જો તમે પણ ક્યારેક ઓનલાઇન ફ્રોડના શિકાર બનો તો મોડું કર્યા વગર તરત જ આ હેલ્પલાઇન નંબર પર કરો ફોન, બચી જશે રૂપિયા

કોરોના મહામારીની શરૂઆતથી જ સાઇબર ક્રાઈમમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી હતી. અનેક સાઇબર અને સિક્યુરિટી એક્સપર્ટએ આ બાબતે લોકોને સાવધાન કર્યા હતા અને આજે એવુ જ થઈ રહ્યું છે. વિશ્વભરમાં સાયબર એટેકના કિસ્સાઓમાં ભારે વધારો થયો છે. તાજેતરમાં જ અમેરિકાની બે કંપનીઓ સાયબર એટેકનો Bહોગ બની હતી. ભારતમાં જેટલી ઝડપથી બેંકિગ સેવાઓ ઓનલાઇન થઈ રહી છે તેનાથી વધુ ગતિએ ઓનલાઇન છેતરપીંડી પણ વધી રહી છે. આજના સમયમાં ઘણા ખરા લોકોની સાથે ઓનલાઇન ફ્રોડ કરવામા આવી રહ્યું છે.

image source

પરંતુ જાણકારીના અભાવને કારણે લોકો યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ પોતાની સાથે થયેલ ઓનલાઇન છેતરપીંડીની ફરિયાદ નથી કરી શકતા. ઓનલાઇન ફ્રોડને રોકવા માટે અને લોકોની કમાણી બચાવવા માટે હોમ મિનિસ્ટ્રી અને દિલ્હી પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા એક હેલ્પલાઈન નંબર લોન્ચ કરવામા આવ્યો છે જેના પર તમે તરત જ ઓનલાઇન ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો.

image source

હોમ મિનિસ્ટ્રી અને દિલ્હી પોલીસના સાયબર સેલ વિભાગે 155260 હેલ્પલાઇન શરૂ કરી છે. જો તમે કોઈપણ પ્રકારના ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યા હોય તો તરત આ નંબર પર કોલ કરી શકો છો. અહીં કોલ કરવાથી 7 થી 8 મિનિટમાં તમારા ખાતામાંથી ઉપડી ગયેલા પૈસા જે બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હશે તે બેંક કે ઇ સાઇટ્સ પર એલર્ટ મેસેજ મોકલી દેવામાં આવશે. અને આ રીતે એ રકમ હોલ્ડ પર મૂકી દેવામાં આવશે.

image source

ઓનલાઇન છેતરપીંડીની ઘટનાઓ રોકવા માટે ગૃહ મંત્રાલયના સાયબર પોર્ટલ https://cybercrime.gov.in/ અને દિલ્હી પોલીસના સાયબર સેલ સાથે 155260 પાયલોય પ્રોજેકટ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ઇન્ડિયન સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશનનું એક એવું પ્લેટફોર્મ છે જેની પ્રથમ યુઝર દિલ્હી બન્યું છે. રાજસ્થાનને પણ જોડવામાં આવ્યું છે ત્યારબાદ બધા રાજ્યોને જોડવામાં આવશે.

image source

અંદાજે 55 બેંક, ઇ વોલેટ્સ, ઇ કોમર્સ સાઇટ, પેમેન્ટ ગેટવેજ તથા અન્ય સંસ્થાનો સાથે મળીને ઇન્ટરકનેક્ટ પ્લેટફોર્મ છે. જેનું નામ છે ” સીટીઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમ ” આ.પ્લેટફોર્મ દ્વારા સાવ ઓછા સમયમાં ઓનલાઇન ફાઇનાન્સિયલ ફ્રોડનો શિકાર બનેલા લોકોની રકમ બચાવી શકાય છે. આ હેલ્પલાઇનને કારણે અત્યાર સુધીમાં 21 લોકોના 3 લાખ 13 હજાર રૂપિયા બચાવી શકાયા છે.

image source

આ હેલ્પલાઇન નંબરની દસ લાઈનો છે જેથી કોઈને વ્યસ્ત ન મળે. જો તમે આ હેલ્પલાઇન નંબર 155260 પર કોલ કરશો તો તમારી પાસે તમારું નામ, નંબર, ઘટનાનો સમય પૂછવામાં આવશે. બેઝિક ડિટેલ લઈને તેને આગળ સંબંધિત પોર્ટલ અને તે બેંક, ઇ કોમર્સના ડેશ બોર્ડ પર મોકલી દેવામાં આવશે. સાથે જ ફરિયાદીની જે બેંક હોય તેને પણ માહિતી મોકલવામાં આવશે. ફ્રોડ થયાના 2 થી 3 કલાક અગત્યના હોય છે. એટલા માટે જેટલું બની શકે તેટલું વહેલું જ સતર્ક થઈ ફરિયાદ કરવી. તમે https://cybercrime.gov.in/ પર પણ ફરિયાદ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!