્ષ, 1 ટેબલ સ્પુન કોથમરી, 2 ટેબલ સ્પુન કેપ્સીકમ, 5-6 રિંગ્સ જેલેપીનો અથવા ગ્રીન મરચાની રીંગ અને 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરી, લીડ વડે બંધ કરી ગ્રાઇંડર પલ્સ પર ચલાવી અધકચરું ગ્રાઇન્ડ કરી (પિક માં બતાવ્યા પ્રમાણે) ટોમેટો સાલ્સા બનાવી લ્યો.

એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. તેમાં તમારા જરુર મુજબ ઓલિવ ઓઇલ મિક્ષ કરી લ્યો.

તો હવે ટોમેટો સાલ્સા નાચોઝ ચિપ્સ સાથે સર્વ કરવા માટે રેડી છે.

એક મોટી સર્વિંગ પ્લેટના સેંટરમાં ટોમેટો સાલ્સાનું બાઉલ મૂકી ફરતે નાચોઝ ચિપ્સ મૂકી સર્વ કરો.

બધાને ચોક્કસથી ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર ટોમેટો સાલ્સા અને નાચોઝ ચિપ્સ ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.