ખુબ જ દુર્લભ સંયોગ, 19 વર્ષ પછી પહેલીવાર એવું બન્યું કે વસંતપંચમીએ લગ્નનું મુહૂર્ત જ નથી, જાણો કેમ

ઋતુઓની રાણી એટલે કે વસંત. અને કહેવામાં આવે છે કે વસંતના આગમનથી સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. પણ આ વખતની વસંતપંચમીની ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. વિગતે વાત કરીએ તો આ વખતે 16 ફેબ્રુઆરીએ વસંતપંચમી છે. એને પણ લગ્ન માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, પરંતુ આ દિવસે સૂર્યોદય સાથે જ શુક્ર ગ્રહ અસ્ત થવાનો હોવાના લીધે લગ્ન નિષેધ ગણાશે.

image source

આ કારણોસર જ પંચાંગમાં એને લગ્ન-મુહૂર્તમાં સામેલ કરવામાં આવ્યું નથી. જો કે લોકપરંપરા પ્રમાણે, ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વસંતપંચમીએ લગ્ન થાય છે. જ્યોતિષિ આશિષ રાવલેલ આ વિશે વાત કરતાં એવું જણાવ્યું હતું કે 19 વર્ષ બાદ આ પ્રકારનો યોગ આવ્યો છે, જેમાં વસંતપંચમીના દિવસે ગુરૂ અને શુક્ર અસ્તના થાય છે અને ભાગી તિથિ હોવાથી આ દિવસોમાં લગ્ન જેવા શુભપ્રસંગો વજ્રય ગણાય છે. દર વર્ષે વસંતપંચમીના દિવસે સેંકડો લગ્ન થાય છે. પણ આ વખતે આવો સંયોગ ખરેખર દુર્લભ છે.

image source

હાલની પરિસ્થિતિની જો વાત કરીએ મકરસંક્રાંતિ પછી એટલે કે કમૂરતા ઉતરે એ પછી સૂર્યના ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ પૂર્ણ થઈ જશે અને માંગલિક કાર્યોની શરૂઆત થઇ ગઈ છે. ત્યાર બાદ 18 જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહૂર્ત હતું. 19 જાન્યુઆરીથી ગુરુ ગ્રહ અસ્તનો થઈ ગયો છે અને 16 ફેબ્રુઆરી સુધી અસ્તનો જ રહેશે. આ પરિભ્રમણને અશુભ માનવામાં આવતું હોવાથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરી શકાય નહીં, સાથે સાથે 16 ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ પણ અસ્તનો થઇ જશે, જે 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ સાથે જ જો આ વર્ષના શૂભ મુહૂર્ત વિશે વાત કરીએ તો એમાં કુલ 52 મુહૂર્તનો સમાવેશ કરવામાં આવે છે, જે મહિના પ્રમાણે કંઈક નીચે મુજબ છે

image source

ફેબ્રુઆરી : 22, 24, 25, 26, 27, 28

મે : 1, 2, 7,8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 28 , 29, અને 30

જૂન : 3, 4, 5, 16, 19, 20, 22, 23, 24

જુલાઈ : 1,2,7,13 અને 15

નવેમ્બર : 15, 16, 20, 21, 28, 29, અને 30

ડિસેમ્બર : 1,2,6,7,11 અને 13

image source

જો વધારે વાત કરીએ તો વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવાની પ્રથા છે અને તેનું એક મહત્વ પણ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ