લીંબુ મરચા ઘરમાં લગાવવા પાછળ અંધવિશ્વાસ નહિં પરંતુ આ છે વૈજ્ઞાનિક કારણ, જાણીને તમે ચોંકી જશો

આપણા દેશમાં વર્ષોથી દુકાન, ઘર અને કારમાં લીંબૂ-મરચાં લટકાવીને રાખવામાં આવે છે. આવુ માત્ર ખરાબ નજરથી બચાવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો પોતાની દુકાનમાં લીંબુ મરચા એટલા માટે રાખે છે કારણ કે તેમના ધંધાને કોઈની ખરાબ નજર ન લાગી જાય. નકારાત્મકતા દૂર કરવા માટે મોટાભાગના લોકો લીંબુ મરચાનો ઉપયોગ કરે છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે ઘરની બહાર લીંબુ મરચા લટકાવવાથી અન્ય લોકોની ખરાબ નજરથી આપણે બચી શકીએ છીએ.

લીંબુ મરચા પર પગ મૂકવો જોઈએ નહીં

image source

ઘરના વૃદ્ધ લોકો એવી સૂચના આપે છે કે જો રસ્તામાં ક્યાંક લીંબુ મરચા પડ્યા હોય તો ભૂલથી પણ તેમને ઓળંગવા ન જોઈએ અથવા તેના પર પગ મૂકવો જોઈએ નહીં. આનાથી તમારા પર નકારાત્મક ઉર્જાની અસરો થઈ શકે છે.પૈસા અથવા ઘરમાં નકારાત્મક ઉર્જાની અસરોને દૂર કરવા માટે તેઓ આમ કરે છે. ઘણી વાર લોકો લીંબુ મરચાના ટોટકા કર્યા બાદ રસ્તા પર ફેંકી દે છે જેથી તેના સંપર્કમાં આવતા અન્ય લોકો તેનાથી પ્રભાવિત થાય.

પાણી ન મળે તો લીંબુનો રસ કાઢીને પી લેતા

image source

આ બધી વાતો વચ્ચે સત્ય કઈક અલગ છે. જો કે તમે બધા જ જાણો છો કે પહેલાંના જમાનામાં કાચા રસ્તા હતા. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બળદગાડું કે ઘોડાગાડી જેવા વાહનનો ઉપયોગ કરતા હતા. તેવામાં એ લોકો પોતાની ગાડીમાં લીંબુને મરચા લટકાવીને ચાલતા હતા, આના બે કારણ હતા. પહેલું કારણ રસ્તામાં પાણી ન મળે તો લીંબુનો રસ કાઢીને પી લેતા હતા જેથી શરીરને રાહત મળતી હતી. ખાસ કરીને ગરમીમાં લીંબુને સાથે રાખવું ખૂબ લાભકારક હતું.

સાપના ઝેરની તપાસ કરવાનો ઉપાય

image source

બીજું કારણ એ છે કે આ કાચા અને જંગલના રસ્તામાં સાપ કરડવાનો ડર પણ રહેતો હતો. આવામાં કારડેલો સાપ ઝેરીલો હતો કે નહીં તે જોવા માટે મરચાનો ઉપયોગ થતો હતો. જો મરચું ખાવાથી જીભ પર કોઈ સનસની કે બળતરાં થાય નહીં તો સમજવું કે સાપ ઝેરીલો હતો. અને જો મરચાની બળતરા જીભ પર થાય તો સમજવું કે સાપ ઝેર વગરનો હતો. જોકે આ ઝેરની તપાસ કરવાનો ઉપાય કેટલો કારગર હતો એ તો એ લોકો જાણે.

લીંબુ મરચા પાછળનું વૈજ્ઞાનિક કારણ

image source

તો ચાલો આપણે સાચા વૈજ્ઞાનિક કારણ પર આવીએ જેના કારણે લીંબુ મરચા ઘર અને ગાડીમાં લગાવવાથી લાભ મળે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લીંબુ અને મરચા બન્નેમાં વિટામીન સી અને અન્ય મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આવામાં જ્યારે આ બન્નેમાંથી દોરો પરોવવામાં આવે છે ત્યારે તે બધા વિટામિનને શોષી લે છે. પછી એ વિટામિન હવાના માધ્યમથી વાતાવરણમાં ફરતા રહે છે અને આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે. આ રીતે વિટામિન આપણા શરીરમાં પ્રવેશ કરે છે. બસ આજ કારણ છે લીંબુ અને મરચાને દોરામાં બાંધીને ઘર કે બીજે ક્યાંય લટકાવવાથી લાભ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત